કોરોનાની મહામારી વચ્ચે ઉત્તરાયણને લઈ સુરતીઓ માટે આવ્યા આ સારા સમાચાર

સુરત: (Surat) શહેરમાં આમ તો ઉત્તરાયણના તહેવારને લઈ અનેક સરકારી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પણ ડ્રોનની મદદથી ટેરેસ પર નજર રાખવામાં આવશે. ત્યારે આ બધા વચ્ચે સુરતીઓ માટે સારા સમાચાર એ છે કે 14 અને 15 જાન્યુવારીના રોજ પવનની સરેરાશ ઝડપ 8-10 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. સવાર અને સાંજના સમયે 10-12 કિલોમીટરની ઝડપે રહેવાનો અનુમાન છે, પવનની (Wind) દિશા ઉત્તર-પૂર્વ રહેશે .શહેરમાં પતંગ (Kite) ઉડાડવા માટે ઉતરાયણ (Uttarayan) અને વાસીઉતરાયણના દિવસે આદર્શ પવનની ગતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

કોરોનાની મહામારી વચ્ચે ઉત્તરાયણને લઈ સુરતીઓ માટે આવ્યા આ સારા સમાચાર

ઉતરાણ પર્વ પર સુરતીલાલાઓને સૌથી વધારે ચિંતા પતંગ ઉડાવવા માટે પવનની ગતિની હોય છે. ત્યારે હવામાન વિભાગે ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણે પવનની સવાર-સાંજ ઝડપ 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાક જ્યારે બપોરે 8 થી 10 કિલોમીટર પ્રતિ કલાક હોવાની આગાહી કરતા પતંગ પતંગબાજોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે કોરોના કાળમાં સરકારના અનેક પ્રતિબંધો વચ્ચે જ્યારે પવન દેવ પ્રસન્ન રહેશે ત્યારે સુરતીઓનો ઉત્સાહ જોવા જેવો રહેશે. બીજી તરફ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર ગાત્રો થીજાવતી ઠંડીનો રાઉન્ડ આવે તેવી આગાહી કરવામા આવી છે.

કોરોનાના પ્રતિબંધો વચ્ચે ઉત્તરાયણમાં પતંગરસિકો માટે પવનની સારૂ ગતિ રહેવાના સારા સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, પવનની દિશા ઉત્તર પૂર્વ તરફથી પવન વહેતો રહેશે. મહત્વનુ છે કે, ઉત્તરાયણમાં પણ આ વર્ષે સારો પવન હોવાથી પતંગરસિકોમાં ખુશીનો માહોલ જોવા મળશે.

કોરોનાની મહામારી વચ્ચે ઉત્તરાયણને લઈ સુરતીઓ માટે આવ્યા આ સારા સમાચાર

સુરતીઓ હરાજીમાં ઉમટશે?

ઉતરાયણની તૈયારીઓ હવે અંતિમ તબક્કાઓમાં પહોંચી છે. શહેરના પતંગબજાર ભાગળ અને રાંદેરમાં માંજો ઘસાવવાની સાથોસાથ પતંગની ખરીદી જોરશોરથી ચાલી રહી છે. જો કે, પતંગ-દોરી વિક્રેતાઓ અને પતંગ (Kite) તૈયાર કરનારાઓનું કહેવું છે કે, રાત્રિ કરફ્યૂને લીધે આવતીકાલે બુધવારે 8થી 10 દરમિયાન શહેરના ડબગરવાડ-રાજમાર્ગ, કોટસફીલ રોડ, કાંસકીવાડ અને રાંદેરમાં પતંગની હરાજી થવાની શક્યતા છે. હરાજીમાં પતંગો સસ્તા મળતા હોવાથી વર્ષોની પરંપરા રહી છે કે સુરતીઓ ઉતરાયણની (Uttarayan) આગલી રાતે હરાજીમાં ખરીદી કરતા આવ્યા છે. તેને જોતા આજે પણ પતંગની હરાજી માટે સુરતીઓની ભીડ ઊમટવાની શક્યતા નકારી શકાય નહીં.

રાતનું તાપમાન ગગડીને 17 ડિગ્રી નજીક પહોંચ્યું
શહેરમાં વિતેલા 48 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 6 ડિગ્રી ગગડી આજે 17.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ સાથે જ આજે શહેરમાં વહેલી સવારે પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફૂંકાતા શહેરીજનોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. શહેરમાં આગામી બે-ત્રણ દિવસ જો ઉત્તરનો પવન ફૂંકાતો રહેશે તો તાપમાનનો પારો હજી એક થી બે ડિગ્રી ઘટે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. એટલે કે ઉત્તરાયણના દિવસે પણ લોકોને ઝડપી પવનો સાથે ઠંડીનો અહેસાસ થશે.

Related Posts