નવી દિલ્હી (New Delhi): બ્રિટનમાં ઉદ્ભવેલા કોરોના વાયરસના (New strain/variant of Corona found in UK) પરિવર્તનશીલ નવા પ્રકારથી યુકે સહિત આખા વિેશ્વમાં...
બર્ડ ફ્લૂ (BIRD FLU) 2021ના સંકટે ફરી એક વખત જોર પકડ્યું છે. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ઘણા પક્ષીઓ આની ચપેટમાં આવ્યા છે....
કોરોના વાયરસ (CORONA VIRUS) ની વિશ્વભરમાં દેહશત છે. ચીનમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પાંચ મહિનામાં ચીનને સૌથી વધુ નવા કેસ...
વિશ્વભરના દેશો જે ઉપર આવે છે તેના પરના એક સૂચકાંકો ફ્રેજાઇલ ઈન્ડેક્સ અથવા નાજુક સરકારી સૂચકાંક છે અને ભારત 2014 થી સતત...
સિડની : ટેસ્ટના બીજા દિવસે શુક્રવારે ઓસ્ટ્રેલિયા( Australia)ની પ્રથમ ઇનિંગ્સમાં સ્ટીવ સ્મિથે સૌથી વધુ 131 રન બનાવ્યા. માર્નસ લાબુશેન (91) અને વિલ...
ગયા વર્ષના માર્ચ-એપ્રિલ મહિનામાં ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં લૉકડાઉન હતુ. ત્યારબાદ ધીમે ધીમે આ લૉકડાઉન કે નિયંત્રણો ક્રમશ: હળવા થતા ગયા....
ગુરુવારે યુ.એસ.ની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં થયેલી હિંસા બાદ હવે શાંતિ છે. કેપિટલ હિલ જેને સામાન્ય ભાષામાં સંસદ ભવન સંકુલ કહી શકાય, તેની...
નવી દિલ્હી (New Delhi): ચારે બાજુ કોરોનાની રસી (Corona Vaccine) વિશે વોતો ચાલુ રહી છે. ભારત જેવા દેશમાં રસીકરણ કાર્યક્રમને સફળ રીતે...
ભારતની લોકશાહી અને ચીનની સરમુખત્યારશાહી વચ્ચે પાયાનો તફાવત છે કે ભારતમાં સરકારની માફકસરની ટીકા કરવાનો દરેક નાગરિકને અધિકાર છે, જ્યારે ચીનમાં સરકારની...
સાવલી: સાવલી તાલુકાના વસંત પુરા ગામે અચાનક ૨૫થી ૩૦ જેટલા કાગડા ભેદી સંજોગોમાં મૃત્યુ પામતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ફફડાટ ફેલાયો...
વડોદરા: વડોદરા શહેરના અટલાદરા ખાતે પિયરમાં રહેતાં પ્રીતિબહેને (નામ બદલ્યું છે) મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે પ્રીતિબહેનના...
વડોદરા: પોલીસ કોન્સ્ટેબલ નંબર પ્લેટ વગરની ચાલુ બાઇક ઉપર ફોન પર વાત કરી રહ્ના હતો. અને તેને માસ્ક પહેર્યું ન હતું જેને...
ઉત્તરપ્રદેશ (UTTAR PRADESH) ના બદાયુન (BADAUN) માં પોલીસે મહિલા સાથે સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટનાના મુખ્ય આરોપી મહંત સત્યનારાયણની ધરપકડ કરી છે....
વડોદરા: બેકાર દિયર માટે ડી.જે. સિસ્ટમ લાવવા માટે પિયરમાંથી રૂપિયા બે લાખ નહીં લાવે તો, ઘરમાં કામવાળી તરીકે રહેવું પડશે. તેમ કહી...
વડોદરા: શહેરના ન્યુવીઆઈપી રોડ પર આવેલા ખોડીયારનગર સ્થિત બ્રહમાનગરના ખુલ્લા મેદાનમાં મેદાનમાં ઝાડી ઝાંખરાં વચ્ચેથી કલરકામ કરતા શ્રમજીવી યુવાનની હત્યા કરી ત્યજી...
