આણંદ, તા. ૫ આણંદ નજીકના હાઇવે પર થોડા સમય પહેલાં મોટાપાયે બેનંબરી કેમીકલ અને ઓઇલ ની. હેરાફેરી થતી હતી જેમાં વડોદરાથી લઈ...
સુરત: (Surat) સુરત, દાદરા નગર હવેલી, દમણ, ભીવંડી, નવાપુર અને માલેગાંવના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી વધુ વપરાશ પોલીએસ્ટર યાર્ન (Polyester Fully Draw Yarn)...
આણંદ: કેન્દ્ર ના નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલનાકાઓ પરથી પસાર થતા વાહનો માટે ફરજીયાત ફાસ્ટ ટેગનું અમલીકરણ કરવાના આદેશ કર્યો છે જેનો...
સુરત: (Surat) મંગળવારની મોડી રાત્રે સચિન-પલસાણા હાઇવે (High Way) પર આલ્ફા હોટલ (Alfa Hotel) પાસે કેમિકલ ભરેલું ટેન્કર એક પાણી ભરેલા ટેન્કર...
લખનઉ (Lucknow): ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બદાયુમાં નિર્ભયા કાંડ જેવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક આંગણવાડી સહાયકની ગેંગરેપ (Gang...
નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલનનો (Farmers’ Protest) આજે 42મો દિવસ છે. છેલ્લા કટેલાક દિવસથી ઉત્તરપ્રદેશ સહિત દિલ્હી NCR માં ભારે વરસાદ...
પશુધનની દ્રષ્ટિએ ભારત ખૂબ જ સમૃદ્ધ દેશ છે અને પશુ ઉત્પાદનોની નિકાસ કુલ કૃષિ પેદાશોમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ભેંસના માંસના...
સુરત: (Surat) પોલીસ કમિશનરે થોડા મહિના પહેલાં જ શહેરમાંથી ગેંગનો સફાયો બોલાવવા માટે અજ્જુ ટામેટા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો....
સુરત: (Surat) શહેરમાં ગઈકાલે રાત્રે બનેલી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેવી ઘટનાને રાતથી જ ટોક ઓફ ધી ટાઉન બની ગઈ હતી. આ ઘટનામાં...
સુરત: (Surat) સુરતમાં ઘણું યુવાધન નશાના રવાડે ચઢયું છે ત્યાં હવે બાળ યુવાધન પણ નશાના રવાડે ચઢી રહ્યું હોવાનો ભયાવહ કિસ્સો શહેરના...
નવી દિલ્હી (New Delhi): આ અઠવાડિયુ દેશમાં કોરોનાની રસીની (Corona Vaccine) મંજૂરી અને જલ્દી જ રસીકરણ (Vaccination) શરૂ થવાના સારા સમાચાર લઇને...
વડોદરા: સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઠગવાનો સિલસિલો યથવાત છે. અત્યાર સુધી ફેસબુક અથવા ઓનલાઇન એપ્લીકેશન થકી યુઝર્સ સાથે છેતરપીંડી કરવામાં આવતી હોવાના...
વડોદરા: શહેરના હરણી રોડ પર આવેલી પિતાની મિલકતમાં ભાઈએ બંને બહેનોને જાણ કર્યાં વગર સિટી સર્વેની કચેરીમાં ખોટુ પેઢીનામું તૈયાર કરાવીને પોતાના...
ઉત્તર પ્રદેશ લવ જેહાદ(LOVE JIHAD) સંબંધિત વટહુકમના મુદ્દે બુધવારે સુપ્રીમ કોર્ટ(SUPREM COURT)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાલમાં આ વટહુકમ...
વડોદરા: ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે કોરોના મહામારીનાં કારણે ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓની પરીક્ષા થોડી મોડી લેવામાં આવશે તેવો નિર્ણય...
વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશનમા એમ.એસ. યુનિવર્સિટીને પ્રતિનિધિત્વ આપવા માટે સિન્ડિકેટ સભ્યનું નામ મોકલવામાં આવ્યું હતું. તેનો સ્વીકાર નહીં કરતા આજે વિદ્યાર્થીઓએ એમ.એસ....
