ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું (Cyclone) ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં (Gujarat) વાવાઝોડાની અસર જોવા...
સુરત: (Surat) સોમવાર સાંજથી સમગ્ર સુરત શહેર તૌકતે વાવાઝોડાની (Cyclone) ચપેટમાં છે. હજી પણ સાંજ સુધી તેની અસર રહેવાની શક્યતા છે. દરમ્યાન...
આણંદ : રાજ્યભરની સાથે આણંદ – ખેડા જિલ્લામાં પણ ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચરોતરમાં રવિવાર સાંજથી જ...
સુરત: (Surat) સુરતમાં સમગ્ર રાત્રિ દરમ્યાન તૌકતે વાવાઝોડાએ (Cyclone) એ સુરતીઓની ઉંઘ હરામ કરી હતી. સમગ્ર રાત્રિ દરમ્યાન ભારે સુસવાટા સાથે કલાકનાં...
એક યુવાન વૈદ ગુરુ ગોવિંદસિંહજીના દર્શન માટે ગયો.દર્શન માટે ગયો,, ગુરુજીએ આશીર્વાદ આપતા કહ્યું, ‘જા, વત્સ જીવનભર બિમાર,દુઃખી,જરૂરિયાતમ્ન્દની સેવા કરજે.’ બસ યુવાન...
કોરોના વાયરસના દરદીઓની સંખ્યા પ્રસિધ્ધ થાય છે તે ખરી દરદીઓની સંખ્યા બતાવતી નથી. ખરેખર શહેરમાં બધી હોસ્પટલોમાં દરદીઓની સંખ્યા (અ) બાદ સારા...
ઇતિ એટલે એ પ્રમાણે અને હાસ એટલે હતું. માર્ચ ૨૦૨૦ થી વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો. રોજનું લાવી રોજ ખાનારાની હાલાકી અસહ્ય બની....
સંબંધો હંમેશાં વિશ્વાસથી ટકતા હોય છે. શંકાશીલ સ્વભાવ રાખવાથી બહુ મોટી સમસ્યાઓ થાય છે. કેટલાક માનવી મર્યાદાઓ ઓળંગી બીજા ઉપર શંકા કરે...
ભારત દેશ જેટલો પ્રાચીન છે, એટલું એના સાંસ્કૃતિક કળા-વારસામાં પણ વૈવિધ્ય છે. આજે આપણો દેશ દરેક ક્ષેત્રે પાશ્ચાત્ય સંસ્કૃતિએ રંગાઈ ગયો છે....
ગત 8 માર્ચના રોજ રાજયકક્ષાના નાણામંત્રી અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે માહિતી આપતા ઠંડે કલેજે કહયું હતું કે દેશની અનુસૂચિત...
બંદાએ રસોડાની છાબડીમાં લીંબુ-મરચાં કદાચ રાખ્યાં હશે, બાકી બારણાં ઉપર ફાંસીએ લટકાવ્યાં નથી. હા…દરવાજા ઉપર ચાર્લી ચેપ્લીનનો ફોટો ચણેલો છે, જેના વાઈબ્રેશનને...
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે અંતે ધોરણ દસની બોર્ડ પરીક્ષા રદ કરી તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે.વર્તમાન કોરોના મહામારીમાં આ...
માણસજાતે તેના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધનો વડે વિકરાળ જંગલી જાનવરો પર પણ સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો છે પરંતુ અનેક વૈજ્ઞાનિક સિદ્ધિઓ છતાં...
તાજેતરમાં બહાર પડેલા ચીનના વસ્તીગણતરીના અહેવાલ પછી એ વાતની ચર્ચા શરૂ થઇ છે કે ભારત હવે થોડા વર્ષમાં વિશ્વનો સૌથી વસ્તી ધરાવતો...
વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં ધંધો કરવા આવે તેમાં અનેક જોખમો હોય છે. પહેલું જોખમ એ હોય છે કે તેઓ ભારતનો નફો પોતાના...
તૌકતે વાવાઝોડા ( tauktea cyclone ) ને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ ( highelaert ) પર મુકાઈ ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાતના કેટલાંક...
દાહોદ: સારસી ગામ નજીક ટોઇંગ ક્રેનના ચાલકે બે મોટર સાયકલને અડફેટે લેતા એક બાળકનું ઘટનાસ્થળે મોત:અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત દાહોદના અમદાવાદ...
કડાણા અને માછણ નાળા ડેમ નજીક હોવા છતાં ગામ પાણી માટે તરસી રહયું છે દાહોદ: ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના બે ફળિયામાં પાણીની...
વડોદરા: સમગ્ર ગુજરાતમાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસરને લઈ વહીવટી તંત્ર સજાગ થયું છે. બેઠકોના દોર શરૂ થવાની સાથે સાથે આગોતરા આયોજનના ભાગ...
વડોદરા: મહાનગર પાલિકા દ્વારા શહેરીજનો માટે શહેરમાં બાગ બગીચા બનાવેલા છે જ્યાં તેઓ હરિ ફરી શકે તેમજ સવાર સાંજ કસરત કરી...
કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રક્રોપ બતાવ્યા બાદ હવે અરબ સાગરમાં ઉદભવેલા ચક્રવાત તૌકતે સોમવારે ગુજરાત પહોંચ્યું હતું. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ સોમવારે...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 908 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 59,976 ઉપર પહોંચ્યો છે.જ્યારે સોમવારે...
વડોદરા : કેન્દ્રના ધોરણે પગાર, ગ્રેજ્યુઈટી, નર્સિંગ એલાઉન્સ,આઉટ સોર્સિંગ પ્રથા બંધ કરો તેમજ નર્સિંગ સ્ટુડન્ટસના સ્ટાઈપેન્ડમાં વધારો કરવા સહિતની પડતર પ્રશ્નોની...
વાવાઝોડાની ( cyclone ) સંભવિત અસરો ઉપર ત્વરિત નિયંત્રણ મેળવવા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સાબદું થયું છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેના માર્ગદર્શન...
તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) થી માત્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓ જ પ્રભાવિત છે એવુ નથી, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ પર પણ વાવાઝોડાની મોટી...
સીએમ વિજય રૂપાણીએ ગુજરાત ઉપર આવનારા સંભવિત તૈકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર, કચ્છના સમુદ્રી વિસ્તારના જિલ્લા કલેકટરો સહિતના જિલ્લાઓ સાથે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી...
રાજ્યમાં કોરોનાની મહામારી તથા વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા...
ગુજરાતના ખેડૂતોનો ઉનાળુ પાક ન બગડે એ માટે ગુજરાત સરકારે આખા ત્રીજથી આગામી તા.30 જૂન સુધી સરકાર સરોવર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું...
રાજ્યમાં કોરોનાના નવા 7,135 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 11 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 81 થયાં છે. જ્યારે અત્યાર સુધીમાં...
કોરોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો રીટ અરજીની સોમવારે હાથ ધરાયેલી સુનાવણીમાં ફરી એક વખત ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આડે હાથે લેતાં...
