ચીન (china)ના મધ્ય હેનાન પ્રાંતમાં છેલ્લાં 1000 વર્ષોમાં સૌથી ભારે આશરે 22 ઈંંચ વરસાદ પડવાથી આવેલા વિનાશક પૂર (flood)ને લીધે ઓછામાં ઓછા...
જ્યારે દેશનું બંધારણ ઘડાયું અને લોકશાહીની શરૂઆત થઈ ત્યારે સમગ્ર દેશવાસીઓને એવી હાશ થઈ હતી કે હવે દેશમાં સ્વરાજ આવશે. ગુનાખોરી નાબુદ...
ગોધરા: મોરવા હડફ તાલુકાના વાડોદર-૨ના પાટીયા પાછળ આવેલી જંગલની જમીન ખેડુત ખેડતો હતો તેના પર વન વિભાગદ્વારા અચાનક કાર્યવાહી હાથ ધરવામા આવી...
સુખસર, ફતેપુરા: ફતેપુરા તાલુકાના તમામ વિસ્તારોમા સરકારી-ગૌચરની જમીનો આવેલી છે.તે જમીનો ઉપર કેટલાક તકવાદી તત્વોએ પોતાનો કબજો જમાવી જમીનો હડપ કરી છે....
દાહોદ: ઝાલોદ તાલુકાના ગામડી ગામ ની પ્રાથમિક શાળાના બાળકો નું અનાજ નો જથ્થો અગાવ ઓરડામાંથી ચોરી થયેલા નું જાણ થતાં ચાકલીયા પોલીસે...
વડોદરા: શહેરમાં બની રહેલો જન મહેલ નહિ પણ જળ મહેલ છે જે ડોક્ટર વિનોદ રાવની ભેટ છે. પહેલા જ વરસાદમાં જન મહેલમાં...
સુરત: મુંબઈ ક્રાઈમ બ્રાંચ (Mumbai crime branch) દ્વારા મડ આઈલેન્ડમાં રાજ કુંદ્રા (Raj kundra) દ્વારા ચલાવવામાં આવી રહેલા પોર્ન ફિલ્મ મેકિંગ (pornography)નો...
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજારમાં કોર્પોરેશનના નિયમ વિરુદ્ધ વેપારીઓ પેટા ભાડુઆત રાખી તગડું ભાડું લેતા હોય છે. એટલું જ નહીં...
વડોદરા: વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ માં મરણ પથારી પર રહેલા દર્દીના સ્પર્મ હાઇકોર્ટની સુનાવણી બાદ લેવામાં આવ્યા હતા. દર્દીના અનેક અવયવો કામ કરતા...
સુરત: સુરત (Surat)માં આજે ફિલ્મી ડ્રામા (Filmy drama) સર્જાયો હતો. આ ડ્રામાની શરૂઆત વેસુ વિસ્તારમાંથી થઈ હતી. જ્યારે નવસારી (Navsari)ના બોરિયાચ ટોલનાકા...
નડિયાદ: ખેડા તાલુકાના ગાંધીપુરા તેમજ મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી અને શત્રુંડા નજીક વિતેલા ચોવીસ કલાક દરમિયાન માર્ગ અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવો બન્યાં હતાં....
આણંદ: સામાન્ય રીતે કાયદાકીય ચૂંગલમાં કે ગુના માં ફસાયા બાદ અસીલ વકીલની ગાય હોય તેમ જ વર્તતા હોય છે.વકીલ કહે તે પ્રમાણે...
સુરત: સુરત (Sruat)ના કેટલાક ઉદ્યોગકારો (Industrialist) ચેમ્બર (Chamber of commerce)ના નેતૃત્વમાં હાલમાં જ ત્રિપુરા (Tripura)માં રહેલી વેપાર (Business)ની સંભાવનાઓ જોવા માટે ગયા...
આણંદ: આજે સાંજે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદના નેતા પ્રવીણભાઈ તોગડીયાએ આણંદની મુલાકાતે આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ વડોદરા અને આણંદ થઈ તેઓ...
નડિયાદ: વસો તાલુકાના બામરોલી ગામમાં રહેતાં અને વસો પોલીસમથકમાં જી.આર.ડી સભ્ય તરીકે ફરજ બજાવતાં યુવકે પોતાની પત્નિ સાથે નજીવી બાબતે ઝઘડો કર્યો...
