Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી (New Delhi): પંજાબના ભટિંડા જિલ્લાના વિરક ખુર્દ ગામની પંચાયતે આંદોલનકારી ખેડુતોના (Farmers’ Protest) સમર્થનમાં એક વિચિત્ર ફરમાન આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગામના દરેક પરિવારનો એક સભ્ય તાત્કાલિક દિલ્હી બોર્ડર પર પહોંચે, નહીં તો તેમને 1500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. દંડની ચુકવણી નહીં કરવાથી સામાજિક બહિષ્કાર પણ થશે. પંજાબની અન્ય પંચાયતો પણ આવી દરખાસ્તને પસાર કરવાની તૈયારી કરી રહી છે.

26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસા અને ત્યારબાદ સરકારના કડક વલણને જોતા હવે ઘણા ખેડૂલ સંગઠનોએ આ આંદોલનમાંથી પોતાનો ટેકો પાછો ખેંચ્યો છે. આ જોતા ખેડૂત આંદોલન સમેટાઇ રહ્યુ હોય એવુ લાગે છે કારણ કે ઘણા ખેડુતોએ સ્વદેશ પાછા ફરવાનું શરૂ કરી દીધું છે. જો કે આ ઘટનાથી આંદોલનકારી ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં હવે પંચાયતોએ ખેડૂત આંદોલન ચાલુ રાખવા આ નવો ઉપાય શોધ્યો છે. પંજાબના નાના નાના ગામોમાં ગુરુદ્વારામાં જાહેરાત કરી કહેવામાં આવી રહ્યુ છે કે આંદોલન હજી ચાલુ છે, બધા દિલ્હી પહોંચી ગયા છે. કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરો.

પંચાયતના આદેશમાં જણાવાયું છે કે, આંદોલનમાં નુકસાન થયેલા વાહનને વળતર આપવાની જવાબદારી ગ્રામજનોની રહેશે. વિરક ખુર્દ પંચાયતના જાહેરનામામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આંદોલન માટે જતા સભ્યને ઓછામાં ઓછા સાત દિવસ ત્યાં રોકાવું પડશે. જો આંદોલનમાં કોઈના વાહનને કોઈ નુકસાન થાય છે તો તેનું નુકસાન ભોગવવાની જવાબદારી આખા ગામની રહેશે.

ભારતીય કિસાન સંઘ સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચી રહ્યું છે. આ સંઘ લોકોને સોશિયલ મિડીયા પરથી અપીલ કરી રહ્યુ છે કે, ‘ગામના ગુરુદ્વારા પરથી લોકોને સૂચના આપો કે દિલ્હી સરહદ પર આંદોલન ફરી શરૂ થયું છે. દરેક જણ શાંતિ આંદોલન પર બેઠા છે. ટીવી પર સમાચારોમાં આંદોલનકારીઓ પરત ફરી રહ્યા છે એવી અફવાઓ ફેલાઈ રહી છે. જો કે તે સાચ્ચુ નથી. સરહદ પર ભીડ બમણી થઈ ગઈ છે. દિલ્હીમાં ઇન્ટરનેટ બંધ છે, નહીં તો તમને લાઇવ આવીને ખરી પરિસ્થિતિ બતાવી હોત.’.

To Top