Top News

More Posts

   The Latest

Most Popular

મોડાસા:  ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો કાગળ પર હોય તેમ ઠેર ઠેર દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી થઇ રહી છે. અમદાવાદ નિકોલની અક્ષરધામ રેસિડેન્સીમાં રહેતો અને ઇકો કારમાં પ્લાસ્ટીકની ફેરી  કરનાર ફેરિયો દારૂની ખેપ કરવા લાગ્યો હતો ઇસરી પોલીસે રાજસ્થાનથી ઇકો કારમાં ગુપ્ત ખાનામાં પ્લાસ્ટિકના આડમાં સંતાડી રાખેલ ૨.૭૨ લાખનો વિદેશી દારૂ ભરી આવી રહેલા બુટલેગરને રેલ્લાવાડા ચેકપોસ્ટ પરથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં વ્યસ્ત હોવાનો ફાયદો ઉઠાવી ઇકો કારમાં ઉદેપુરથી ઇકો કારમાં વિદેશી દારૂ ભરી ખેપ મારવા નીકળતા ઇસરી પોલીસે ખેપિયાની ખેપ નિષ્ફ્ળ બનાવી હતી.

ઇસરી પીએસઆઈ બી.એલ.રોહિત અને તેમની ટીમે રાજસ્થાનને અડીને આવેલ રેલ્લાવાડા ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું રાજસ્થાન તરફથી આવી રહેલ ઇકો કારને અટકાવી તલાસી લેતા ઇકો કારમાંથી ગુપ્ત ખાનું મળી આવ્યું હતું.

ગુપ્ત ખાનામાં અને ઇકો કારમાં પ્લાસ્ટિકના માલસામાનની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૫૦ કીં.રૂ.૨૭૨૨૦૦/-નો જથ્થો જપ્ત કરી ઇકો કાર ચાલક તખતસિંહ પ્રતાપસિંહ પરમારને ઝડપી પાડી ઇકો કાર,મોબાઈલ, વિદેશી દારૂ,પ્લાસ્ટીક માલસામાન જપ્ત કર્યો હતો.

To Top