અમેરિકા (America)ની સ્ટાર જિમ્નાસ્ટ (Star gymnastic) સિમોન બાઇલ્સે ટોક્યો ગેમ્સ (Tokyo Olympics) દરમિયાન અચાનક જ જિમ્નાસ્ટીકની સ્પર્ધાઓમાંથી ખસી જવાનો (Left competition) નિર્ણય...
સુરત : પાંડેસરામાં આમ આદમી પાર્ટી (AAP)ના બે કાર્યકર્તા (Worker) વચ્ચે ચાર હજાર રૂપિયાને લઇને માથાકૂટ થઇ હતી. આપની એક મહિલા કાર્યકતા...
સુરત: સુરત (Surat) શહેરના વોર્ડ નં.2 (Ward-2)માં વેલંજા અને ઉમરા વિસ્તારનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા અવારનવાર આમ...
સુરત: સુરત (surat) મનપા (smc)ની મુખ્ય કચેરી મુગલીસરાઈ ખાતે સેન્ટ્રલ ઝોનના વડા ઈનચાર્જ ડે.કમિશનર ગાયત્રી જરીવાલાની ઓફિસમાં બે અસામાજિક તત્વો ચપ્પુ લઈ...
પરિવારજનો, સગાંવહાલાં, પાડોશી, મિત્રો, પરિચિત અને કલીગ્સ…. નામ ગમે તે હોય પરંતુ આપણી જિંદગીના કેનવાસને મેઘધનુષી રંગોથી સજાવવામાં દરેક સંબંધની ખાસ ભૂમિકા...
વ્હાલા વાચકમિત્રો, સૌ પ્રથમ તો આપ સૌને આઝાદીના અમૃત મહોત્સવની શુભેચ્છાઓ. આ લેખનું હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? કંઈક ખોટું છપાય ગયાનું...
ગતાંકે ‘ રાષ્ટ્રીય સ્તનપાન સપ્તાહ’ ને અનુલક્ષીને આપણે સ્તનપાનનું મહત્ત્વ સમજાવતો લેખ વાંચ્યો. હવે આ અંકે સ્તનપાન ક્યાં સુધી કરાવવું અને સ્તનપાન...
હેપ્પી ઈન્ડિપેન્ડન્સ ડે. પરતંત્રતાથી મોટું આ દુનિયામાં કોઇ દુ:ખ નથી અને સ્વતંત્રતા એ સુખનું પ્રથમ પગથિયું છે. વિશ્વની બીજા નંબરની લોકશાહીમાં સ્વતંત્રતાનું...
અમેરિકાનું સૈન્ય અફઘાનિસ્તાનમાંથી પાછું ફરે તે પછી પણ રિમોટ કન્ટ્રોલથી અફઘાનિસ્તાન પર રાજ કરવાની અમેરિકાની યોજના ધૂળમાં મળી ગઈ છે. હજુ તો...
મનુષ્યનો જો પુનર્જન્મ હોય તો તમામ ધર્મોના મનુષ્યોનો પુનર્જન્મ થાય જ. કારણ કે પુનર્જન્મ એ કુદરતી ઘટના કહેવાય. કોઇ ધર્મના લોકો તેને...
પેટ્રોલનો ભાવ લીટરે સો વટાવી ગયો છે તો પણ શહેરોમાં કારો ઓછી થઈ નથી. અખબારોમાં રોજ આ માટે બુમરાણ હોય છે. ફોટાઓમાં...
આજે એક બાજુ આપણે આઝાદીનો મહોત્સવ મનાવીએ છીએ અને બીજી તરફ લોકશાહીના ધજાગરા ઉડાવીએ છીએ. લોકોએ પોતાના મતદાનથી ચૂંટેલા, લોકોને સંસદમાં વિશ્વાસથી...
ઠંડીના દિવસો હતા. રાજાએ જાહેર કર્યું આજે દરબાર મહેલના બગીચામાં ભરાશે.રાજા-રાણી, મંત્રીઓ અને દરબારીઓ બધા બગીચામાં સુરજના તડકામાં બેસી દરબારનું કામકાજ અને...
15 મી ઓગષ્ટ 2021 ના રોજ આઝાદી 75 મા વર્ષમાં પ્રવેશશે. આ ઘટના કોઈ પણ એક દેશ માટે, દેશનાં નાગરિકો માટે,પ્રજા માટે,...
27 મી ફેબ્રુઆરી 2021 થી 31 મી જુલાઇ 2021 વચ્ચે ખાસ કરીને કોંગ્રેસના હવે લગભગ નામશેષ થઇ ગયેલા 23 બળવાખોરોના જૂથના નેતા...