દાહોદ : દાહોદ શહેરને અડીને આવેલ અમદાવાદ – ઈન્દૌર હાઈવે સ્થિત આજરોજ સવારના અગીયારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ટ્રેક્ટર,સ્કોર્પિયોર અને બે બાઈકો વચ્ચે...
મુંબઈ (MUMBAI) ,સતત બે દિવસના ઘટાડા બાદ શુક્રવારે બજાર સારા ઉછાળા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ (SENSEX) 370.15 પોઇન્ટ વધીને 48,463.47 પર ટ્રેડ...
કાલોલ: મંગળવારની રાત થી બુધવારની સવાર સુધીમાં કાલોલની મહેશ નગર સોસાયટી તથા લકુલીશ નગર સોસાયટીમાં બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવેલા તથા...
કાલોલ: કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામે રાઠવા ફળિયામાં રહેતા વિજયભાઈ કનુભાઈ રાઠવા ના લગ્ન પ્રસંગમાં વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા સ્ટાફ દ્વારા...
આણંદ: આણંદ જિલ્લાના ખંભાત કે જે બંદર તરીકે જાણીતું હતું સમયાંતરે બંદર બંધ થયું હતું. જેના કારણે ખંભાત તાલુકામાં દરિયાઈ વિસ્તાર નજીક...
DELHI, આજે સરકાર અને ખેડૂત સંગઠનો કૃષિ કાયદાઓ પરની લડાઇ વચ્ચે શુક્રવારે આઠમી વખત બેઠક યોજાશે.બંને પક્ષોની જિદ્દ અને ખેડૂત સંગઠનોની તાકાત...
ગાંધીનગર (Gandhinagar): તા. 11 જાન્યુઆરીને સોમવારે સવારે 5 વાગ્યાથી તા. 12 જાન્યુઆરીને મંગળવાર સવારે 10 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં LPG, CNG અને...
આણંદ: આણંદ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પવાર કંપની સંયુકત ઉપક્રમે આંકલાવ તાલુકાના આમરોલગામે ૧૧ ગામોને પુરૂ પાડી શકાય તેટલો ૧ મેધા...
એમેઝોન કંપનીના માલિક જેફ બેઝોસને ઓવરટેક કરીને ટેસ્લા કંપનીના વડા એલન મસ્ક વિશ્વના સૌથી ધનવાન શખ્સ બની ગયા છે. સ્પેસ ટેકનોલોજીમાં પણ...
વિશ્વનો સૌથી મોટો શિયાળુ ઉત્સવ આજથી ચીનના હેઇલોંગજીઆંગ પ્રાંતના હાર્બીન શહેરમાં શરૂ થઇ ગયો છે. ઉત્તર ચીનના હાર્બીન શહેરમાં દર વર્ષે યોજાતો...
ઉતરાયણનું પર્વ દેશમાં અને ગુજરાતમાં સૌથી વધુ ઉત્સાહભેર ડાયમંડ સીધી સુરતમાં ઉજવવામાં આવે છે. સુરતી ઉતરાયણ વિશે હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેથી ચં.ચી. મહેતા...
શહેરના વેડરોડ ખાતે રહેતા યુવકને સામાન્ય બોલાચાલી બાદ સુર્યા મરાઠી ગેંગના સાગરીતોએ છાતીમાં અને જાંઘના ભાગે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી...
સુરત: 9000 કરોડનું ટર્નઓવર અને 11 લાખ ગ્રામિણ અને શહેરી સભાસદો ધરાવનાર ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ બેંકની વ્યવસ્થાપક કમિટિની ચૂંટણીમાં વર્ષો પછી...
સુરત અને તાપી જિલ્લામાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે પશુપાલન વિભાગ અને વનવિભાગે મોટાપાયે તપાસ શરૂ કરી છે. ઉચ્છલમાં ત્રણ મૃત મરઘીઓ મળી...