મુંબઇ (Mumbai): કોરોના વાયરસને (Corona Virus/Covid-19) કારણે લાંબા સમયથી અટકેલી મુંબઇ લોકલ ફરી દોડવા લાગી છે. જોકે, હાલમાં ટ્રેનમાં પહેલા જેટલી ભીડ...
ખેડૂત આંદોલનનો બુધવારનો 42 મો દિવસ છે. કૃષિ કાયદો રદ કરવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 11 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી...
ગુરુવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થનારી મહત્ત્વપૂર્ણ ત્રીજી ટેસ્ટ માટે ભારતે તેની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી. રોહિત શર્મા શુબમન ગિલ...
ગાંધીનગર (Gandhinagar): રાજ્ય સરકાર દ્વારા બુધવારે શાળાઓ ખોલવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો...
દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી(PRANAV MUKHARJI) એ તેમની આત્મકથા ‘ધ પ્રેસિડેશનલ યર્સ’ પુસ્તકમાં ઘણા ચોંકાવનાર તથ્યોનો ખુલાસો કર્યો છે. આવી સ્થિતિમાં પંડિત...
સુરત (Surat): કોરોનાના (Corona virus/ Covid-19) કેસ હવે ઓછા થયા છે. બધાનું ધ્યાન રસીકરણ પ્રક્રિયા પર છે. એવામાં છેલ્લા કેયલાક દિવસથી સિવિલમાં...
વડોદરા: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ભાયલી ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ની રસી મૂકવાના પૂર્વ અભ્યાસ રૂપે નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને...
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ના વરિષ્ઠ સલાહકાર અને ટોપ સાયન્ટિસ્ટ ડો. તપન મિશ્રા(TAPAN MISRA)એ દાવો કર્યો છે કે ત્રણ વર્ષમાં ત્રણ...
બેંગલુરુ (Bengaluru): જાન્યુઆરી કર્ણાટકમાં શાળાઓ અને કોલેજો ફરી શરૂ થયાના માત્ર પાંચ દિવસ પછી ઘણા બધા શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો....
ભારતનાં કેરળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઝારખંડ જેવાં રાજ્યોમાં બર્ડ ફ્લુના સમાચાર આવતાં આતંક ફેલાઈ ગયો છે. સત્તાવાળાઓ દ્વારા...
વોશિંગ્ટન (Washington): અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વ્હાઈટ હાઉસમાંથી વિદાય લેતા પહેલા ચીનને મોટો ફટકો માર્યો છે. તેમણે Alipay, WeChat Pay સહિતની...
ચીનના વિસ્તારવાદી વલણથી અનેક પડોશી દેશો પરેશાન છે. થોડા દિવસો પહેલાં ચીને ચાલાકીથી આપણી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ ચીન...
પ્રકૃતિ જયારે અરાજકતાએ ચઢે છે ત્યારે જાન-માલ લઇ પણ લે છે. આમ છતાં પ્રકૃતિનો મૂળભૂત સ્વભાવ અવિરતપણે આપતા રહેવાનો છે. પ્રકૃતિ તરફથી...
MUMBAI, સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બજારમાં તેજીનો દોર ચાલુ છે. સેન્સેક્સ (SENSEX)79 અંક વધીને 48,517.49 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડેક્સ(INDEX)માં ઓએનજીસીના...
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
આણંદ, તા. ૫ આણંદ નજીકના હાઇવે પર થોડા સમય પહેલાં મોટાપાયે બેનંબરી કેમીકલ અને ઓઇલ ની. હેરાફેરી થતી હતી જેમાં વડોદરાથી લઈ આણંદ વિસ્તાર ના શખ્સો તથા તંત્રની સાઠગાઠ હતી પરંતુ બાદમાં તંત્રની ચાંપતી નજર બનતા અને બેનંબરી વેપલા કરનારા કાનૂન ના સકંજામાં આવતા રોક લાગવા પામી હતી. પરંતુ કુતરાની પુંછ વાકી તેમ બે નંબરી વેપલા કરનારાના ડોળા આણંદ ના છેવાડાના વિસ્તાર પર મંડરાતા દશ દિવસ પૂર્વ ખંભાતમાંથી બે નંબરી ખાતર ઝડપાયુ હતું.