જો નવા આધુનિક વાહનોને રસ્તાઓ પર દોડાવવા હોય તો જૂના વાહનોને ભંગારમાં મોકલવા જરૂરી હોય છે. જેમ જેમ વાહન જૂનું થાય તેમ...
નડિયાદ: ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં લાડુ પ્રસાદીના ભાવ વધારા બાદ ભક્તોના ખિસ્સાં ખંખેરાઈ રહ્યાં હોવાની બુમો ઉઠવા પામી છે. નક્કી કરાયેલાં...
ગોધરા: પંચમહાલ જિલ્લામાં હાલ વરસાદ ખેંચાતા વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે તો બીજી તરફ જિલ્લામાં આવેલા જળાશયોમાં પણ પાણીના...
દાહોદ,ગરબાડા: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે આવેલ સેન્ટ્રલ બેન્કના 22 ખાતેદારોના ખાતામાંથી રૂ .5 લાખ બારોબાર ઉપડી ગયાનો ચોંકાવનારો બનાવ બન્યો...
સિંગવડ: સિંગવડ તાલુકા ના ગામડાઓમાં પાણી પુરવઠા હેડ પંપ હજુ પણ બંધ હાલતમાં સિંગવડ તાલુકા ના ગામડાઓમાં પાણીની સમસ્યા યથાવત હોવાથી ઘણા હેડ...
પાવીજેતપુર: પાવી જેતપુર તાલુકાના પાવી ગામે ગોરસ આંબલીના ઝાડ નીચે પત્તાપાનાનો જુગાર રમતાં ચાર ઈસમો માંથી ત્રણ ઈસમોની પાવી જેતપુર પોલીસે રૂ....
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 2 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 71,920 ઉપર પહોંચ્યો છે.જ્યારે શુક્રવારે પાલિકા...
વડોદરા: કરોડો રૂિપયાના સુખધામ પ્રોજેકટમાં જીવન મરણ સમી મૂડી આપીને મિલકત ખરીદનાર સેંકડો લોકોને બિલ્ડર ટોળકી વર્ષો સુધી દસ્તાવેજ માટે ધક્કા ખવડાવે...
વડોદરા : મહાનગર પાલિકાના પાણી-પુરવઠા ના ૧૫૦થી વધુ કર્મચારીઓને બે મહિનાનું બાકી વેતન ના આપતા પાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જૂના...
વડોદરા: શહેરની નિદ્રાધીન પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી રહેલા તસ્કરોએ ગુરૂવારે મોડી રાત્રે રાવપુરા પોલીસ મથકથી માત્ર અડધો કિમી દૂર અને શહેર...
વડોદરા : શહેરના નટુભાઈ સર્કલ પાસે પિયરમાં રહેતી યુવતીએ માતા-પિતા અને પરિવારની ઉપરવટ જઇ પ્રેમલગ્ન કર્યાબાદ શિક્ષીત યુવતીને પસ્તાવાનો વખત આવ્યો છે....
વડોદરા : સમગ્ર દેશ 15 મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યું છે.ત્યારે વડોદરાના એક સંગ્રહકારે દેશને આઝાદી મળી તે સમયકાળ...
સુરત રેલવે સ્ટેશનની સૌથી મોટી સમસ્યા છે તે એન્ટ્રી અને એકઝિટની. તેમાં પ્રવેશવા માટે અને બહાર નીકળવા માટે માત્ર પંદર ફૂટની એન્ટ્રી...
સુરત: ઓગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં સતત 3 દિવસ સહકારી, પ્રાઇવેટ અને રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેશે. જેને લીધે 27 ઓગસ્ટે નાંખવામાં આવેલો ચેક...
શહેરમાં બહારથી આવતા લોકોને ફરજિયાત છેલ્લા 48 કલાકમાં કરાવાયેલો આરટીપીસીઆર રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત છે, ત્યારે હવે ધીમે ધીમે ધબકતા થયેલા સુરત...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
અમેરિકા (America)ની સ્ટાર જિમ્નાસ્ટ (Star gymnastic) સિમોન બાઇલ્સે ટોક્યો ગેમ્સ (Tokyo Olympics) દરમિયાન અચાનક જ જિમ્નાસ્ટીકની સ્પર્ધાઓમાંથી ખસી જવાનો (Left competition) નિર્ણય કર્યો અને તેના કારણે અમેરિકામાં મેન્ટલ હેલ્થ (Mental health) બાબતે લોકોમાં ઉંડો રસ ઊભો કર્યો છે. મીડિયા પર રિસર્ચ (Research) કરતી એજન્સી ન્યૂઝવ્હીપના આંકડાઓને આધારે એક વેબસાઇટ એક્સિયોસ.કોમે જણાવ્યું છે કે બાઇલ્સ સ્પર્ધાઓમાંથી ખસી તે પછી મેન્ટલ હેલ્થ બાબતે સમાચારો કે અન્ય માહિતીઓ સર્ચ કરનારા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હતો.
