Top News

More Posts

   The Latest

Most Popular

       વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપીરોગના દવાખાના પાસે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા પાણીની રેલમછેલ થતા ચોમાસા જેવી દ્રશ્યો સર્જાઈ હતા. કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનના કારણે આ વિસ્તારના રહીશોને પાણી વગર વલખાં મારવા પડ્યા હતા.

  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નાગરિકોના ચોખ્ખું પાણી  આપી શકતી નથી નાગરિકો વેરો ભરે છે છતાં પણ નાગરિકોને પીવા માટે ગંદું  જીવડા વાળું અને  ગટરનું મિક્સ પાણી પીવાનો વારો આવે છે. કોર્પોરેશનના ભ્રષ્ટ  કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે નાગરિકોને ભોગવવું પડે છે.

કારેલીબાગ ચેપીરોગના દવાખાના પાસે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતા ઊંડો ખાડો પડી ગયો હતો અને પાણીની લાઇનમાંથી હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું હતું.  રસ્તા ઉપર પાણીની રેલમછેલ થઇ ગઇ હતી જેથી ચોમાસા દ્રશ્ય સર્જાઇ હતા.

રસ્તા પર અવરજવર કરતા નાગરિકોને પણ હેરાનગતિ થતી હતી. પાણીની મુખ્ય લાઈન તુટતા નાગરિકો પાણી વગર વલખા માર્યા હતા. પાણી ની મુખ્ય લાઈન તૂટી જતા રોડ પર રેલમછેલ થતા કોર્પોરેશન મોડેમોડે જાગ્યું હતું અને પાણી પુરવઠા વિભાગના એન્જીનીયરો સ્થળ પર પહોંચી ગયા હતા અને સમારકામ હાથ ધર્યું હતું.

To Top