બારડોલી: (Bardoli) બારડોલીમાં બર્ડ ફ્લૂના વાવરને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. પરંતુ હજુ પણ પક્ષીઓના મરવાનો સિલસિલો જારી રહ્યો છે. બુધવારના...
યુપીના ગોંડામાં એક મહિલા પોલીસ કર્મચારી (LADY POLICE CONSTABLE) સાથે બળાત્કારનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસ વિભાગના...
વલસાડ: (Valsad) વલસાડના ધમડાચી પાસે નદી પુલ ઉપર ને.હા.નં.48 પરથી પોલીસે બાતમીના આધારે ટેમ્પો ટ્રાવેલરમાં (Tempo Traveler’s) ચોરખાના બનાવીને યુપીથી અમદાવાદ લઈ...
સુરત: (Surat) દક્ષિણ ભારતનાં રાજ્યો ઉપરાંત હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં બર્ડ ફ્લૂના કેસ જોવા મળતાં એક તબક્કે ત્રણ દિવસ અગાઉ ચિકનના (Chicken)...
નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતોએ બુધવારે હરિયાણાના ફરીદાબાદ સેક્ટર -12 માં એકઠા થયા હતા, કૃષિ કાયદાની નકલો સળગાવી ખેડૂતોએ સરકાર...
સુરત: (Surat) શહેરમાં આમ તો ઉત્તરાયણના તહેવારને લઈ અનેક સરકારી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પણ ડ્રોનની મદદથી ટેરેસ પર નજર...
હાલના ભારતીય કેપ્ટન (INDIAN CAPTAIN) વિરાટ કોહલી બેટ્સમેનમાં એક શ્રેષ્ઠ બેટ્સમેન છે. વિરાટ કોહલી પાછલા કેટલાક વર્ષોના ત્રણેય સ્વરૂપોમાં વિશાળ રન બનાવી...
સુરત: (Surat) સુરત એરપોર્ટ (Surat Airport) ટૂંક સમયમાં “સાયલન્ટ એરપોર્ટ” બનશે; 15 જાન્યુઆરીથી બોર્ડિંગની કોઈ જાહેરાત કરવામાં આવશે નહીં. સુરત હવે દિલ્હી,...
સુરત: (Surat) ઉતરાયણની તૈયારીઓ હવે અંતિમ તબક્કાઓમાં પહોંચી છે. શહેરના પતંગબજાર ભાગળ અને રાંદેરમાં માંજો ઘસાવવાની સાથોસાથ પતંગની ખરીદી જોરશોરથી ચાલી રહી...
વીરપ્પન (VIRPPAN) ની પત્ની વી.મુથુલક્ષ્મી (VI.MUTHULAKSHMI) કહે છે કે એએમઆર રમેશની એએમઆર પિક્ચર્સ વીરપ્પનના જીવન પર આધારિત એક ફિલ્મ રજૂ કરવા જઈ...
નવી દિલ્હી (New Delhi): દિલ્હી સરકારે દસમા અને બારમા વર્ગની શાળાઓ ખોલવાનો આદેશ આપ્યો છે. શાળા 18 જાન્યુઆરીથી ખુલશે. બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓને...
સુરત: (Surat) શહેરના વેસુ વિસ્તારમાં પાંચ વર્ષથી સ્પાની આડમાં ચાલતાં કુટણખાના (Brothel) પર ક્રાઈમબ્રાંચે (Crime Branch) રેડ પાડી હતી. અહીં ત્રણ સ્પામાંથી...
એક્સિડન્ટ અંગેના કલેઇમ્સના કિસ્સાઓમાં વીમા કંપનીઓ FIR ને ઘણું જ મહત્ત્વ આપે છે. જો FIR ન નોંધાવવામાં આવી હોય તો ક્લેઇમ રીજેકટ...
નવી દિલ્હી (New Delhi): કોરોના રસીકરણ (Corona Vaccine) 16 જાન્યુઆરીથી આખા દેશમાં શરૂ થવાનું છે. સરકારે જાહેર કરેલા આદેશ મુજબ 16 જાન્યુઆરીથી...
ભોપાલ (Bhopal): ભારતમાં બર્ડ ફ્લૂ (Bird Flu) એટલે કે H5N1 એવિયન ઇન્ફલૂએન્ઝાએ (H5N1 avian influenza) જોત-જોતામાં ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધુ છે....
અત્યાર સુધીના લેખોમાં આપણે મૌખિક આરોગ્ય (HEALTH) જાળવવા બાબતે ઘણી બધી માહિતી મેળવી. આશા રાખું છું કે આપેલી બધી સલાહને આપે અમલમાં...
વોટ્સએપ (WHATSAPP) ની નવી ગોપનીયતા નીતિ બાદ લોકો ટેલિગ્રામ (TELEGRAM) અને સિગ્નલ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. હવે લોકો વ્હોટ્સએપને પહેલાની...
સુરત: (Surat) શહેરમાં આમ તો ઉત્તરાયણના તહેવારને લઈ અનેક સરકારી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પણ ડ્રોનની મદદથી ટેરેસ પર નજર...
દુનિયાની 7 અજાયબી ફરવાના સ્થળોમાં મોખરે આવે છે, જો કે દુનિયામાં ઘણી સુવિધાના સાધનો પણ છે જે જોવા લાયક છે, જેમાં દુનિયાના...
NEW DELHI : કોરોના વિરુદ્ધની લડાઈમાં લોકોના જીવ બચાવવા માટે ચાઇનીઝ સાયનો વેક (SAINOVAC) વેકસીન (VACCINE) નાં તાજેતરનાં પરીક્ષણનાં પરિણામોથી બ્રાઝિલ (BRAZIL)...
આજકાલ લોકોની જીવનશૈલી અત્યંત વ્યસ્ત બની ગઈ છે. એમાં ય જો પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય તેવા કિસ્સાઓમાં તો પરિવાર અને બાળકો...
સુરત: ઉતરાણ( KITE FESTIVAL) માં અનેક લોકો માટે જીવનું જોખમ સમાન સિન્થેટિક દોરી પર પ્રતિબંધ હોવા છતાં વરાછા ખાતે સિન્થેટિક દોરી (SYNTHETIC...
સુરત: શહેરના પાલ વિસ્તારમાં આવેલા વોક વે ઉપર સહેલી સાથે નાઈટ વોકમાં નીકળેલી યુવતીને એક અજાણ્યા યુવકે ગુપ્તાંગ બતાવી અશ્લીલ હરકત કરી...
કોવિડ-19ના કહેર (CORONA PANDEMIC) વચ્ચે વેસ્ટર્ન રેલવેના મુંબઇ ડિવિઝને ખાસ કરીને વાપીથી વડોદરા વચ્ચે દોડતી લોકલ ટ્રેન બંધ કરી દીધી છે. બે...
નવી દિલ્હી (New Delhi): મંગળવારે સરકારે સંકેત આપ્યો હતો કે કોવિડ -19 રસી લેનારાઓને વર્તમાન કટોકટીમાં ઉપયોગ માટે માન્ય રસીની પસંદગી પસંદ...
હવે વોટ્સએપ (WHATSAPP) તેની નવી ગોપનીયતા નીતિ વિશે સ્પષ્ટતા આપી રહ્યું છે. આ જ ક્રમમાં વોટ્સએપે પણ અખબારોનો આશરો લીધો છે. વોટ્સએપે...
સુરત : વેસુમાં પાંચ વર્ષથી સ્પાની આડમાં ચાલતાં કુટણખાના (SEX RACKET) પર પોલીસની રેડ થતા માલિકો ફરાર થઇ ગયા હતા. શહેરના વેસુ...
મુંબઇ (Mumbai): ગેરકાયદેસર બાંધકામના (illegal construction) મામલામાં બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન BMC (Brihanmumbai Municipal Corporation) ના નિશાના હેઠળ આવેલા સોનુ સૂદની (Sonu Sood)...
સુરત: (Surat) 16મી જાન્યુઆરીથી દેશભરમાં કોવિડની વેક્સિનેશનની (Vaccination) કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સુરત શહેરમાં પ્રથમ તબક્કામાં 16મી તારીખથી 22 સ્થળો...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) પર સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (SOCIAL MEDIA PLATFORM) પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. માઇક્રો બ્લોગિંગ...
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
બારડોલી: (Bardoli) બારડોલીમાં બર્ડ ફ્લૂના વાવરને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. પરંતુ હજુ પણ પક્ષીઓના મરવાનો સિલસિલો જારી રહ્યો છે. બુધવારના રોજ બારડોલી તાલુકાના બાબેન ગામે એક ઘુવડનું પણ ભેદી સંજોગોમાં મોત થયું હતું. બીજી તરફ બારડોલી તાલુકાનાં માહયાવંશી મહોલ્લામાંથી પણ એક કાગડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. બંને પક્ષીઓનો વનવિભાગે કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે. મઢી ગામમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા બાદ તંત્ર દ્વારા ચિકન (Chicken) અને ઈંડાની (Egg) દુકાનો (Shops) બુધવારના રોજથી બંધ કરાવવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીમાં બર્ડ ફ્લૂ વકરી રહ્યો છે. મઢીની રેલ્વે કોલોની અને બારડોલીના મેમણ કબ્રસ્તાનમાંથી મળી આવેલા કાગડાના મોત બર્ડ ફ્લૂને કારણે થયા હોવાની પુષ્ટિ થયા બાદ તંત્ર દ્વારા આવશ્યક પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો કે હજી પણ તાલુકામાં છૂટછવાયા પક્ષીઓના એમાં પણ ખાસ કરીને કાગડાઓના મોત થઈ રહ્યા છે. બુધવારે સવારે બારડોલીના માહયાવંશી મહોલ્લામાં એક ઘરની અગાસી પરથી એક મૃત કાગડો મળી આવ્યો હતો. જેની જાણ બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેરની ટીમને થતાં તેમણે વનવિભાગ અને પશુપાલન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી અને કાગડાના મૃતદેહનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે.

ઘુવડની ચાંચમાંથી લોહી નીકળ્યા બાદ તેનું મોત થયું
બારડોલી તાલુકાના બાબેનગામે લેક સિટીમાં એક ઘરના વાડામાં એક ઘુવડ બીમાર હાલતમાં પડ્યું હોવાની જાણકારી ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટીમને મળી હતી. જે આધારે ટીમના સભ્ય ત્યાં પહોંચી ઘુવડને રેસક્યું સેન્ટર પર લઈ જવાયું હતું. જ્યાં ઘુવડની ચાંચમાંથી લોહી નીકળ્યા બાદ તેનું મોત થયું હતું. ઘુવડનો કબ્જો વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
બારડોલીમાં બર્ડ ફ્લૂ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી ચિકન-નોનવેજની દુકાનો બંધ
બારડોલી અને મઢી ગામમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા બાદ તંત્ર દ્વારા ચિકન અને ઈંડાની દુકાનો બુધવારના રોજથી બંધ કરાવવામાં આવી છે. જ્યાં સુધી બર્ડ ફ્લૂ પર નિયંત્રણ ન મેળવાય ત્યાં સુધી દુકાનો બંધ રાખવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
મઢી અને બારડોલીમાં મૃત કાગડાઓના સેમ્પલ પોઝિટિવ આવતા સુરત જિલ્લા કલેક્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોથી એક કિમીની ત્રિજ્યામાં કેટલાક પ્રતિબંધો લગાવી દીધા હતા. જેને અનુલક્ષીને ગતરોજ વિસ્તારમાં આવેલા તમામ મરઘાં કેન્દ્રો બંધ કરવવામાં આવ્યા હતા. ત્યારબાદ બુધવારથી ચિકન શોપ તેમજ ઈંડાની દુકાનો તેમજ નોનવેજનું વેચાણ કરતી લારી અને રેસ્ટોરન્ટને બંધ કરાવવામાં આવી છે.
કોરોના કાળમાં લોકડાઉન બાદ પડી ભાંગેલા વ્યવસાયને સેટ કરી રહેલા દુકાનદારો અને હોટેલ માલિકો પર બર્ડ ફ્લૂની આ નવી આફત આવી પડી છે. ફરી ધંધો રોજગાર બંધ રાખવાનો વારો આવતા પોલ્ટ્રી ઉદ્યોગ અને નોનવેજ ફૂડ સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલી વધી જવા પામી છે.