આમ તો પાંચ વર્ષની વયે જ બાળકને શાળામાં મૂકવાની હિમાયત છે. પણ હિમાકત કરીને શહેરોમાં વાલીઓ બાળકને બે વર્ષની વય પછી બાલવાડી,...
દુન્યવી મોહ અને માયાજાળ માંથી મુકત થનાર કોઇ વિરલો જ હોય છે. ત્રિકાળજ્ઞાની ભગવાનની પત્નિ સીતા લાલચવશ લક્ષમણ રેખા ઓળંગવાથી રામાયણનું સર્જન...
60 થી 70ના દાયકામાં કોંગ્રેસ સરકાર એટલે ઇંદિરા ગાંધીએ ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકયો અને થોડા દિવસ ભિખારીઓને જેલભેગા કર્યા. પછી જેસે...
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર આજે પોતાનું બજેટ રજૂ કરી રહી છે. નાયબ સીએમ અને નાણાં પ્રધાન મનીષ સિસોદિયાએ ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી....
એક નાનકડું પંખી ચીકણી માટીના કાદવમાં પડ્યું.ઉપર સૂરજનો તાપ હતો, પણ તાપ વચ્ચે આ ચીકણી ભીની માટીનો સ્પર્શ તેને ઠંડક આપવા લાગ્યો...
ફરી ગયો, એટલે કેલેન્ડરમાંથી ફરી ગયો ને, માર્ચ બેઠો..! બાકી પ્રેમઘેલાઓનો પ્રિય માસ એટલે ફેબ્રુઆરી. અનેક ‘ડેઈઝ’ અને વેલેન્ટાઈન જેવાં પ્રેમના લબાચા...
માણસના રોજબરોજના જીવન માટે ઉપયોગી કે આવશ્યક એવા ઘણા પ્રાકૃતિક સ્ત્રોતોની તંગી એ આજના સમયમાં કોઇ નવી વાત નથી. દુનિયામાં વધારે પડતી...
આયુર્વેદમાં મધને એક દવા માનવામાં આવી છે. કોરોના યુગમાં, આયુષ મંત્રાલયે તેને રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરવાનું વર્ણવ્યું છે. બનારસ હિન્દુ...
એક તરફ કોવિડ -19 ની રસી (corona vaccine) આવી ગઈ છે, તો બીજી બાજુ, આ વાયરસથી ચેપના કેસો અટક્યા નથી. હાલમાં જ બોલીવૂડ...
અંક્લેશ્વર : અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામની સીમમાં બુલેટ ટ્રેનમાં સંપાદન થયેલી જમીનનું વળતર ચૂકવવા માટે આના કાની કરતા ભરૂચ જિલ્લાના સરકારી અધિકારીઓ...
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી(west bengal election)ઓ શરૂ થવા માટે પખવાડિયાથી વધુનો સમય બાકી છે પરંતુ ભાજપ (BJP) અને ટીએમસી (TMC) વચ્ચે સીધો...
પ્રાચીન ઇજિપ્તવાસીઓની ઘણી સિદ્ધિઓમાં ખનન, સરવે અને બાંધકામ તકનીક કે જેણે સ્મારકસ્વરૂપ પિરામીડો, મંદિરો અને સ્મારક સ્તંભના નિર્માણને સરળ બનાવ્યું, ગણિતની પદ્ધતિ,...
આજે, સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 462.11 પોઇન્ટ...
કોલકાતાના સ્ટ્રેંડ રોડ પર બિલ્ડિંગ 13 મા માળે સોમવારે સાંજે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં હજી સુધી નવ લોકોનાં મોત નીપજ્યાં છે,...
વિશ્વના સૌથી ધનિક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની ભૂતપૂર્વ પત્ની મકેન્ઝી સ્કોટે એક શિક્ષક સાથે લગ્ન કરી લીધા છે. જ્યારે મેકેન્ઝીને જેફ...
સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે સોમવારે પુરૂષ કેટેગરીમાં સર્વાધિક અઠવાડિયા સુધી નંબર વન પર રહેવાનો સ્વિત્ઝરલેન્ડના દિગ્ગજ રોજર ફેડરરનો રેકોર્ડ તોડીને નવો...
