Vadodara

મનમાની રીતે પ્રવેશ યાદી જાહેર કરી રહેલી શાળાઓ, વાલીઓને એકથી વધુ શાળામાં ફી ભરવાની મજબૂરી

       વડોદરા: શહેર-જિલ્લાની શાળાઓમાં હાલ એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આગામી સત્ર માટે શાળામાં ભરતી થનારા વિદ્યાર્થીઓની અંતિમ યાદી જાહેર કરવાની તારીખમાં કોઈ ચોક્કસ ગાઇડલાઇન્સ ન હોવાથી દરેક શાળા પોતાની મનમાની રીતે વિદ્યાર્થીઓની યાદી જાહેર કરી રહી છે.

જેના કારણે અસંખ્ય વાલીઓએ એકથી વધુ શાળામાં એડમિશન ફી ભરવાની નોબત ઊભી થઈ છે. એડમીશન ફી પરત ન આપવાની શરતે (નોન રીફંડેબલ) લીધી હોવાને કારણે વાલીઓ પર આર્થિક ભારણ વધે છે. આગામી શૈક્ષણિક વર્ષ 2021 – 22 માં એડમીશન લેનારા વિદ્યાર્થીઓ માટે ગત ડિસેમ્બર મહિનાથી અલગ અલગ શાળાઓમાં ફોર્મ ભરવા સહિતની એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે.

જે મુજબ ઘણી શાળાઓએ પોતાની અંતિમ યાદી જાહેર કરી દીધી છે અને આ માટેની વિદ્યાર્થી એડમિશન લે છે તે મુજબની એડમિશન ફી પણ વસુલી લીધી છે. મોટાભાગની શાળાઓ જો બાળક એડમિશન ન લે તો એડમિશન ફિ પરત નહીં આપવાની શરતે વસુલતી હોય છે. ત્યારે મોટાભાગના વાલીઓ કોઈ એક સ્કૂલમાં એડમિશન મળે તેની પર મદાર રાખી ન શકે. જેથી તમામ વાલીઓ એકથી વધુ શાળામાં એડમિશનની પ્રક્રિયા હાથ ધરતા હોય છે.

શાળાઓ દ્વારા મનમાની રીતે શાળામાં એડમીશન મેળવેલા વિદ્યાર્થીઓની યાદી ગમે તે સમયે યાદી જાહેર કરવામાં આવે છે. ચોક્કસ શાળામાં એડમિશન માટે ઇચ્છુક વાલીઓના વિદ્યાર્થીઓની યાદી જાહેર ન કરાતા એડમિશન મળવાનું નિશ્ચિત ન હોય તેવી શાળા છોડી અન્ય શાળામાં સુરક્ષાને ધ્યાનમાં લઇ વાલીઓ એકવાર ફી ભરી દેતા હોય છે.

સામાન્ય રીતે દરેક સ્કૂલ એડમિશન નક્કી કરવા પેટે રૂપિયા 10,000 અથવા તેથી વધુની રકમ વસૂલી લેતી હોય છે. ત્યારબાદ જો પાછળથી વાલીઓને પોતાના બાળક માટે જે ચોક્કસ શાળામાં એડમિશનની ઈચ્છા હોય એવી યાદીમાં પણ તેમનું નામ આવતા અગાઉ એડમિશન ફિ ભરી કન્ફાર્મ કરેલ શાળામાં ભરેલા નાણા તેમણે જતા કરવા પડે છે.

આ સ્થિતિમાં ઘણા વાલીઓએ લગભગ પોતાનો એક અથવા બે મહિના જેટલો પગાર બાળકના એડમિશન સુનિશ્ચિત કરવા પાછળ જતો કરી દેવો પડતો હોય છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર જો દરેક શાળા માટે એડમિશનની યાદી જાહેર કરવાની ચોક્કસ તારીખની ગાઈડલાઈન અમલ કરે તો વાલીઓનું હિત જળવાય અને ગરીબ તથા મધ્યમ વર્ગના વાલીઓએ બિનજરૂરી રીતે ઇચ્છુક ન હોય તેવી શાળામાં પણ મજબૂર થઇ એકવાર ફી ભરી દેવી પડતી હોય છે તેઓએ આ રકમ ગુમાવી ન પડે.

વિદ્યાર્થીઓના એડમિશનનો મુદ્દો અત્યંત સંવેદનશીલ હોઇ રાજ્ય સરકાર આ મામલે ઝડપથી પગલાં લે તેવી લોકલાગણી પવર્તિ રહી છે. ચોક્કસ ગાઇડલાઇન્સના અભાવે શાળા સંચાલકો તકવાદી વલણ અપવાની રહ્યા છે. નોન રીફંડેબલ એડમીશન ફી વાલીઓ પાસેથી વસુલીને કરોડો રૂપિયા કમાઇ રહ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top