નવી દિલ્હી (New Delhi): લદાખ બોર્ડર (Ladakh border) પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદનો હવે સમાધાન થઈ ગયું છે. ચીની...
તમને સાંભળીને આશ્ચર્ય થશે કે કોઈ દૂધ વેચવા માટે હેલિકોપ્ટર ખરીદી શકે છે, પરંતુ આ સાચું છે. હકીકતમાં મહારાષ્ટ્રના ભિવંડી શહેરમાં રહેતા...
100 અને 200 મીટરના નિષ્ણાત દેવડીગાએ છેલ્લી બે ટૂર્નામેન્ટમાં કુલ ચાર રાષ્ટ્રીય મેડલ (બે ગોલ્ડ અને બે સિલ્વર) જીત્યા છે. સંગીતકાર અને...
દાહોદ: દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ બાયપાસ હાઈવે પર આજરોજ વહેલી સવારે એક આઈ ટ્વેન્ટી ગાડીમાં બે વ્યક્તિઓ વિદેશી દારૂ ભરી પુરઝડપે અને...
મોડાસા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ અરવલ્લી પોલીસની ટીમ ચેકપોસ્ટો પર સઘન પેટ્રોલિંગ કરી રહી છે . ગઇકાલે મોડીરાત્રે વાહનચેકિંગ દરમ્યાન એક બેફામ...
સિંગવડ: સિંગવડ તાલુકા ની ૩ જિલ્લા પંચાયત મા 8 ઉમેદવાર જ્યારે 17 તાલુકા પંચાયત માં કુલ ૪૪ ઉમેદવારો ચૂંટણી માં ઝંપલાવ્યું સિંગવડ...
દાહોદ: દાહોદ અનાજ માર્કેટ (એ.પી.એમ.સી.)માં બે ઓફિસોની અંદર ગતરોજ મોડી રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ બે ઓફિસની દિવાલ તેમજ દરવાજાનું લોક તોડી પ્રવેશ...
NEW DELHI : ભિક્ષાવૃત્તિને દંડનીય ગુનો જાહેર કરતા કાયદાની માન્યતા પર સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) 5 રાજ્યોને નોટિસ ફટકારી છે. અરજદારે કહ્યુ...
બોમ્બે હાઈ કોર્ટે ( bombay highcourt) ભલે નિકિતા જેકબને ( nikita jacob) રાહત આપી હોય, પરંતુ દિલ્હી પોલીસના સૂત્રો કહે છે કે...
વડોદરા: પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા બુધવારે વડોદરા ડિવિઝનના ના ગેરતપુર-વડોદરા અને ડભોઇ-પ્રતાપનગર સેક્શનનું વાર્ષિક નિરીક્ષણ કરાયું હતું.નિરીક્ષણ દરમ્યાન, જનરલ...
ડભોઇ: ડભોઈ પંથકમાં ચૂંટણીનો દોર શરૂ થઈ ગયો છે. આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. ત્યારે ડભોઈ...
ડભોઇ: વસોના પીજ ગામે રહેતા સોફ્ટવેર એન્જિનીયરે કોરોના મહામારીના કારણે નોકરી ગુમાવી હતી. જેને પગલે પરિવારના ભરણ પોષણ માટે બે શખ્સ...
વડોદરા : પોલીસ તંત્ર અને કલેકટર બલેકટરને તો હું ગજવામાં મેકું છું દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનો વધુ એક હુંકાર જાહેર સભામાં કરતા...
વડોદરા : અધિકારીઓ સાંભળતા નહીં હોવાના આક્ષેપ સાથે લેંઘા કાંડ મામલે વિવાદમાં ઘેરાયેલા અને વૈભવી ગાડીઓમાં રોડ શો કરનારા વડોદરા શહેરના માંજલપુર...
રાજકારણ શતરંજની રમત છે. શતરંજમાં રાજા સિવાયનાં કોઈ પ્યાદાંની કિંમત હોતી નથી. શતરંજનો ખેલાડી રમત જીતવા માટે રાજા સિવાયનાં કોઈ પણ મહત્ત્વનાં...