નડિયાદ : પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડનું ‘જેસીબી રાજ’ : નોટિસ વગર પાંચ મકાનો ધરાશાયી
કચ્છનું પ્રથમ અને ગુજરાતનું પાંચમું ‘રામસર સાઇટ’ બન્યું છારીઢાંઢ
સુરતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ બનશે નિકાસ વૃદ્ધિનું લોન્ચપેડ, ભારત–EU એફટીએથી દક્ષિણ ગુજરાતને વૈશ્વિક બજારમાં નવી ઉડાન મળશે
સ્ક્રીનના વધતાં ઉપયોગથી બાળકોમાં આંખનો રોગ વધ્યો
રાજ્યમાં ઘરમાં કે બહાર, ખાવાનું જ જોખમી, 444 સેમ્પલ ફેઈલ
રાજ્યમાં 34 ડિગ્રીએ ગરમીનો અહેસાસ, ઠંડીની પાછી પાની
12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ શાળાઓ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ભરવાના રહેશે
GSFC હાઈવે પર ‘લેન ડિસિપ્લિન’ના લીરેલીરા : બંધ બોડી ટ્રક બેકાબૂ
રાવપુરામાં ‘સ્પીડ’નો કહેર : રેન્જ રોવર બેકાબૂ, ટાયર ઉડી ગયું
શિનોરમાં હની ટ્રેપનો હાહાકાર: પ્રૌઢ ખેડૂત પાસેથી 75 લાખથી વધુની ખંડણી લીધી, 9 શખ્સો સામે ગંભીર ફરિયાદ
માન્ય યુએસ વિઝા ધરાવતા ભારતીય પાસપોર્ટ ધારકો કયા દેશોની મુલાકાત વિઝા વિના લઈ શકે છે? જાણો..
યુકે વિઝાના સપના દેખાડી પુજારી સાથે ઠગાઈ: એજન્ટે ₹6.80 લાખ ખંખેર્યા
કોર્ટ સંકુલમાંથી અપહરણ પડ્યું મોંઘું: સંજેલી કોર્ટે ત્રણ આરોપીઓને 3 વર્ષની સખત કેદ ફટકારી
નવી એપ્સટાઇન ફાઇલોમાં દાવો- છોકરીઓને બળજબરીથી ગર્ભવતી બનાવી, સ્ત્રીઓનું ગળું દબાવીને હત્યા
વડોદરા એસઓજીની ટીમે જીવના જોખમે છત્તીસગઢના નક્સલી વિસ્તારમાં જઈ આરોપીને દબોચ્યો
ભાદરવા પંથકમાં હલચલ : પરથમપુરા ગામની સીમમાં દીપડો મૃત હાલતમાં મળી આવ્યો
વડોદરા : વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને રૂ.26.50 લાખની ઠગાઇ કરનાર ઠગ મહિલા ઝડપાઇ
દાહોદમાં અપહરણનું નાટક: ભાઈ પાસેથી ₹5 લાખ પડાવવા યુવકે પોતે જ રચ્યું કાવતરું
ટ્રેનમાં ચડતી વખતે સાવધાન! કોસંબા સ્ટેશન પર પગ લપસતા વડોદરાના મુસાફરનું લોહી રેડાયું
“લવ જેહાદ પર બોલવા જેવું કંઈ નથી..” સુરતમાં બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું નિવેદન
બજેટ 2026-27 : ‘જન વિશ્વાસથી જન કલ્યાણ’નો રોડમેપ: અનુરાગ ઠાકુર
બરોડા ડેરીની ચૂંટણી 18 માર્ચે, સહકારી ક્ષેત્રે જામશે જંગ
ઉબર, ઓલા, રેપિડોના ડ્રાઇવરો 7 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળ પર ઉતરશે, આ છે તેમની માંગણીઓ
પાંચમા માળેથી પડેલી ત્રણ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ, ભેસ્તાન આવાસની ઘટના
સુરત: પોલીસ કમિશનરના PA પર હુમલો, ટ્રાફિક ક્લિયર કરવું ભારે પડ્યું, નાકના ભાગે ફ્રેક્ચર
‘વૈકલ્પિક નોકરીઓ વિશે વિચારવાનું શરૂ કરો’: Zoho ના શ્રીધર વેમ્બુની કોડર્સને સલાહ, AIની પ્રસંશા કરી
ન્યુમોનિયા નહીં, શ્વાસનળીમાં LED બલ્બ! ગોત્રી તબીબોની કરામત
હિન્દુ વિસ્તારમાં મદરેસા બનાવવાની હિલચાલ સામે લોકોમાં ભયનો માહોલ
T20 વર્લ્ડ કપ પહેલા ભારતને ફટકો, હર્ષિત રાણા ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર, મોહમ્મદ સિરાજની એન્ટ્રી
પાકિસ્તાન: ઇસ્લામાબાદની મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન વિસ્ફોટ, અનેકના મોત, કટોકટી જાહેર
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું (Cyclone) ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં (Gujarat) વાવાઝોડાની અસર જોવા મળશે. આગામી ૨૪ કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) પડવાની શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર શ્રીમતિ મનોરમા મોહંતીએ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘તાઉ’તે’ વાવાઝોડું હવે અમદાવાદ નજીકથી પસાર થશે. જોકે પવનની ઝડપ ઘટીને ૪૦ થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે. આજે મંગળવારે સાંજ સુધીમાં આ સંકટ દૂર થઈ જશે. સૌરાષ્ટ્રથી શરૂ કરી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તબાહી મચાવીને વાવાઝોડું (gujratcyclone) રાજસ્થાનમાં પ્રવેશ કરશે.

