Top News

More Posts

   The Latest

Most Popular

સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (સુડા)ની બોર્ડ મીટિંગ મંગળવારે મળી હતી. જેમાં સુડાના નવા બજેટનાં આયોજનો બાબતે ચર્ચા કરવા ઉપરાંત નવા ડેવલપમેન્ટ પ્લાન સામે રજૂ થયેલા વાંધાઓની નોંધ લઈને સરકારને મોકલી આપવા સહિતના નિર્ણયો લેવાયા હતા. ખાસ કરીને રાજ્ય સરકારે બુલેટ ટ્રેન તેમજ કામરેજ-પલસાણા કોરિડોર માટે નક્કી કરેલી વધારાની એફએસઆઇ પર મંજૂરીની મહોર મારતો ઠરાવ પણ સુડાની બોર્ડ મીટિંગમાં કરી દેવાયો હોવાથી હવે સુડા વિસ્તારના વિકાસના દરવાજા પણ ખૂલી જવાની આશા ઊભી થઇ છે.

સુડાના ચેરમેન મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન કોરિડોર માટે 5.04ની એફએસઆઇ અને પલાસાણા-કામરેજ કોરિડોર માટે 04ની એફએસઆઇ આપવાનું નક્કી થયું છે. જેને સુડામાં મંજૂરી આપી દેવાતાં હવે આ વિકાસમાં ડેવલપમેન્ટ તેજ ગતિથી આગળ વધી શકશે. આ ઉપરાંત સુડાના નવા બજેટમાં સુડા વિસ્તારમાં સમાવિષ્ટ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન, કામરેજ-પલસાણા કોરિડોર સહિતના પ્રોજેક્ટ પર ભાર મૂકવાનું આયોજન કરાયું છે. સાથે સાથે સુડા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વધુ 400 આવાસ બનાવવાના આયોજનને પણ મંજૂરી આપવામાં આવી છે. આ તમામ આયોજનને પગલે સુરત મનપાની આસપાસના વિસ્તારના સુચારું વિકાસ આયોજનને પણ ગતિ મળવાની આશા તેણે વ્યક્ત કરી હતી.

To Top