સોશ્યલ મીડિયા (social media) ના આ યુગમાં ફેક ન્યૂઝ ( fake news) નો ટ્રેન્ડ ખૂબ સામાન્ય બાબત બની ગઈ છે. દિલ્હીમાં થયેલી...
વ્યકિત જીવનમાં કોઇપણ ક્ષેત્રે જેવા કે સંગીત, નાટયકલા, વિજ્ઞાન, શિક્ષણ, રાજકીય, વ્યાપાર કે સમાજસેવામાં, આગવી સિધ્ધી પ્રાપ્ત કરી, સમાજમાં એક સેલિબ્રીટી તરીકેનું...
જાણીતા સિંગર રીહાના તેમજ પર્યાવરણવાદી ટીનએજર ગ્રેટાએ ભારતમાં 75 દિવસથી અહિંસક રીતે ચાલતા કિસાન આંદોલનને સમર્થન આપતા, આપણા વિદેશ મંત્રાલયે નિવેદન જારી...
GANDHINAGAR : દેશમાં કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે ત્યારે તેનો વિરોધ કરવા માટે કોંગીના નેતા પરેશ ધાનાણીએ અનોખી રીત અપનાવી...
હાલમાં વર્તમાનપત્રમાં જાણવા મળ્યું કે એક યુવકે એક યુવતીને ભોળવીને એની સાથે શારીરિક સબંધ બાંધ્યો અને લગ્ન કરવાની ના પાડે છે. હવે...
થોડા દિવસો પહેલાં શહેરના પ્રખ્યાત રંગઉપવન પાસેથી પસાર થવાનું થયું ત્યારે મહાનગરપાલિકાની ઝોનલ ઓફીસને અડીને આવેલી રંગઉવનની સફેદ ભીંત ઉપર લાલ અને...
નવી દિલ્હી (New Delhi): પૂર્વી લદ્દાખના (Eastern Ladakh) પેંગોંગ ત્સોની (Pangong Lake) કેટલીક સેટેલાઇટ તસવીરો સામને આવી છે. જે આશ્ચર્યચકિત કરનારી છે....
આ વખતનું ખેડૂતોનું આંદોલન ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. બહુધા આંદોલનો કંઈક ને કંઈક માંગણીને લઈને થતાં હોય છે. જ્યારે આ વખતનું ખેડૂત...
તા.૨૬ ડિસેમ્બર ૨૦૨૦ના ‘ગુજરાતમિત્ર’ના તંત્રીલેખવાળા પાના ઉપર શ્રી દિલીપસિંહ ક્ષત્રિય દ્વારા તેમની કટાર ‘ ગુજરાત ૩૬૦ ‘ અંતર્ગત જે માહિતી આપવામાં આવી...
31મી જાન્યુ. ‘ગુજરાતમિત્ર’ દૈનિકની રવિવારીય પૂર્તિ અંતર્ગત શ્રી વિન્સી મર્ચન્ટના કબીરા ખડા બાજારમેં પારસી કોમની વસ્તી ઇરાનમાં વધી રહી છે. પારસી કોમ...
યુપીના (up) મુઝફ્ફરનગર ( mujjafarnagar) માં મંગળવારે રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો. હાઇવે પર ત્યારે ખુશીનો માહોલ હતો તે થોડીવારમા દુ:ખમાં ફેરવાઇ...
એક રાત્રે એક માણસને ખૂબ જ વિચિત્ર સપનું આવ્યું.સપનું કંઈક આવું હતું. ‘માણસે સપનામાં પોતાની જાતને એક પાંખવાળા માણસના રૂપમાં જોઈ.તેના હાથ...
નવી દિલ્હી (New Delhi): આજે ખેડૂત ફરી સરકારના નવા કૃષિ કાયદાઓનો (agriculture law 2021) વિરોધ કરવા મોટુ પગલુ લેવાના છે. ખેડુતો વતી...
પ્રચારતંત્ર કેવું અસરકારક હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ એટલે ખભે બકરી લઈને જતા બ્રાહ્મણ અને તેને મળેલા ત્રણ ઠગોની વાર્તા. પોતાના આયોજન...
