World

દુનિયાનું એક શહેર જ્યાંનું તાપમાન જાણીને ચોકી જશો, 8 વર્ષથી ચકલું પણ નથી ફરક્યું

દરેક શહેર તેના હવામાન પ્રમાણે પોતાની ઓળખ બનાવે છે. કેટલાક સ્થળોએ ઉનાળો અને કેટલાક સ્થળોએ શિયાળો. ફક્ત ક્યાંક ક્યાંક વરસાદ જ પડી રહ્યો છે. આ સમયે જ્યારે સમગ્ર વિશ્વમાં ઉનાળાની મોસમ શરૂ થઈ રહી છે, આવી સ્થિતિમાં રશિયાનું એક શહેર છે જે તેના ખરાબ હવામાનને કારણે ખાલી પડેલું છે. આ શહેર છેલ્લા આઠ વર્ષથી ખાલી પડેલું છે. રસ્તાઓ અને મેદાનો અને ઇમારતો પર બરફની જાડી ચાદર છે, લોકોના ઘરો, વાહનો અને સ્કાઈલાઇટ્સમાં પણ બરફ જામેલો છે, જેનો કોઈ અંદાજો પણના લગાવી શકે.

વોરકુટા રશિયાનું ફ્રોઝન શહેર

રશિયાનું વોરકુટા (Vorkuta City) શહેર ઉત્તર આર્કટિક સર્કલનું ચોથું સૌથી મોટું શહેર છે. આ શહેર ભારે ઠંડી માટે પ્રખ્યાત છે. આ વિસ્તારમાં પોલર રીંછ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તમે અહીં જે પણ તરફ નજર ફેરવો, બરફ ચારે બાજુ જોવા મળે છે. અહીંનું લઘુત્તમ તાપમાન માઇનસ 50 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જાય છે.

ભારે ઠંડી અને બરફના કારણે લોકો અહીંથી અન્ય ગરમ વિસ્તારોમાં સ્થળાંતર થઇ ગયા . અહીં એટલી ઠંડી છે કે ચકલું પણ ફરકતું નથી. 2010 ની વસ્તી ગણતરી મુજબ, એક સમયે અહીં 70,548 લોકો રહેતા હતા. પરંતુ હાડકાને ધ્રૂજવી દેતેવી માઈનસ 50 ડિગ્રી સેલ્સિયસ ઠંડીને કારણે લોકોને અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

વોરકુટામાં જે બધું રહે છે તે ફક્ત સફેદ બર્ફીલી ચાદર છે. હવે, ઘરો અને ઇમારતો પરના બરફને લઇને ભયંકર માહોલ બન્યો છે. ઘરની છત, દિવાલ, બારી ગમે તે હોય દરેક પર બરફનો કબજો છે.

એક સમયે, સ્ટાલિને આ વિસ્તારમાં કેદીઓ રાખવા ગુલાગ કેમ્પ (Gulag Camp) બનાવ્યો હતો, પરંતુ -50 ડિગ્રી અસહ્ય તાપમાને લોકોને અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આ જેલ મકાન અથવા કેમ્પ ત્યાંની કોલસાની ખાણોમાં કામ કરતા મજૂરો માટે બનાવવામાં આવી હતી. પરંતુ જો કોઈને સજા કરવામાં આવે તો તેને આ વિસ્તારમાં મોકલવામાં આવતો હતો.

આ શહેર 1932 માં માઇનિંગ હબ તરીકે પ્રખ્યાત હતું, પરંતુ જ્યારે સોવિયત સંઘનું વિભાજન થયું હતું. જયા સંઘના 15 ટુકડાઓ હતા, જેથી આ વિસ્તારમાં અવર-જવર ઓછી થઈ ગઈ હતી. એવામાં તાપમાને પોતાની અછત પૂરી કરી હતી. 21 મી સદીની શરૂઆતમાં, કોલસાની ખાણો અહીં બંધ થઈ ગઈ હતી. કારણ કે 1980 અને 1990 ની વચ્ચે, ખાણકામ કરનારાઓ અને કામદારો વચ્ચે તકરાર અને વિવાદો થયા હતા. કારણ કે આ ભયંકર પરિસ્થિતિમાં મજૂરોને કામ કરવા માટે પૂરતા વેતન મળતા નહોતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top