સુરત માટે મહત્ત્વકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેક્ટની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. ત્યારે હવે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આગામી 18મી જાન્યુઆરીના રોજ...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
નવી દિલ્હી (New Delhi): બ્રિટનમાં ઉદ્ભવેલા કોરોના વાયરસના (New strain/variant of Corona found in UK) પરિવર્તનશીલ નવા પ્રકારથી યુકે સહિત આખા વિેશ્વમાં ચિંતાઓ વધી છે. જણાવી દઇએ કે હાલમાં યુકેમાં સખત લોકડાઉન છે. આ વચ્ચે ભારત સહિત ઘણા દેશોએ યુકેથી આવતી ફલાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતે પણ 23 ડિસેમ્બરથી યુકેથી આવતી ફાલઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ ગઇકાલ એટલે કે 7 ડિસેમ્બરથી ભારતે આ પ્રતિબંધ દૂર કર્યો છે. અને એવામાં યુકેથી એર ઈન્ડિયાની (Air India) એક ફ્લાઇટ દિલ્હીમાં (London-Delhi) 246 મુસાફરો સાથે ઉતરી છે.

જણાવી દઇએ કે ભારતમાં હાલમાં પુષ્ટિ થયેલા કોરાનાના યુકેવાળા નવા તાણના કુલ કેસોની સંખ્યા 73 આસપાસ પહોંચી ગઇ છે. નોંધનીય છે કે આ આંકડો પુષ્ટિ થયેલા કેસનો છે. હજી યુકેથી આવેલા ઘણા મુસાફરો કે જે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, તેઓમાં આ નવો સ્ટ્રેન છે કે નથી તેની પુષ્ટિથઇ નથી કારણ કે તેમના રિપોર્ટ આવવાના બાકી છે. આખા દેશમાં પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિરોલોજી (National Institute of Virology, Pune) સિવાય બીજી બે-ત્રણ લેબોરેટરી જ છે, જ્યાં આ વાયરસના સેમ્પલ્સની તપાસ થાય છે. એટલે રિપોર્ટ આવતા વાર લાગે છે.

સુરતની (Surat) જ વાત કરીએ તો સુરતમાં એવા 7 લોકો છે, જે લંડનથી આવ્યા છે, અને જેઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. પણ તેમના નવા સ્ટ્રેનના રિપોર્ટ હજી આવ્યા નથી. જો કે તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિવિલના ડૉક્ટરોનું કહેવુ છે કે આ દર્દીઓની તબિયતમાં સુધારો આવી રહ્યો છે. અને હાલમાં તેમનામાં કોઇ ગંભીર લક્ષ્ણો દેખાઇ રહ્યા નથી.

યુકે PM બોરિસ જ્હોનસને (Boris Johnson) પણ યુકેમાં કોરોનાની વકરતી સ્થિતિ જોઇને 72મા પ્રજાસત્તાક દિને ભારત આવવાની નાપાડી દીધી છે. બીજી બાજુ ભારતના ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ (Civil Aviation Minister Hardeep Puri) જાહારાત કરી છે કે 23 જાન્યુઆરી સુધી ભારતમાં દર અઠવાડિયે યુકેથી આવતી 15 ફલાઇટ્સ જ ઉતરશે. અને ભારતમાંથી પણ દર અઠવાડિયે લંડન ફક્ત 15 ફલાઇટ્સ જ જશે.

યુકેથી ભારત ઉતરનાર દરેક યાત્રીએ પોતાની સાથે ફલાઇયમાં બેસવા પહેલાના 72 કલાક પહેલા કઢાવેલો RT-PCR ટેસ્ટનો રિપોર્ટ તો સાથે જ રાખવો જ પડશે, એ સિવાય 8-30 જાન્યુઆરી વચ્ચે યુકેથી ભારત આવનાર દરેક યાત્રીએ એરપોર્ટ પર પોતાના ખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવો જ પડશે, એમ ભારત સરકારે કહ્યુ છે. સાથે જ કેન્દ્રની નવી ગાઇડલાઇન મુજબ યુકેથી આવનાર દરેક યાત્રીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો પણ ભારત ઉતર્યા પછી 14 દિવસ ક્વૉરન્ટાઇન (quarantine) રહેવુ પડશે.