જેનું ભીનુ સંકેલવા અમદાવાદ રેન્જ ના આરઆર સેલના એએસ આઇ દ્વારા પચાસ લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. પરંતુ પોણા ત્રણ લાખના બેનંબરી ખાતરના પકડાયેલ વેપલામાં મસમોટી રકમની લાંચ પર કુછ તો ગરબડ હૈ ના સંદેહ ઉઠવા પામ્યા છે. ત્યારે મસમોટી લાચ પાછળ કરોડોના બેનંબરી કેમીકલ કે કેમીકલ યુકત દૂધ ની હેરાફેરી કારણભૂત હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી અનુસાર દશ દિવસ પૂર્વ ખંભાત નજીકથી અમદાવાદ રેન્જ ના આરઆર સેલ દ્વારા બેનંબરી ખાતરના વેપલા સ્થળે દરોડો પાડવામાં આવ્યા હતા. જેની નોંધ ખંભાત પોલીસ મથકે કરવામાં આવી હતી પરંતુ ફરિયાદ નોધવામાં આવી ન હતી જેની પાછળ ભીનુ સંકેલવાના ખેલ રચાયા હોય તેમ ગત ૩૧મીની રાતના આર આરસેલ ના એએસ આઇ પ્રકાશસિંહ રાઓલ દ્વારા રુપિયા સાઠ લાખની લાંચ રકમની માંગ કરાયા બાદ પચાસ લાખ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જે રકમ વિદ્યાનગર માર્ગ પરની હોટેલ પર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આ મુદ્દે એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા એસીબીએ છટકું ગોઠવી એ એસ આઇ પ્રકાશસિહ ને રંગેહાથ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી.
એસીબીએ ગુનો નોંધી પ્રકાશસિંહને કોર્ટ માં રજૂ કરતા કોર્ટ દ્વારા ત્રણ દિવસ ના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા રિમાન્ડ દરમ્યાન ચોકાવનારી વિગત સાથે મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે બહાર કે કેમ કે સંડોવણી હશે તો આખ મિચોલીના ખેલ રચાશે તેવી આશંકાઓ પણ વ્યક્ત થવા પામી રહી છે.
આ મુદ્દે તપાસ હાથ ધરતા સુત્રોના જણાવ્યા અનુસાર બેનંબરી પકડાયેલ ખાતર માત્ર પોણા ત્રણ લાખ જેટલાનું હતું તેની પાછળ ભીનુ સંકેલવા પચાસ લાખની લાંચની માગ સાથે જ કુછ તો ગરબડ હૈ ના સંદેહ ઉઠવા પામ્યો છે.
થોડા સમય પૂર્વ વડોદરા આણંદ હાઇવે માગે પર મોટાપાયે બેનંબરી કેમીકલ તથા ઓઇલની ચોરી સાથે હેરાફેરી થતી હતી તે સમયે મોટા બેનંબરી માથા તેમજ તંત્રની સાઠગાઠ ના કારણે વેપલા થતા હતા.
બાદમાં તંત્રની ધોસ વધતા બેનંબરી વેપલા કરનારાઓએ પંથકના છેવાડાના વિસ્તાર માં પગ પ્રસરાવતા બેનંબરી ખાતરની આડમાં મોટાપાયે બેનંબરી કેમીકલનો વેપલો કારણકે આ વિસ્તારમાં કેમીકલ ઉદ્યોગ હોય ના ખેલ કે કેમીકલયુકત દૂધની હેરાફેરી થતી હોવાની મળેલ બાતમીના આધારે સત્ય મળતા મસમોટી લાંચ માગી કહીપે નિગાહે કહીપે નિશાના ના ખેલ રચાયા હોવાની શકયતા ઉભી થવા પામી હોવાનું જાણવા મળેલ છે.
જોકે ઉલ્લેખનીય છે કે વહિવટદાર પ્રકાશસિંહ છેલ્લા સતર વર્ષ થી તંત્ર તથા બેનંબરીયાઓ વચ્ચે વહિવટી ખેલની સાંકળ હોવાનું માનવામાં આવે છે ત્યારે પચાસ લાખની લાચ પ્રકરણમાં એસીબી દ્વારા પકડાવવામાં કોણે ઘડો લાડવા કાઢવાનો ખેલ રચ્યો તેની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે