Top News

More Posts

   The Latest

Most Popular

કેવડિયા કોલોની વિસ્તારને પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ ઇ વેહિકલ સિટી તરીકે જાહેર કરી હતી. તેના ભાગરૂપે ચાર્જિંગ સ્ટેશન ટાટા દ્વારા સ્થાપવામાં આવ્યું છે. ૬ જૂને પ્રધાનમંત્રીએ ઇ-વેહિકલ સિટીની જાહેરાત કરી હતી. જે સંદર્ભે કેવડિયામાં પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનું ચાર્જિંગ સેન્ટર બનાવાયું છે. જ્યાં હવે ઇ-કાર, ઇ-રિક્ષાઓ, સહિતનાં ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ થઈ શકશે. ટાટા કંપની દ્વારા પ્રથમ ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. કેવડિયામાં હવે આગામી દિવસોમાં તમામ પ્રવાસન સ્પોટ ઉપર બેટરી સંચાલિત બસ, કાર અને રિક્ષા ફરતી થશે. ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરી છે.

ત્યારે કેવડિયા ખાતે ટાટા પાવરે પ્રથમ ફાસ્ટ ઇવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપી દીધું છે. ટાટા પાવર ઇવી ચાર્જ બસ, કાર અને રિક્ષામાં પ્રવાસીઓને કેવડિયાથી સ્ટેચ્યુ જોવા લઇ જવાશે. કેવડિયાને નો પોલ્યુશન ઝોન બનાવવાનો સરકારનો પ્રયાસની શરૂઆત કરી દેવામાં આવી છે. આ ચાર્જિંગ સ્ટેશન પર વાહનનું ચાર્જિંગ 100 ટકા થતાં 2 કલાકનો સમય લાગશે. જ્યારે આ ચાર્જિંગનું પેમેન્ટ કેસલેશ હશે. એટલે કે, વાહનચાલકના મોબાઈલમાં ચાર્જિંગની એક એપ્લિકેશન હશે.

જેમાંથી જ પેમેન્ટ ઓનલાઇન થઈ જશે. જેટલું ચાર્જિંગ થયું હશે તે પ્રમાણે પેમેન્ટ ઓટોમેટિકલી કપાય જશે. હાલ તો એક જ ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે, જેમાં એકસાથે 2 વાહનને ચાર્જ કરી શકાશે. જ્યારે અગાઉના દિવસમાં અહીં સરકાર દ્વારા બીજાં કેટલાંય ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે. આ વિસ્તારના લોકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સરકાર તરફથી સબસીડી પણ આપવામાં આવશે.

To Top