સુરત નજીકનું ઉધના રેલવે સ્ટેશન બી-1 કેટેગરીમાં દેશમાં પ્રથમ નંબરે આવ્યું હતું પરંતુ રેલવેની મોટી વાતો વચ્ચે ઉધના સ્ટેશન હાલમાં પારાવાર ગંદકીમાં...
ચૂંટણીમાં રાજકીય પક્ષોએ કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાવીને સભા સરઘસો યોજાતા રહ્યાં અને સુરત મનપાનું તંત્ર મજબુર બનીને મુકસાક્ષી બની રહ્યું હતું. જેના...
ઘરેલુ રાધણ ગેસ એલપીજીની કિંમત છેલ્લા સાત વર્ષમાં બમણી થઇને પ્રતિ સિલિન્ડર રૂ. ૮૧૯ થઇ ગઇ છે જ્યારે સરકારને પેટ્રોલ અને ડીઝલ...
સાઉદી અરેબિયન ઓઇલ સવલતો પર હુમલા પછી ક્રૂડની વૈશ્વિક કિંમતો આજે વધુ ઉછળી હતી, જે હુમલો એના થોડા દિવસ પછી થયો છે...
ગુજરાત વિધાનસભામાં સોમવારે પ્રશ્નોત્તરીકાળ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ મહિલા દિનની ઉજવણીને લઈને મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી. રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં...
કોરોના સમયમાં ૧ લાખ ૩૫ હજાર પોલીસ અધિકારી – કર્મચારીઓએ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી છે. લોકડાઉન, કરફ્યૂ તેમજ અનાજ વિતરણ...
સુરત: (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સીનેશનની (Vaccination) કામગીરી ઉપર અટવાઇ પડી છે, સિવિલ હોસ્પિટલને કોરોના વેક્સીન નહીં મળતા માત્ર સિનિયર...
ગાંધીનગર, રાજ્યમાં (Gujarat) કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહયો છે. અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી નવા કેસની સંખ્યા 100 થી વધુ નોધાઈ રહી...
અંકલેશ્વર : ભરૂચ (Bharuch) નજીક નર્મદા નદી ઉપર સૌથી લાંબા 1344 મીટરનો એકસ્ટરા ડોઝ બ્રિજના નિર્માણને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે....
એક સમયે દેશ માટે લડનારા શેખ અબ્દુલ કરીમ ( SETH ABDUL KARIM) હવે પોતાનું અસ્તિત્વ બચાવવા લડત આપી રહ્યા છે. છાતી પર...
રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે ન્યાયની અપેક્ષા કોની પાસે રાખી શકાય? રાજસ્થાનના અલવરમાં આવી જ એક ઘટના સામે આવી છે. રાજસ્થાનના...
સુરત: રિંગરોડ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ અને મહાવીર હોસ્પિટલને જોડતો 1 કરોડ 20 લાખ ના ખર્ચે બનેલ અધૂરો ફૂટઓવર બ્રીજના હયાત સ્ટ્રકચરનું 7...
હવામાન વિભાગે (meteorological department) ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન (forecast) કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી (summer) માટે તૈયાર...
હથોડા: કોસંબામાં (Kosamba) શ્રમિકની સગીરા પર બળાત્કાર (Rape) કરનાર શખ્સને દોરડાથી બાંધીને કેટલાક યુવાનોએ માર માર્યો હતો. જેનો વિડિયો વાયરલ થતાં આ...
વડોદરા : માણેજાના 22 વર્ષી ઇકો વાન ચાલકે 15 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
વાપીમાં છ વર્ષની બાળકીના દુષ્કર્મ-હત્યામાં આરોપીને ફાંસીની સજા
સિસ્ટમ દ્વારા જનરેટ કરાયેલ ઓટીપીની ચકાસણી પછી જ તત્કાલ ટીકીટ જારી કરાશે
ભારતે પુતિનના સ્વાગત માટે કંઈક એવું કર્યું જેનાથી રશિયા આશ્ચર્યચકિત, ક્રેમલિને નિવેદન બહાર પાડ્યું
ગણદેવી: ગરીબ આદિવાસી યુવતીની કૂખે જન્મેલું બાળક કોનું? યુવકે કહ્યું- હું DNA ટેસ્ટ માટે તૈયાર છું
આવતીકાલે વડોદરા મહાનગરપાલિકાની તમામ કામગીરી ઠપ્પ થઈ જશે…..
