ahemdabad : અમદાવાદ સહિત રાજ્યભરની છ મહાનગરપાલિકાઓમાં રવિવારે સામાન્ય ઘટનાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ મતદાન ( voting) યોજાયું હતું. અમદાવાદમાં પણ છુટપુટ ઘટનાઓને...
અમદાવાદ શહેરમાં રવિવારે સવારથી જ મતદારોમાં મતદાનને લઈને કોઈ ખાસ ઉત્સાહ જણાતો ન હતો. અમદાવાદ ( ahemdabad) માં ધીમી ગતિએ મતદાન શરૂ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં ગત ચૂંટણી કરતા 6 ટકા ઓછું એટલે કે માત્ર 42.82 ટકા જ મતદાન...
કોરોના સંક્રમણને કાબુમાં લેવા પોલીસ કમીશનર તથા સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડેલા જાહેરનામા તથા ગાઇડલાઇનને કારણે આજે તેના સુખદ પરિણામરૂપે કોરોનાના નવા...
આજે લોકોનું આયુષ્ય દવાઓને કારણે ખૂબ વધી ગયું છે, પરિણામે વૃધ્ધો અને વૃધ્ધાઓની સંખ્યા ખુબ વધી ગઇ છે. આવે સમયે વધુને વધુ...
વિશ્વમાં રહેનાર પ્રત્યેક મનુષ્યે હંમેશા વિશ્વની બનાવેલ વસ્તુઓના વખાણ કર્યા છે. અમેરિકા, રશિયા, ચીન-જાપાન, આફ્રિકા, સાઉથ આફ્રિકા પોતે પોતાના દેશોના વખાણ કરે...
મોંઘવારી વધતી જાય છે. જરૂરિયાતો વધતી જાય છે. આજના માણસમાં પ્રામાણિકતા, સાદાઇ, નિષ્ઠા, કરકસર જેવા જીવન મૂલ્યો ઘસાતા જાય છે. તેના વિવેકની...
ઓશો જેવા અધ્યાત્મ જગતમાં જીવનરાહ ચીંધનાર સમર્થ ગુરુને પણ વેચીને રોકડા કરી લેવાની પ્રવૃત્તિ થાય તે અધ્યાત્મ જગતમાં ઘાતક અને અકલ્પનીય છે....
શેરબજાર ( stock market) માં સતત ચાર સત્રના ઘટાડા બાદ સોમવારે થોડો વધારો જોવા મળી રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ ( bse sensex)...
પંજાબની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય ખરેખર આશ્ચર્યજનક નથી. શાસક પક્ષ સામાન્ય રીતે સ્થાનિક ચૂંટણી જીતે છે. જોકે આશ્ચર્યજનક બાબત એ હતી કે...
મુંબઇ,તા. 21: મહારાષ્ટ્ર સરકારે ધાર્મિક, રાજકીય, સામાજિક કાર્યક્રમો સહિતના તમામ જાહેર કાર્યો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે...
અંકલેશ્વર: (Ankleshwar) દેશમાં પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel) વધતાં ભાવો વચ્ચે હવે ઉદ્યોગોને પણ સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. અંકલેશ્વરમાં...
સુરત: (Surat) સુરત માટે અતિ મહત્ત્વના અને ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ (Metro Rail) માટે પ્રથમ ફેઝ એટલે કે સરથાણાથી ડ્રીમ સિટીના...
સુરતમાં (Surat) કેટલાક વિસ્તારો બાદ કરતાં મોટાભાગે મતદાન કેન્દ્રો નીરસ રહ્યાં હતાં. જોકે વહેલી સવારે તેમજ મતદાન પુરું થવાના સમયે લોકોમાં થોડોક...
સુરત મહાનગરપાલિકા (ની ચૂંટણીમાં જીવનના પ્રથમવાર અને એક ઉંમરના પડાવ પર પહોંચેલ વૃદ્ધ નાગરિકોએ પણ લોકશાહી પર્વની ઉજવણી કરી લોકોમાં દાખલો બેસાડ્યો...
સુરત: આમતો સુરત શહેરમાં એકંદરે મતદાનનો માહોલ સુસ્ત રહ્યો હતો પરંતુ કેટલાક વિસ્તારોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને પહેલીવાર...
રશિયાના આરોગ્ય વિભાગે સૌ પ્રથમ માણસોમાં બર્ડ ફ્લૂના ( bird flu) વાયરસના સંક્રમણની પુષ્ટિ કરી હતી અને અહેવાલ આપ્યો હતો કે મરઘાં...
કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamta Banerjee) માટે મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે....
ગાંધીનગર (Gandhinagar): આજે રાજ્યની 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટણી (Local Body Polls, 2021) છે. જેમાં અત્યાર સુધીમાં ખૂબ ઓછું મતદાન થતા દરેક રાજકીય...
સુરત : શહેરમાં શનિવારે જુદા જુદા વિસ્તારમાં ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરમાં આગની ત્રણ ઘટના બની હતી. જેમાં આગની જ્વાળા લાગતા ત્રણ વ્યકિત દાઝયા...
સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહત્વનો દિવસ એટલે મતદાનનો દિવસ કહેવાય પરંતુ રાજ્યમાં આ વખતે મતદાન પર જાણે કે કોરોનાના ભયનું સંક્રમણ ફેલાયું...
મહારાષ્ટ્ર ( maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સાંજે સાત વાગ્યે રાજ્યની જનતાને સંબોધન કરશે. મુખ્યમંત્રીના આ સંબોધનને લઇને અનેક અટકળો ચાલી...