શ્રીમતિ મોહંતીએ ઉમેર્યું કે આ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે તેથી ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે. આ વાવાઝોડું નબળું પડ્યું છે, પણ નાગરિકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવા માટે તેમણે અપીલ કરી હતી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું કે હવામાન વિભાગની આગાહી બાદ આગામી સ્થિતિ અંગે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે તેમજ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાના વહીવટીતંત્રને સજાગ રહેવા સૂચના આપવામાં આવી છે. જેમ જેમ વાવાઝોડું (Cyclone Tauktae) આગળ વધી રહ્યુ છે તેમ તેમ તે નબળુ પડી રહ્યુ છે. વાવાઝોડું પાટણ શહેરની મધ્યમાં થઇને ગુજરાતના છેક છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લા સુધી જશે. બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે બપોરે પ્રવેશ કરશે. તેમજ રાત્રીના 11 થી 12 કલાકની વચ્ચે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. એટલે કે આજે રાત્રે ગુજરાત પરથી આ સંકટ દૂર થશે.

સાંજ સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ નબળું પડશે
તૌકતે વાવાઝોડું ગઈકાલે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકયા બાદ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, અને ઉત્તર-પૂર્વ રાજસ્થાન તરફ ફંટાય તેવી સંભાવના જણાઈ રહી છે. જોકે સાંજ સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તન પામે તેવી હવામાન ખાતાએ સંભાવના વ્યક્ત કરી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણેક કલાકમાં વાવાઝોડું નબળું પડે તેમ જણાઈ રહ્યું છે. વાવાઝોડુ ધીરે ધીરે ઉત્તર-પૂર્વ રાજસ્થાન તરફ પસાર થશે. જેના પગલે અમદાવાદમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. અમદાવાદમાં સાંજે વાવાઝોડાની અસર વર્તાશે. જ્યારે 45થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. આ ઉપરાંત આવતીકાલે વાવાઝોડાનું સંકટ ટળી શકે તેવી હવામાન ખાતાએ સંભાવાના વ્યક્ત કરી છે.
તોફાની વરસાદથી તારાજી
અમરેલીના બગસરામાં 8 ઈંચ, ગીર ગઢડામાં 7 ઇંચ, સાવરકુંડલાના પાલીતાણામાં 7 ઇંચ, મહુવામાં 6 ઇંચ, અમરેલી, ખાંભા, બાબરા, રાજુલામાં 5, વલભીપુર, વિસાવદર, ભાવનગરમાં 4 ઈંચ,જ્યારે તળાજામાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વાવાઝોડાના કારણે રાજ્યના લગભગ ૨૦ જેટલા જિલ્લાઓને અસર થવા પામી છે. જેમાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં સૌથી વધારે નુકસાન થવાના અહેવાલો મળી રહ્યા છે.