Top News

More Posts

   The Latest

Most Popular

ઑઇલ કંપનીઓએ ફરી ભાવ વધારતા પેટ્રોલના ભાવ મુંબઈમાં લિટરે રૂ. 100ની નજીક પહોંચી ગયા છે જ્યારે ડિઝલના ભાવ રૂ. 91ને પાર થયા છે.

આજે પેટ્રોલના ભાવ (petrol price)માં લિટરે 19 પૈસા અને ડિઝલ (diesel)માં 29 પૈસાનો વધારો કરાયો હતો. આ મહિને આ 11મો ભાવ વધારો હતો. એનાથી સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ઑલ ટાઇમ હાઇ (all time high)એ પહોંચી ગયા છે. દિલ્હી (delhi)માં પેટ્રોલના ભાવ રૂ. 93.04/લિટર અને ડિઝલના રૂ. 83.80/લિટર થયા છે.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ ક્યારનાય 100ને વટાવી ગયા છે. મુંબઈ (Mumbai)માં પણ હવે 100ની નજીક રૂ. 99.32 થયા છે અને ડિઝલનો ભાવ રૂ. 91.01 થયો છે.વેટ અને ફ્રેટ ચાર્જીસને લીધે રાજ્યોમાં બળતણના ભાવ અલગ અલગ હોય છે. પેટ્રોલ પર સૌથી વધારે વેટ રાજસ્થાનમાં અને ત્યારબાદ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં છે.

પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોની વિધાનસભા ચૂંટણી વખતે ભાવ સ્થિર કરી દેવાયા હતા અને ત્યારબાદ ફરી ભાવ વધારો શરૂ કરાતા આ મહિને 11 વખત ભાવ વધ્યા છે. આ 11 વધારાથી પેટ્રોલના ભાવ લિટરે રૂ. 2.64 અને ડિઝલના ભાવ લિટરે રૂ. 3.07 વધ્યા છે.

To Top