Top News

More Posts

   The Latest

Most Popular

સુરત શહેરના કુલ કેસના 35 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં આવ્યા હોવાની જાણકારી મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે. રાંદેર ઝોનમાં કેસો વધતા આ ઝોનને બફર ઝોન જાહેર કરાયો છે સાથે સાથે અહી માસ કોરેન્ટાઈન પણ કરી દે્વાયો છે. શહેરમાં હાલમાં કુલ 20 પોઝીટીવ કેસ છે જેના 35 ટકા કેસ રાંદેર ઝોનમાં આવ્યા છે. રાંદેર ઝોનમાં 3 કિ.મી ત્રિજ્યા વિસ્તારને માસ કોરેન્ટાઈન કરાયો છે. સાથે સાથે બેગમપુરા અને ઝાંપાબજારને પણ કોરોના ક્લ્સ્ટર જાહેર કરાયા છે.
વધુ માહિતી આપતા મનપા કમિશનરે જણાવ્યું હતું કે, તેઓ દ્વારા એક્ટીવ અને પેસીવ સર્વે કરવામાં આવી રહ્યો છે. જે માટે ટીમો બનાવવામાં આવી છે. એક્ટીવ સર્વેમાં ટીમ ઘરે ઘરે જઈ ચેકીંગ કરી રહી છે. અને ત્વરિત માહિતી મળે તે માટે આ સર્વે કરાઈ રહ્યો છે. તેમજ પેસીવ સર્વેમાં મના દ્વારા શહેરની 1900 પ્રાઈવેટ લેબમાંથી ડેટા મેળવી તેમાં વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. કોરોના કેસના એનાલીસીસ માટે વોરરૂમ તૈયાર કરાયો છે. જ્યાં સંક્રમિતોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અને એનાલીસીસ પણ થઈ રહ્યું છે. મનપા દ્વારા અત્યારસુધીમાં કુલ 30,369સ્થળોએ ડિસઈન્ફેક્સનની કામગીરી કરવામાં આવી છે. તેમજ મનપા દ્વારા 3ટી પોલીસી અંતર્ગત વધુ ને વધુ ટેસ્ટીંગ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અને હવે મનપા માસ્ક ન પહેરનારા તેમજ સોશીયલ ડિસ્ટન્સીંગ ન રાખનારા ઉપર પણ કડક કાર્યવાહી કરી રહી છે. આજે શહેરમાં માસ્ક ન પહેરનારા કુલ 86 લોકોને રૂા. 9300 નો દંડ અને સોશીયલ ડિસટન્સીંગ ન રાકનારા 167 ને કુલ રૂા. 18,300 નો દંડ ફટકાર્યો હતો. તેમજ જાહેરમાં થુંકનારા 2 વ્યકિતઓને રૂા. 1000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. મનપાએ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને આજે કુલ 1,61,642 લોકોને ફુટ પેકેટ અને જમવાની વ્યવસ્થા કરી છે.

To Top