વડોદરા પાલિકામાં ફાઈલો ચોરી પછી હવે પાણીની ચોરીનુ નવું પ્રકરણ!
ફતેપુરાના ઘુઘસ ગામે સૂતેલા ૨૨ જેટલા ગ્રામજનોને હડકાયુ કુતરુ કરડ્યું
મકરપુરાની સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
પાવાગઢમાં માગશરી પૂનમે માતાજીના દર્શનાર્થે અડધો લાખ ઉપરાંત માઈ ભક્તો ઉમટી પડ્યા
પંચમહાલ પોલીસની હવે આકાશમાંથી ‘ત્રીજી આંખ’થી નજર, ‘ડ્રોન પેટ્રોલિંગ’નો નવતર પ્રારંભ
ભારતમાં લેન્ડ કરતા પહેલા પુતિને ‘યુક્રેન યુદ્ધ’ પર આપ્યું મોટું નિવેદન
છોટાઉદેપુર નગરમાં નડતરરૂપ દબાણો હટાવાયા
પુતિનની ભારત મુલાકાત પહેલા રશિયન નર્તકોનો પંજાબી નૃત્ય વાયરલ- VIDEO
અજમેર દરગાહને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નહીં
BJPના MLA બોલ્યા: ઘણી મહિલાઓ કૂતરાઓ સાથે સૂવે છે, વિપક્ષ ભડક્યું- કહ્યું, આ મહિલાઓનું અપમાન છે
પુતિનના લીધે દિલ્હીની લક્ઝુરીયસ હોટલોના ભાડા વધ્યા, એક રાતમાં બમણાં થયા
સુપ્રીમ કોર્ટ: સરકારી કર્મચારીઓએ SIR ની કામગીરી કરવી જ પડશે, બોજારૂપ હોય તો સ્ટાફ વધારો
સાડીમાં લપેટાઈને કારીગરનો હાથ મશીનમાં ખેંચાયો અને ખભાથી અલગ થઈ ગયો, તાંતીથૈયાની મિલમાં આઘાતજનક ઘટના બની
રાહુલ ગાંધીએ કહ્યું, “સરકાર નથી ઇચ્છતી કે હું પુતિનને મળું, આ મોદીની અસુરક્ષાની ભાવના છે.”
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન PM મોદી સાથે રાત્રિભોજન કરશે, મોટા સંરક્ષણ કરાર થઈ શકે છે
એર ઇન્ડિયામાં ટ્રાવેલિંગ દરમિયાન સિતાર તૂટી જતા સિતાર વાદક અનુષ્કા શંકરે ગુસ્સો વ્યકત કર્યો
સુરત જિલ્લામાં એક બે નહીં કુલ 538 બુટેલગરો દારૂ વેચે છે, સૌથી વધુ આ તાલુકામાં
કમાટીબાગ ‘આઝાદ’ રાખો! રજિસ્ટ્રેશન પ્રથા સામે મોર્નિંગ વોકર્સની લાલ આંખ
વડોદરા : તરસાલીના મકાનમાંથી ચોરી કરનાર પાડોશી યુવતી ઝડપાઇ
બોમ્બની ધમકી મળતા હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
વડોદરા : અઝરબૈજાન ફરવા મોકલવાના નામે યુવક સાથે ઠગાઈ
મુંબઈમાં 4થી 7 ડિસેમ્બર સુધી ભરતીની ચેતવણી, દરિયામાં 5 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા
ભાડાની ‘આંગણવાડી’: સરકાર વર્ષે ₹1 કરોડ ચૂકવે છે, પાલિકાને કાયમી મકાન બનાવવામાં રસ નથી!
