Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : નાગરવાડાની વોર્ડ નંબર 8 ની કચેરીની સામે માળી મહોલ્લામાં  છેલ્લા કેટલાય દિવસથી દૂષિત પાણી આવતા ત્યાં ઝાડા અને ઉલટીના કેસો વધ્યા છે. આજે મહિલાનું ઝાડા ઉલ્ટીના કારણે મોત થતાં સ્થાનિકો વોર્ડ નંબર 8 ની કચેરીએ રજૂઆત કરવા માટે ગયા હતા ત્યાં કોઈ જવાબદાર અધિકારી ન મળતાં સ્થાનિકો રોષે ભરાયા હતા. અને ઓફિસમાં ટેબલ-ખુરશી અને કાચ તોડીને હોબાળો મચાવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડયો હતો.

વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડી શકતું નથી પીવાનું ચોખ્ખું પાણી, રોડ રસ્તા ખરાબ અને ગટર  ઉભરાય છે. શહેરમાં છેલ્લા બે વર્ષથી પીવાનું પાણી દૂષિત, ગંદુ અને જીવડાવાણું અલગ અલગ વિસ્તારોમાં આવે છે. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. નાગરિકો પાસે વેરા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે પણ વેરાનું વળતર નાગરિકોને આપવામાં આવતું નથી.

શહેરના નાગરવાડા વિસ્તારમાં વોર્ડ નંબર 8 ની  કચેરીની સામે આવેલ માળી મહોલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ છે. ગટરનું ગંદુ પાણી અને દુર્ગંધવાળું પાણી નાગરીકો પીવું છૅ.  તેના કારણે ત્યાં ઘરે ઘરે રોગચાળો ફેલાયો છે  ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા છે આજે માળી મહોલ્લામાં રહેતી મીરાબેન પ્રકાશભાઈ માળીનું ઝાડા ઉલ્ટીના કારણે મોત નીપજ્યું હતું રોષે ભરાયેલા નાગરિકો સ્થાનિકો રજૂઆત કરવા માટે વોર્ડ નંબર ૮ને કચેરીએ પહોંચ્યા હતા ત્યાં કોઈ જવાબદાર અધિકારી હાજર ના હોય અને કોઈ જવાબ ના મળતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને ઓફિસમાં ટેબલ ખુરશી ફગોળી બારીના કાચ તોડીને હોબાળો મચાવ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો.

સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે તેના કારણે મહોલ્લામાં બીમારીની સંખ્યા વધી રહી છે નાના બાળકો પણ બીમાર થઈ ગયા છે અને હોસ્પિટલમાં દાખલ છે ગંભીર બીમારીના કારણે અમુક સ્થાનિક રહીશો તો આઈસીયુમાં પણ દાખલ કરાયા છે. છેલ્લા એક સપ્તાહની અંદર ત્રણ લોકોના મોત થયા છે અને 20 થી વધુ લોકો ઝાડ, ઉલટી તાવ સહિતની બીમારીમાં સપડાયા છે. અમે તંત્રને વારંવાર રજુઆત કરી છે કે અહીં જે ગટરનું પાણી દૂષિત આવે છે તમે એની લાઈન બદલીને નવી લાઈન નાખો. પણ તંત્ર દ્વારા કોઈપણ આ વાતને ધ્યાનમાં લેવાતી નથી. આજે અમારા માળી મહોલ્લા માં રહેતી મહિલાનું મોત થતાં અમે રજૂઆત કરવા માટે વોર્ડ નંબર 8 ની કચેરીએ પહોંચ્યા હતા પણ ત્યાં કોઈ પ્રકારનો અમને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. અહીં થયેલા કોંટામીનેશનનું ચેકિંગ કરવા પાણી પુરવઠા વિભાગ દ્વારા માસ સેમ્પલીગ ની  કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી.

નાગરવાડા માળી મહોલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી દૂષિત પાણીના આવવાના કારણે ઝાડા-ઉલટીમાં મોત તથાં અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા આજે એક મહિલાનું મોત થતાં વોર્ડ નં.8ની ઓફિસમાં સ્થાનિક રહેવાસીઓએ તોડફોડ કરી હતી. ત્યારબાદ કોર્પોરેશન સમયસુચકતા વાપરીને માળી મહોલ્લામાં તાત્કાલિક પાણીની ટેન્કર મોકલી આપી હતી. તસવીરમાં માળી મહોલ્લાના લોકો ટેન્કરમાંથી શુદ્ધ પાણી ભરી રહ્યા છે.

To Top