સુરત: (Surat) રાતે આઠ વાગે કરફ્યુ લાગુ થાય તે પહેલા ઘરે પહોંચવાની ઉતાવળમાં વરાછા રચના સર્કલ પાસે છેલ્લા બે દિવસથી વાહનોની ભીડ...
બાલાજી ભારત રુદ્રવાર અને તેની પત્ની આરતી બાલાજી રૂદ્રવાર બુધવારે ન્યુજર્સીમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેના પાડોશીઓએ છોકરીને રડતા...
SURAT : યુવતીને કચડી નાંખનાર પીધ્ધડ અતુલ વેકરિયા ( ATUL VEKRIYA ) પર પોલીસ પહેલેથી જ મહેરબાન છે. તેમાં પણ હવે કોવિડના...
સુરતના કતારગામ (katargam) વેડરોડથી કતારગામ ગોટાલાવાડીને જોડતા બ્રીજ (flyover bridge)નું કામ ઘણા સમયથી પૂરું થઇ ગયું હતું ત્યાં ઘણા સમયથી પ્રજાને પણ...
સુરત: (Surat) સામાન્ય પ્રજા પાસેથી પોલીસ (Police) માસ્ક (Mask) વગર ગાડી ચલાવનારાઓને રૂપિયા ૧૦૦૦નો દંડ કરે છે. આ જુઓ સુરતના સિંઘમ કે...
સુરત: (Surat) સુરતની સીવીલ અને સ્મીમેર હોસ્પિટલમાં લોકો રેમેડેસિવિર ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે ત્યારે હવે સુરત મહાનગર પાલિકાનું વિરોધપક્ષ લોકો...
કૃષિ કાયદા ( AGRICULTURE LAW )ને રદ કરવાની માંગ સાથે ખેડૂત સંગઠનો દ્વારા આંદોલન કરી શનિવારે કેએમપી (કુંડલી-માનેસર-પલવાલ) એક્સપ્રેસ વેને ( KMP...
સુરત: (Surat) વરાછા વિસ્તારમાં રહેતો એક નેપાળી યુવક રવિવારે સિવિલમાં (Civil Hospital) દાખલ થયા બાદ ગુમ થઇ જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે....
સુરત: (Surat) મુખ્યમંત્રી વિજય રૂપાણીને (CM Rupani) સુરતમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે (C R Patil) ઉપલબ્ધ કરાવાયેલા રેમડેસિવીર ઈન્જેક્શન અંગે પૂછતા તેમણે કહ્યું હતું...
દેશમાં એક તરફ કોરોના ઇન્ફેક્શનનો ખતરો છે અને બીજી તરફ ખેડુતો આંદોલન કરી રહ્યા છે. દરમિયાન, જ્યારે ખાતરના ભાવમાં વધારાના સમાચાર આવ્યા ત્યારે...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની બીજી મેચમાં અહીં આવતીકાલે શનિવારે જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો મેદાનમાં ઉતરશે ત્યારે...
BIHAR : બિહારના કિશનગંજથી એક હ્રદયસ્પર્શી સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળ સરહદે દરોડા પાડવા ગયેલા કિશનગંજ ટાઉન પોલીસ સ્ટેશન ( TOWN...
સુરતમાં બીજેપી કાર્યાલય પર રેમડેસિવીર ઇન્જેક્શન વહેંચણી થતા આપ દ્વારા ઘણા પ્રશ્નાર્થ કરવામાં આવ્યા છે, અને જણાવાયું છે કે “જરૂરી દવાઓ અને...
કોરોના ( corona ) રોગચાળાની ચોથી લહેરનો સામનો કરી રહેલા દિલ્હીમાં શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ ચેપ 13 મહિનામાં બીજી વખત...
વોટ્સએપ એક ખૂબ જ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન ( MESSAGING APP) છે. ગોપનીયતા વિવાદમાં આવ્યા પછી પણ, તે હજી પણ ઘણા લોકોની પ્રાથમિક...
પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાની ચૂંટણી દરમિયાન સીએપીએફ એટલે કે સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સના કથિત ફાયરિંગ દરમિયાન ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. પ્રાપ્ત માહિતી...
GANDHINAGAR : રાજયમાં એક તરફ કોરોનાના ( CORONA) કારણે 42 દર્દીઓનું મોત નીપજયું છે, તો બીજી તરફ ગાંધીનગરમાં પણ કોરોનાએ 24 જેટલા...
Ahmadabad : અમદાવાદ, સુરત ( Surat ) સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું જોરદાર આક્રમણ ચાલી રહ્યું છે. જેના પગલે કોરોના (corona) દર્દીઓની સ્થિતિ...
GANDHINAGAR : રાજયના અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર અને સુરતમાં તા.11 થી 17મી એપ્રિલ દરમ્યાન લોકડાઉન ( LOCK DOWN) આવશે તેવી આપાતકાલિન...
સુરતમાં એક તરફ કલેક્ટર દ્વારા રેમડેસીવીર ઇન્જેકશન ખાનગી હોસ્પિટલોના દર્દીઓને નહી મળે એવી વાત કરાયા પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 5000 ઇન્જેક્શન...
ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં યુએસ નેવી ( US NAVY) દ્વારા ઓપરેશન ( ORATION) થયાના સમાચાર છે. યુએસ નેવીએ ટ્વીટ કરીને આ વિશે...
કોવિડ ( COVID) વાળા વર્ષે પણ સરકારના આવકવેરા ( INCOME TAX) માંથી મહેસૂલ સંગ્રહમાં વધારો થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ...
કોરોના વાયરસની ( corona virus) બીજી લહેર દેશમાં પાયમાલ કરી રહી છે. શનિવારે શરૂઆતથી અત્યાર સુધી કોરોના વાયરસએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા...
ગ્લોબલ હેલ્થકેર કંપની જ્હોનસન એન્ડ જ્હોન્સન તેની સિંગલ ડોઝ કોવિડ-19 વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ માટે ભારત સરકાર સાથે ચર્ચા કરી રહી હોવાનો દાવો...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોવિડ -19 રસી નિકાસ પર તાત્કાલિક રોક લગાવવા અને જેને જરૂર...
સ્ટારલિંક પ્રખ્યાત ઉદ્યોગપતિ એલોન મસ્કની એક કંપની છે. આ કંપની અંતર્ગત મગજ મશીન ઇન્ટરફેસ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કંપની આ પહેલા...
તુર્કીમાં અને પોલેન્ડમાં હોસ્પિટલો ઝડપથી ભરાઇ રહી છે. કોરોનાવાયરસના ચેપના કેસોમાં ઉછાળાને કાબૂમાં લાવવા પાકિસ્તાન ડોમેસ્ટિક મુસાફરીઓ પર નિયંત્રણો લાદી રહ્યું છે....
આગામી દસમી જૂને પ્રિન્સ ફિલિપનો ૧૦૦મો જન્મ દિવસ આવી રહ્યો હતો પરંતુ તેના થોડા મહિનાઓ પહેલા જ તેઓ અવસાન પામતા સદી ચુકી...
ઇજિપ્તમાં એક સ્થળે રેતાળ જમીનની નીચે દબાયેલું લગભગ ૩૦૦૦ વર્ષ જુનું શહેર મળી આવ્યું છે જેને તેની સમૃદ્ધિના કારણે સોનેરી શહેર પણ...
પરપ્રાંતીય કામદારો તેમના વતન તરફ હિજરત કરી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે રેલવેએ શુક્રવારે કહ્યું હતું કે ટ્રેન સેવાઓ ઘટાડવા અથવા બંધ કરવાની...
જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં ગડોથ પ્રાથમિક શાળાના બે શિક્ષકોનું સન્માન
રૂ.3.50 લાખના ચેક રિટર્ન કેસમાં ફરિયાદી લ્હેણું સાબિત ન કરી શકતા હાલોલ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો
શાળાઓને ધો.10ના આંતરિક ગુણ અપલોડ કરવા શિક્ષણ બોર્ડનો આદેશ
ઉમરેઠના પણસોરામાં કારનો કાચ તોડી રોકડા 80 હજારની ઉઠાંતરી થઇ
બુટલેગરની નવી તરકીબ—કારમાં ત્રણ ગુપ્ત ટાંકીઓ બનાવી 245 લિટર દારૂની હેરાફેરી
આણંદમાં પેટ્રોલ પંપના કર્મચારી પર ચાર માથાભારે શખસોનો હુમલો
હરણી વિસ્તારમાં ભયાનક આગની ઘટના, ચાલુ કાર આગનો ગોળો બની
વડોદરા મહાપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણી એપ્રિલ–મે માસમાં થવાની સંભાવના
ચાહકોને અરિજીત સિંહનું હવે નવું રૂપ જોવા મળશે
પાર્કિંગના વિવાદે ધારણ કર્યું લોહિયાળ સ્વરૂપ, પાડોશીએ જ પાડોશી પર કર્યો ચપ્પુથી જીવલેણ હુમલો
સુરતના આ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, આ રીતે થયો પર્દાફાશ
વાલક પાટિયામાં સાડા ત્રણ વર્ષના માસૂમ પર શ્વાનનો હુમલો, 30 ટાંકા લેવા પડ્યા
IND vs PAK મેચ પર સૂર્યકુમાર યાદવનું નિવેદન: તેમણે ના પાડી, અમારી ફ્લાઇટ બુક છે
વડસર રેલવે ટ્રેક પાસેના કચરામાં આગ લાગતા તંત્ર દોડતું થયું
વડોદરામાં પાલિકાની ‘ખાડા’ નીતિ: એન્જિનિયરોની લાપરવાહીમાં રાજમહેલ રોડ પર ટ્રક ગરકાવ!
દીકરીના લગ્નની તારીખે જ બિલ્ડર તુષાર ઘેલાણીનું અવસાન, કાર્ડિયાક અરેસ્ટને કારણે અંગદાન ન થઈ શક્યું
વડોદરા : ઓનલાઇન ‘તીન પત્તી’ ગેમના વ્યસનથી પતિ ભટક્યો, રૂ.6 લાખનું દેવું કર્યું
2004 પછી પહેલી વાર એવું બન્યું કે લોકસભામાં PMના ભાષણ વિના આભાર પ્રસ્તાવ પસાર થયો
ભારત-યુએસ ટ્રેડ ડીલથી ‘ન્યૂ ઈન્ડિયા’ની વૈશ્વિક શક્તિ પ્રગટ થઈ – ભૂપેન્દ્ર પટેલ
વડોદરા પાલિકાનું ‘બુલડોઝર’ ફર્યું: ભૂતડીઝાંપાથી ફતેપુરા સુધીના માર્ગો દબાણમુક્ત
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીની તૈયારી શરૂ, ઇવીએમની ચકાસણી
હાવડા–અમદાવાદ એક્સપ્રેસમાંથી રૂ.6.18 લાખનો 12.360 કિલો ગાંજાનો જથ્થો જપ્ત
પાવાગઢ કાલિકા માતાજી મંદિર ખાતે ચાલી રહેલા મહાયજ્ઞમાં 6 કરોડ મંત્ર આહુતિ પૂર્ણ
પેટલાદમાં પાર્ટી પ્લોટ નજીક પાર્ક કરેલી કારમાંથી દાગીના અને રોકડની ચોરી
ધો. 12 સાયન્સના પ્રેક્ટિકલના ગુણ વેબસાઇટ પર શાળાએ ઓનલાઇન ભરવાના રહેશે
કોમનવેલ્થ માટે અમદાવાદ ચકાચક થશે
ટેરિફ કટ હીરાઉદ્યોગ માટે સંજીવની
દિનશા પટેલ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ સહિત 5 સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
ડભોઈ તાલુકાના ફરતિકુઇ પાસે મંજૂરી વગર પાણીની પાઇપલાઇન નાખતા બિલ્ડર સામે વિવાદ