સુધરે એ બીજા, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે હવે રેતીના વેપારીને ધમકાવ્યો, FIR દાખલ
આમ તો પાંચ વર્ષની વયે જ બાળકને શાળામાં મૂકવાની હિમાયત છે. પણ હિમાકત કરીને શહેરોમાં વાલીઓ બાળકને બે વર્ષની વય પછી બાલવાડી, આંગણવાડી, પ્લેગ્રુપમાં ધકેલી દેવા તત્પર રહે છે. પૂર્વપ્રાથમિક શાળાઓ ઇચ્છનીય નથી, છતાં ધમધોકાર ચાલે છે, વળી માતૃભાષા, રાષ્ટ્રભાષા, ધાર્મિક શિક્ષણ, અંગ્રેજી એમ અનેક પ્રકારનો ભાર બાળક પર ઝીંકાવા માંડે છે. કશાયે બોજા વગર મુકત રીતે બાળવિકાસ થાય. તે કોરી કલ્પના બની જાય છે. સરકારી શાળાઓમાં ભલે શિક્ષણ મફત મળે પણ ત્યાંની કથળેલી પરિસ્થિતિ સુવિદિત છે. ઉજજવળ ભવિષ્ય માટે બાળકોને અદ્યતન સુવિધાસજજ મોંઘી ખાનગી શાળાઓ આકર્ષે છે, જાહેરખબરોથી જાણે વ્યાવસાયિક માર્કેટીંગનો પ્રચાર થાય છે.
ગરીબ- મધ્યમ વર્ગના માબાપને માથે આર્થિક બોજનો પહાડ તૂટી પડે છે. આજે ગિજુભાઇ બધેકા અને ટાગોર જેવા સાચા માર્ગદર્શકો રહ્યા નથી. બાળમજૂરની જેમ નાના બાળકની પીઠ પર લદાયેલી પુસ્તકોની બેગના વજનથી બાળક બેવડ વળી જાય છે. બાળકમાં શિક્ષણ પ્રત્યે એક પ્રકારની અરુચિ પણ જન્મે છે. કેન્દ્રના શિક્ષણમંત્રાલયે એન.સી.ઇ.આર.ટી.ના વિવિધ સર્વેના આધારે સ્કૂલબેગ પોલિસી-2020’ ઘડી છે, તેમાં સ્કૂલબેગના વજનને શ્રેણી મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. ખરેખર તો અભ્યાસલક્ષી પુસ્તકોને શાળામાં મૂકી શકાય એ માટે લોકરની સુવિધા હોવી જોઇએ.
ભણતરનો માનસિક બોજો શી રીતે ઘટાડવો તેનો સાચો ઉપાય હજી આવ્યો નથી. પાઠયપુસ્તકિય શિક્ષણની યાંત્રિકતામાંથી બહાર નીકળવા માટે ‘ભાર વિનાના ભણતર’નો વિચાર ચાલી રહ્યો છે. જેમાં ‘ભાર’નો અર્થ પુસ્તકોનું સ્થૂળ વજન નહીં પણ ભણતરનો માનસિક બોજ માનવું જ યોગ્ય છે. શિક્ષકોને માથે ગમે તે રીતે અભ્યાસક્રમ પૂરો કરાવવાની ફરજનો બોજ હોય છે. શિક્ષકોને શિક્ષણ સિવાયનાં કામોમાં સરકાર ફરજિયાત પણ જોતરાયેલા રાખે છે તેનાથી શિક્ષણકાર્યને ભારે હાનિ પહોંચે છે. વિદ્યાભ્યાસને અંતે વિદ્યાર્થી આત્મનિર્ભર થવાને બદલે દિશાહીન અને બેરોજગાર બને ત્યારે સામાજિક, કૌટુંબિક જવાબદારીનો વધારાનો ભાર લદાય છે. ભણતર સાથે ગણતરનો અભાવ નડે છે. ભણતર કદી પણ વિદ્યાર્થી માટે, તેના માબપ કે વાલી માટે, સમાજ માટે કે દેશ માટે ભારરૂપ નહીં બને તેની કાળજી લેવાની આવશ્યકતા છે.
સુરત -યૂસુફ એમ. ગુજરાતી