Top News

More Posts

   The Latest

Most Popular

16 ટાટા ગ્રુપ અંદાજિત 9,500 કરોડના ખર્ચે ઓનલાઈન કરિયાણા વેન્ચર બિગબાસ્કેટમાં 68% હિસ્સો ખરીદશે. ટાટા ગ્રૂપ ઓનલાઈન વ્યાપાર માટે એક સુપર એપ્લિકેશન લોન્ચ કરવાની પણ યોજના ધરાવે છે. જેમાં, બિગબાસ્કેટની ઘર વપરાશની સામગ્રી અને કરિયાણાની પ્રોડક્ટસની મોટી શ્રેણી ઉપલભ્ધ કરાવવામાં આવશે.

જેના દ્વારા ટાટાને મોટો યુઝર બેઝ મળશે.
કોરોના મહામારી બાદ દેશભરમાં કરિયાણાના ઓનલાઈન વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ટાટાની વ્યૂહરચના ભારતના ઇ-કૉમર્સ માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવાની છે. ત્યારબાદ, ટાટા રિલાયન્સ અને એમેઝોન સહિતની અન્ય અગ્રણી ઇ-કૉમર્સ કંપનીઓને ટક્કર આપશે.

બિગબાસ્કેટમાં ચીનની રિટેલ કંપની અલીબાબાની 29% ભાગ છે. જેને તે વેચવા માંગે છે. બિગબાસ્કેટમાં આ ઉપરાંત અબરાજ ગ્રુપ (16.3%), એક્સેન્ટ કેપિટલ (8.6%), હેલિયન વેન્ચર પાર્ટનર્સ (7%), બેસેમ્મર વેન્ચર પાર્ટનર્સ (6.2%), મીરાઇ એસેટ નવર એશિયા (5%), ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (4.1%), સેન્ડ્સ કેપિટલ (4%) અને સીડીસી ગ્રુપની (3.5%) ભાગીદારી છે.

બિગબાસ્કેટ ભારતનું સૌથી મોટું ઓનલાઈન ફૂડ અને કરિયાણા વેચતા પ્લેટફોર્મમાંથી એક છે. આ પ્લેટફોર્મમાં એક હજાર કંપનીઓના અંદાજિત 40 હજાર પ્રોડક્ટસ ઉપલબ્ધ છે. કંપનીનો વ્યાપાર દેશના 26 શહેરોમાં ફેલાયેલો છે.

To Top