નિરિક્ષકોનું કહેવું છે કે ઓલિમ્પિક ગેમ્સ એવી તક હોય છે કે જ્યારે સમાજના તમામ તબક્કાના લોકોનું ધ્યાન તેના પર હોય છે અને તેમાં બનનારી ઘટનાઓ સમાજ પર ઘેરી અસર નાંખે છે. સિમોન બાઇલ્સ આમ પણ એક મોટી સ્ટાર છે અને અમેરિકાને તેની પાસેથી જિમ્નાસ્ટિકની સ્પર્ધાઓમાં ઘણાં મેડલની આશા હતી. બાઇલ્સ ઘણી સ્પર્ધાઓમાંથી બહાર રહ્યા પછી જ્યારે જિમ્નાસ્ટીકની બેલેન્સ બાર સ્પર્ધામાં પાછી ફરી ત્યારે તેણે તેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને તેની સાથે જ અમેરિકા વતી સર્વાધિક 7 મેડલ જીતવાના શેનોન મિલરના રેકોર્ડની બરોબરી કરી હતી.

ન્યૂઝ મીડિયાના એક અભ્યાસમાં એવી હકીકત સામે આવી છે કે બાઇલ્સે ઘણી સ્પર્ધાઓમાં ભાગ ન લેવાના કરેલા નિર્ણયથી મેન્ટલ હેલ્થના સવાલો પર એટલી વધુ વ્યાપક ચર્ચા જાગી કે જેટલી બ્રિટીશ પ્રિન્સ હેરી કે તેની પત્ની મેગન મર્કેલના ઇન્ટરવ્યુ કે ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા ફ્રેન્ચ ઓપનમાંથી ખસી જવાથી થઇ હતી. પ્રિન્સ હેરી અને મેગને અમેરિકાની પ્રસિદ્ધ ટીવી એન્કર ઓપરા વિન્ફ્રેને આપેલા ઇન્ટરવ્યુંમાં પોતાની મેન્ટલ હેલ્થ અંગે ચર્ચા કરી હતી. ઓસાકાએ પણ ફ્રેન્ચ ઓપનમાંથી જ્યારે નામ પાછું ખેંચ્યું ત્યારે તેણે મેન્ટલ હેલ્થનું કારણ જ આગળ કર્યુ હતું. હાલના આંકડાઓ અનુસાર બાઇલ્સે નામ પાછું ખેંચ્યા પછી તેના અને મેન્ટલ હેલ્થ સંબંધે ઓનલાઇન મીડિયા પર પ્રસિદ્ધ થયેલા અહેવાલોને 20 લાખ ઇન્ટરેક્શન અર્થાત લાઇક, કોમેન્ટ કે શેર મળ્યા હતા. મેગન અને હેરીના ઇન્ટરવ્યુ પછી જેટલા ઇન્ટરેક્શન આવા અહેવાલોને મળ્યા હતા તેનાથી બાઇલ્સના કેસમાં એ આંકડો 25 ટકા વધારે હતો. આ ઉપરાંત ગૂગલ પર મેન્ટલ હેલ્થ બાબતે થયેલા સર્ચના આંકડામાં પણ વધારો જોવાયો હતો.

નિરિક્ષકોનું કહેવું છે કે આ વર્ષે મેન્ટલ હેલ્થ બાબતે લોકોનો રસ સતત વધતો રહ્યો છે. નાઓમી ઓસાકાના કેસમાં પણ એવું જોવા મળ્યું હતું. જો કે બાઇલ્સનું પ્રકરણ વધુ ચર્ચિત બન્યું છે. થોડા દિવસો પહેલા બાઇલ્સ અને મેન્ટલ હેલ્થ બાબતે અમેરિકામાં 9 હજારથી વધુ આર્ટિકલ છપાયા છે. એ ઉલ્લેખનીય છે કે બાઇલ્સ, ઓસાકા અને મેગન આ ત્રણેએ એવું કહ્યું છે કે સ્ટાર બનવાની આકરી કિંમત ચુકવવી પડે છે. તેણે લોકોની આશાઓનો મોટો બોજો ઉઠાવવો પડે છે. બાઇલ્સ કહે છે કે મેન્ટલ સ્ટ્રેસ અને તમામ લોકોની આશાઓના ભારથી તેનો આત્મવિશ્વાસ હલી ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવી અવસ્થામાં માત્ર ખેલાડીના પ્રદર્શન પર જ અસર નથી પડતી પણ તેના આરોગ્ય પર મોટું જોખમ આવી પડવાનો ખતરો પણ રહે છે.