TATમાં અનામત ઉમેદવારો માટે પાસિંગ માર્ક્સ 55 ટકા
સુરત: (Surat) રાતે આઠ વાગે કરફ્યુ લાગુ થાય તે પહેલા ઘરે પહોંચવાની ઉતાવળમાં વરાછા રચના સર્કલ પાસે છેલ્લા બે દિવસથી વાહનોની ભીડ સાથે ટ્રાફિક જામ થવાના વીડિયો વાયરલ થયા પછી વહીવટી તંત્રએ સુરત ડાયમંડ એસોસિયેશનને (Surat Diamond Association) કારખાનાઓ તબક્કાવાર બંધ કરવા અને કારીગરોને તે મુજબ સાંજ છથી સાત વાગ્યા દરમિયાન ઘરે મોકલવા આયોજન કરવા જણાવ્યું હતું. તેને પગલે સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

એસોસિયેશનના સેક્રેટરી દામજી માવાણીએ જણાવ્યું હતું કે સુરતના બન્ને હીરા બજારોમાં આવેલા સેઇફ ડિપોઝીટ વોલ્ટ જે સવારે દસ વાગ્યે ખુલતા હતા તેનો સમય વહેલો કરવામાં આવ્યો છે. સવારે 8-30 થી સાંજે 6 વાગ્યા સુધી સેઇફ ડિપોઝિટ વોલ્ટનો ઉપયોગ કરી શકાશે. જેથી હીરા અને રોકડ કાઢવામાં લાઇનો ન લાગે. તે ઉપરાંત સાંજે હીરાના કારખાનાઓની પાળી છૂટ્યા પછી વરાછા રોડ અને કતારગામ વિસ્તારમાં જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. તેના ઉકેલ માટે ડાયમંડ કંપનીઓને જુદા-જુદા સમયે રત્નકલાકારોને ઘરે મોકલવા જણાવવામાં આવ્યુ છે. સુત્રોના જણાવ્યા મુજબ સાંજે છ વાગ્યાના સમયથી કારીગરોને ઘરે મોકલવાનું આવતી કાલથી શરૂ કરાશે.

મીટિંગ બાદ સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુ વેકરીયાએ જણાવ્યું હતું કે, હીરાના કારખાના અને હીરાનું બજાર સાંજે 7 વાગ્યે બંધ થાય છે. ત્યારે એકસામટા લોકો રસ્તા પર ઉતરી આવી ઘર તરફ જતા હોય છે. સામાન્ય દિવસોમાં પણ આ એકથી દોઢ કલાકમાં વરાછામાં ભારે ટ્રાફિક રહેતું હોય છે, ત્યારે 8 વાગ્યાના રાત્રિ કરફ્યૂના લીધે સમસ્યા વકરી છે. લોકો ઘરે જવા ઉતાવળા બન્યા હોય આડેધડ વાહનો દોડતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. આજની મીટિંગમાં અમે દલાલ અને કારખાનેદાર આગેવાનોને એવી વિનંતી કરી છે કે સાંજે 6 વાગ્યાથી જ રત્નકલાકારો અને કર્મચારીઓને તબક્કાવા રજા આપી દેવામાં આવે, જેથી ઘરે જવા માટે બે કલાકનો સમય મળી રહે અને બિનજરૂરી ટ્રાફિકને ટાળી શકાય.

પીક અવર્સમાં લકઝરી બસ મુખ્ય માર્ગો પર આવતી હોવાથી વરાછામાં ટ્રાફિક જામ થાય છે
દરમિયાન આજે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ ઝિલરીયા અને ભાવેશ ટાંકે કલેક્ટરને, પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી માંગ કરી છે કે રત્નકલાકારોને સાંજે છ વાગ્યા પછી તબક્કાવાર ઘરે જવા દેવામાં આવે તો ટ્રાફિક જામના પ્રશ્નો ઉભા થશે નહી તે ઉપરાંત પીક અવર્સમાં લક્ઝરી બસ ટ્રાવેલ્સ સંચાલકો મુખ્ય માર્ગો પર લાવે છે તેને લીઘે પણ વરાછા રોડથી સરથાણા સુધી જામ થાય છે.