વડોદરા: મહાનગરપાલિકાએ વનીકરણ કરવા આપેલા 46 ગ્રીન બેલ્ટ પ્લોટમાં મોટાભાગના પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યું નથી. શહેરના સાંસદ ને લેડીસ ક્લબના નામે પ્લોટ...
સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની સમસ્યા (traffic problem) હલ થાય એ માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન (Mass transportation)ની સુવિધા શરૂ કરવામાં આવી છે....
મહીસાગરમાં સંતરામપુરમાં ધોળા દિવસે એક મકાનમાં ગર્ભપાત કરાવાતો હોવાના વીડિયો બાદ પાટણના સિદ્ધપુરમાં તાવડિયા ગામની સીમમાં ઝાડી નજીક એક પ્લાસ્ટિકની બોટલમાંથી 13...
સુરત શહેરના કુખ્યાત ગેંગસ્ટર સુરેશ ઉર્ફે સૂર્યા મરાઠીની હત્યા કેસમાં નાસતા ફરતા આરોપીની ગુજરાત એટીએસે અમદાવાદમાંથી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી...
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો. ૨૦૧૫ માં સ્થપાયેલી આ ભક્તિ કવિ નરસિંહ મહેતા...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે ડિસેમ્બરમાં યોજાનાર છે ત્યારે આમ આદમી પાર્ટી, ઔવેસીની પાર્ટીની ઉપરાંત હવે એનડીએના કટ્ટર વિરોધી મમતા દીદીની ટીએમસીની...
ઓલિમ્પિકમાં સ્પોર્ટસ ઇવોલ્વ થઈ રહ્યું છે અને તેમાં મહત્ત્વનો ભાગ ટૅક્નોલોજી ભજવી રહી છે. ટૅક્નોલોજી ધરમૂળથી બદલાઈ રહી છે. ભારતીય દર્શકો ઓલિમ્પિક...
જેમાં આશરે ત્રણ કરોડ ભાવિકો ભાગ લેવાના હતા તે કાવડયાત્રા સુપ્રિમ કોર્ટની દરમિયાનગીરીને કારણે બંધ રાખવાની ઉત્તર પ્રદેશની સરકારને ફરજ પડી છે,...
અત્યારે ખેડ વાવણીની ઋતુ છે પણ માત્ર ખેડૂતો જ સમજી શકે એવી એક સમસ્યા છે તેની પર ધ્યાન દોરું છું. પહેલાંના સમયમાં...
તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે પોતાના અણઘડ વહીવટથી બગડેલી છબી સુધારવા મંત્રીમંડળનું વિસ્તરણ કરી પોતાના નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. ‘ગુજરાતમિત્ર’ તા. 10/7...
સાહિત્યસમ્રાટ સ્વ. પી.કે. અત્રેનું મરાઠી નાટક ‘તો મી નવ્હેચ’ના સળંગ 1500 પ્રયોગ મુંબઇમાં થયા. નાટકનો નાયક લખોબા લોખંડે, અલગ પ્રકારની આઠ આઠ...
કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરોના મોંઘવારી ભથ્થાં પર ગયા વર્ષથી રોક લગાવી દેવાઇ હતી. જાન્યુ. 20, જુલાઇ 20 અને જાન્યુ....
આદિ માનવ જંગલમાં ભટકતો ત્યારે જંગલી સર્પ ડંખ દેવાથી મૃત્યુ નિપજતું. સર્પથી ડરીને એણે પથ્થરમાં સર્પની આકૃતિ કોતરીને પૂજા કરવા લાગ્યો. સમયાંતરે...
ડો શાહ એક સફળ માનસશાસ્ત્રી. તેમની પાસે એક હતાશ નિરાશ બહેન આવ્યાં. થોડો જાણીતો ચહેરો લાગ્યો અને પુછતાછ કરતાં જૂની ઓળખાણ નીકળી....
ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનીસ્તાનમાં તાલિબાનોએ કરેલી હત્યાએ ભારત માટે મોટો પડકાર બની શકે તેવી છેલ્લામાં છેલ્લી કટોકટી આપણા ધ્યાન પર...
