Top News

More Posts

   The Latest

Most Popular

કામરેજ: (Kamrej) માંકણા ગામે એનઆરઆઈના બંધ મકાનમાં ચોરી (Thief) કરવા માટે આવેલી નેપાળી ચોર ટોળકીના ચાર દરવાજોનો નકુચો તોડતા હતા. ત્યારે અવાજ આવતાં પાડોશી જાગી જતા ગામ લોકોએ એક ચોરને પકડી પાડયો હતો. જ્યારે ત્રણ ચોર નાસી છુટયા હતા. ચારેય શખ્સો રાત્રે ગામમાં આવેલી ચાઈનીઝની દુકાન (Shop) પર સુઈ ગયા બાદ મોડી રાત્રે ચોરી કરવા માટે આવ્યા હતા. પરંતુ પાડોશી જાગી જતા ચોરી કરવામાં નિષ્ફળ ગયા હતા. આ અંગે કામરેજ પોલીસ (Police) મથકમાં ધવલભાઈએ ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.

કામરેજ તાલુકાના માંકણા ગામે પટેલ ફળીયામાં ધવલકુમાર મહેશભાઈ પટેલ રહે છે. તેઓ હોટલ ચલાવે છે. શનિવારના રોજ રાત્રિના 12.15 કલાકે હોટલ પરથી પોતાના ઘરે આવીને સુઈ ગયા હતા. મોડીરાત્રિના આશરે 2 વાગ્યે ધવલભાઈની પત્નીને દરવાજા થોકવાનો અવાજ આવતા ઘરની બારીમાંથી બહાર જોતા પાડોશમાં રહેતા અને હાલ વિદેશમાં રહેતા જીગ્નેશભાઈ અનિલભાઈ પટેલના બંધ મકાનનો દરવાજાના નકુચો કેટલાક શખ્સો કોઈ સાધન વડે તોડતા હોવાનું માલુમ પડતાં ધવલભાઈએ પાડોશમાં રહેતા લોકોને જાણ કરતાં લોકો દોડી આવ્યા હતા.

આ દરમિયાન ચાર અજાણ્યા ઈસમો લોકોને જોઈ નાસી છુટયા હતા. જેમાં ધવલભાઈને ચાર પૈકી એક ચોરે લોંખડના હથિયારનો ધા કરતા આંખના ભાગે ઈજા થઈ હતી. ગામ લોકોએ એક શખ્સને પકડી પાડી કામરેજ પોલીસને જાણ કરતા પોલીસે ચોર ગણેશ અનિલપાલ શાહી (રહે-સાન્ની જી-કાલીકોટ, નેપાળ)નો કબજો લઈ તેની પુછપરછ કરતા અન્ય ત્રણ સાગરિતો હિંમત જનક શાહી (રહે-લુહરેલા જી-કાલીકોટ નેપાળ), જયબીર સુનાર અને અલી સુનાર (બન્ને રહે-માલકુટ જિ.કાલીકોટ, નેપાળ) નાસી ગયા હોવાથી તેમને ફરાર જાહેર કર્યા હતા. ચારેય શખ્સો રાત્રે ગામમાં આવેલી ચાઈનીઝની દુકાન પર સુઈ ગયા બાદ મોડી રાત્રે ચોરી કરવા માટે આવ્યા હતા. પરંતુ પાડોશી જાગી જતા ચોરી કરવામાં નિષ્ફળ ગયા હતા. જે અંગે કામરેજ પોલીસ મથકમાં ધવલભાઈએ ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.

To Top