આઝાદી પછી ભારતના વિકાસનો એક ચતુષ્કોણ રચવામાં આવ્યો હતો. એક ખૂણો ઉદ્યોગપતિઓનો હતો જેણે ભારતનું ઔદ્યોગિકીકરણ કરવાનું હતું અને એ રીતે રાષ્ટ્રીય...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
નવી દિલ્હી (New Delhi): લદાખ બોર્ડર (Ladakh border) પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદનો હવે સમાધાન થઈ ગયું છે. ચીની સેનાએ પણ એલએસી (LAC) પરથી પીછેહઠ શરૂ કરી છે, જેની તસવીરો પણ બહાર આવી છે. પરંતુ આ મુદ્દે હજી પણ સરકારની ટીકા થઇ રહી છે, ખાસ કરીને વિપક્ષ હજી ચીન મુદ્દે કેન્દ્રની ભાજપ સરકારની ભૂલો કાઢી રહ્યુ છે. શિવસેનાએ ગુરુવારે તેના મુખપત્ર સામના (samna) માં આ જ મુદ્દા પર એક લેખ લખ્યો હતો અને કેન્દ્ર સરકારને આડા હાથે લીધી હતી. સામનામાં લખ્યું છે કે, ‘જો આપણા વિસ્તારમાં કોઈ સૈન્યએ પ્રવેશ કર્યો ન હતો, તો તે કેવી રીતે પાછું ફરી રહ્યું છે?’.

શિવસેનાએ સામના દ્વારા કહ્યું છે કે, ‘ચીનની સેના જે ભારતની સીમમાં પ્રવેશી છે તે પાછી ફરી રહી છે અને આ ઘટનાની રાજકીય ઉજવણી શરૂ થઈ ગઈ છે. આખા વર્ષ દરમિયાન ચીની સેનાએ લગભગ 20 કિલોમીટર સુધી આપણી જમીનમાં ઘૂસણખોરી કરી હતી, તે ચીન સાથે અથડામણ દરમિયાન આપણા 20 સૈનિકો ગાલવાન ખીણમાં માર્યા ગયા હતા. સૈનિકોના બલિદાન પર, વિરોધીઓએ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમને ઘેરી લીધા હતા. તે દરમિયાન, વડા પ્રધાન (prime minister Narendra Modi) સહિત ભાજપના ઘણા નેતાઓ અને મંત્રીઓ ઘણા મુદ્દાઓ પર બોલતા રહ્યા, પરંતુ જ્યારે તેમને ચીની ઘુસણખોરી વિશે પૂછવામાં આવે છે તો તેઓ છટકી જાય છે.’.

આગળસ કહેવામાં આવ્યુ છે કે ચાર દિવસ પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ( Rajnath Singh) સંસદમાં માહિતી આપી હતી કે ચીન સાથે સમજૂતી થઈ છે. વડા પ્રધાન મોદી બે મહિના પહેલા કહેતા હતા કે ચીને અમારી સરહદમાં ઘુસણખોરી કરી નથી, તે જ વડા પ્રધાન હવે એમ કહી રહ્યા છે કે ચીને અમારી જમીન પરથી કબજો છોડી દીધો છે. મતલબ કે ચીન દ્વારા આ ઘૂસણખોરી થઇ હતી અને વડા પ્રધાન ખોટું બોલી રહ્યા હતા. હવે આ બાબતે રાજકીય વિજયની ઉજવણીઓ શરૂ થઈ છે, પ્રચાર કરવામાં આવે છે અને આ માટે અભિયાન ચાલી રહ્યું છે.

કેન્દ્રને નિશાન બનાવતા સામનાએ લખ્યું હતું કે સવાલ ફક્ત એટલો જ છે કે ચીની સેના ( chine army– PLA) એક ઇંચ પણ આપણી સરહદમાં પ્રવેશ કર્યો નથી તો ચીની સૈન્યની પીછેહઠને લઇને આટલી ઉજવણી શા માટે? જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા આ મુદ્દે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને કાયર કહ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે મોદી સરકારે ચીન સામે નમતું ઝોક્યુ છે.