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
ચીન (china)ના મધ્ય હેનાન પ્રાંતમાં છેલ્લાં 1000 વર્ષોમાં સૌથી ભારે આશરે 22 ઈંંચ વરસાદ પડવાથી આવેલા વિનાશક પૂર (flood)ને લીધે ઓછામાં ઓછા 25 લોકોનાં મોત (Death) થયાં હતાં અને એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર (Migration) કરવામાં આવ્યું હતું.
12 જણાં તો સબ વેની અંદર મૃત્યુ પામ્યા હતા. રાષ્ટ્રપતિ (President) જિનપિંગે પૂરગ્રસ્ત સબવે, હૉટેલ્સ અને જાહેર સ્થળોએ ફસાયેલા લોકોને બચાવવા લશ્કર (Army) મોકલવાનો આદેશ જારી કર્યો હતો. એક ડેમ તૂટી પડવાની દહેશત હતી જેનાથી પ્રાંતની રાજધાનીમાં પૂરનું જોખમ આવી શકે. જો કે પૂરગ્રસ્ત નદીનાં ઉછાળા મારતા પાણીને બીજે વાળવા ચીનના લશ્કરે નુક્સાન પામેલો એક ડેમ (River dam) ઉડાવી દીધો હતો. 75 સૈનિકો અને એન્જિનિયરિંગ કેમિકલ ડિફેન્સ બ્રિગેડના સૈનિકોએ યિચુઆન કાઉન્ટીમાં યિહેટાનના ડેમમાંથી પૂરનાં પાણી અન્યત્ર વાળવા ડેમ બ્લાસ્ટિંગનું કામ પૂર્ણ કર્યું અને ત્યારબાદ જરૂરી બચાવ કામગીરી કરી હતી.

હવામાન શાસ્ત્રીઓ આ પૂરને ભાગ્યે જ બનતી ઘટના ગણાવી રહ્યા છે. એના કારણે 1.26 કરોડ લોકોની વસ્તી ધરાવતી પ્રાંતની રાજધાની ઝેંગઝૌમાં વિનાશક દ્રશ્યો સર્જાયા છે. સબ વે અને રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. કુલ 12.4 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. સ્થળાંતર કરાયેલા લોકોની સંખ્યા 1.60 લાખ છે. જિનપિંગે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ગોઠવવાનો આદેશ આપતા કહ્યું કે લોકોની સલામતી અને સંપત્તિને સુનિશ્ચિત કરવા ટોચની અગ્રતા આપવાની છે. વરસાદગ્રસ્ત હેનાનમાં ભારે વરસાદ પડવાથી એક ડેમને ગંભીર નુક્સાન થયું છે અને એ તૂટી પડે એમ છે. પીએલએના સેન્ટ્રલ થિયેટર કમાન્ડે સૈનિકોને તાકીદે ત્યાં રવાના કર્યા હતા. પીએલએએ એના સોશિયલ મીડિયા સાયના વીબો પર કહ્યું કે હેનાનની યિચુઆન કાઉન્ટી ના ડેમમાં 20 મીટર લાંબી ફાટ દેખાઇ છે અને એ ગમે ત્યારે તૂટી પડે એમ છે.

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયેલા વીડિયોમાં લોકો સબ વે ટ્રેનની અંદર ફસાયેલા અને મદદની રાહ જોઇને સેફ્ટી બાર્સ સાથે ટિંગાયેલા જોઇ શકાય છે. સેંકડો કાર અને વાહનો તણાઇ ગયેલા દેખાય છે. રસ્તાઓ પર ભૂવા પડી ગયા છે અને એમાં પડી ગયેલા લોકો પણ દેખાય છે. ઝેંગઝૌમાં 24 કલાકમાં 457.5 મિમી વરસાદ પડ્યો હતો અને હવામાનનો રેકોર્ડ રાખવાનું શરૂ થયું ત્યારથી સૌથી વધારે વરસાદ છે. હેનાન પ્રાંતમાં ઘણાં સાંસ્કૃતિક સ્થળો આવેલા છે અને ઉદ્યોગ અને ખેતીનું મોટું કેન્દ્ર છે. બુદ્ધ મંદિર શાઓલિન મંદિર પણ પૂરમાં સપડાયાના હેવાલ છે.
રોડ અને રેલ સેવાને અસર થઈ છે. 160થી વધુ ટ્રેનો અટકાવી દેવાઇ હતી. હવાઇ મથક પર 260 ફ્લાઇટ્સ રદ કરી દેવાઇ છે. બુધવાર રાત સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ચેતવણી છે.