Charchapatra

પ્રેરણા….

ઇતિ એટલે એ પ્રમાણે અને હાસ એટલે હતું. માર્ચ ૨૦૨૦ થી વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો. રોજનું લાવી રોજ ખાનારાની હાલાકી અસહ્ય બની. ઓટલો, રોટલો કાજ અને વતન તલસલાટે શ્રમજીવીઓ પગપાળા ચાલી નીકળ્યા. આ જોઇ સોનુ સુદનો આત્મ હચમચી ગયો. શકય એટલી તમામ સગવડો કરી કુટુંબીજનો સાથે મિલન કરાવ્યું.

તાજેતરના સમાચાર મુજબ સ્વરા ભાસ્કરે સુધ્ધા એ જ પગદંડી પર કદમ મુકીને પ્રયાણ આદર્યુ છે. અંદાજે ૧૫૦૦ જેટલા લોકોને દિલ્હીથી બિહાર – ઉત્તર પ્રદેશ જન્મભૂમિ ભેગા કરવામાં સહારો આપ્યો. હૃદયના મંદિરમાંથી નીકળતી આ કારૂણ્યની પ્રેમધારા સંજીવની ઔષધ છે. એક તરફ ઓકિસજન દવા, ઇંજેકશન, વેકસીનેશનની લૂંટાલૂંટ પાવડે પાવડે પરિસ્થિતિનો લાભ ઉઠાવી બધું સાંભરી લેવાની દાનત અને બીજી તરફ સ્વરા ભાસ્કરની ‘પરદુ:ખ ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે’ નીતિમાંથી સમસ્ત દેશ, તેના રાજયોમાં થોડા ઘણાં પણ પ્રેરણા મેળવે તો પણ દેશ પ્રજા રાહત અનુભવે. મગજ અને મનનું ભારણ કંઇક હળવું બને.
સુરત – કુમુદભાઇ બક્ષી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top