અમેરિકા, કોલોરાડો (Colorado)માં એક ભયંકર અકસ્માત ટળી ગયો હતો. જ્યારે એક વ્યવસાયિક વિમાનના એન્જિનમાં આગ (fire in flight engine) લાગી ત્યારે અહીં ઇમરજન્સી...
ગાંધીનગર (Gandhinagar): ગુજરાતના 6 શહેરો -અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં આજે મહાનગર પાલિકાનું (Local Body Polls 2021) મતદાન છે. ગુજરાતના...
સુરત (Surat): મહાનગર પાલિકા (Municipal Corporation Elections) ની 30 વોર્ડ અને 120 બેઠકો માટે આજે 60 લાખથી વધુ મતદારો મતદાન કરી શકે...
એક વાઇલ્ડલાઇફ ( WILD LIFE ) ફોટોગ્રાફરે ( PHOTOGRAPHER) પીળા પેન્ગ્વીનનો ફોટો ક્લિક કર્યો. તે સમજી શકાય છે કે પીળા રંગના પેન્ગ્વિન...
ગુજરાતની મહાનગરપાલિકાઓ પૈકીની સૌથી વધુ રાજકીય ઉતરચડાવ જોતી સુરત પાલિકામાં ( surat palika ) આજે સવારથી જ રાજકીય પાર્ટી ( political party)...
દેશમાં છેલ્લા કેયલાક દિવસથી કોરોનાએ (Corona Virus/ Covid-19) ફરી માથું ઉચક્યુ છે. શુક્રવારે દેશમાં 29 જાન્યુઆરી પછી પહેલીવાર મોટી સંખ્યામાં કોરોનાના નવા...
નવી દિલ્હી (New Delhi): ભારત અને ચીન (INDIA CHINA FACE OFF) વચ્ચે શનિવારે લશ્કરી વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાયો હતો. વાતચીતનો દોર શનિવારની...
નાગાલેન્ડ ( Nagaland) વિધાનસભાએ રાજ્યની રચનાના 58 વર્ષમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રગીત ( national anthem) સાથે સત્રની શરૂઆત કરી. આ ઇતિહાસ લગભગ...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ahemdabad : અમદાવાદ સહિત રાજ્યભરની છ મહાનગરપાલિકાઓમાં રવિવારે સામાન્ય ઘટનાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ મતદાન ( voting) યોજાયું હતું. અમદાવાદમાં પણ છુટપુટ ઘટનાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ ધીમુ મતદાન યોજાયું હતું. જ્યારે કોગ્રેસ ( congress) દ્વારા આચારસંહિતા ભંગની ચાર ફરિયાદો સામે આવી હતી. જ્યારે ઠેરઠેર ભાજપ ( bhajap) અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. આ ઉપરાંત 38થી વધુ મતદાન કેન્દ્રોમાં ઇવીએમ મશીન ખોટકાતા મતદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નરોડામાં બોગસ વોટીંગનો મામલો સામે આવ્યો હતો તો ખાડિયામાં ભાજપ-કોગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા.

અમદાવાદમાં રવિવારે સવારથી જ ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું. મતદારોમાં કોઈ ખાસ ઉત્સાહ જણાતો ન હતો. પરિણામે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો મતદારોને બુથ મથક સુધી મતદારોને લઈ આવવા માટેની મથામણમાં લાગ્યા હતા. આ સાથે જ અમદાવાદ શહેરમાં વટવા, મેઘાણીનગર, નિકોલ, અસારવા વગેરે સ્થળોએ ભાજપ ( bhajap) અને કોંગ્રેસના (congress) કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા, તો વળી કેટલાય મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન ખોટકાતા મતદારોને અડધો કલાકથી 10 મીનીટ સુધી લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું. અમદાવાદ શહેરમાં મકતમપુરા ખાતે ઇવીએમ મશીન ( evm machine) બંધ થવાની ફરિયાદ થવા પામી હતી.

તેવી જ રીતે અસારવા બુથ નંબર 46 ખાતે પણ ઈવીએમ મશીન ખોટકાયું હતું. કલાક સુધી મતદાન અટકી પડતાં મતદારોએ હોબાળો મચાવ્યો હતો. આથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ઇવીએમ મશીન ખોટકાઈ જતાં ઉમેદવારોએ પણ ચૂંટણી પંચમાં તેની જાણ કરી હતી, અને ઝડપથી નવું મશીન મૂકવામાં આવે તે માટે રજૂઆત પણ કરી હતી. જોકે એક કલાક બાદ ફરી મતદાન શરૂ થયું હતું. વટવામાં પણ મત કેન્દ્રની બહાર નાસિકમુલ્લા તથા મુન્નાભાઈ નામના બે માથાભારે શખ્સો દ્વારા મતદાન કરવા જતા મતદારોને અટકાવવામાં આવતાં હોવાની ફરિયાદ પણ પોલીસને કરવામાં આવી હતી.
શહેરના નવરંગપુરા વિસ્તારમાં પંકજ વિદ્યાલય ખાતે મતદાન કરવા આવેલી એક મહિલાનો વોટ અગાઉથી જ નંખાઈ ગયો હતો. આ મહિલાનો વોટ કોણ કરી ગયું હતું, તે અંગે કોંગ્રેસ દ્વારા તપાસની માગણી કરવામાં આવી છે. નવરંગપુર ખાતેની પંકજ વિદ્યાલય ખાતે મહિલા જ્યારે મતદાન કરવા માટે આવી, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તમારું વોટીંગ થઈ ગયું છે. પરંતુ આ મહિલાએ મતદાન કર્યું જ ન હતું.