આણંદ : લુણાવાડાના ભાયાસર ગામે આવેલા મારુતિ સુઝુકી કારના શો રૂમની જગ્યા શ્રી સરકાર કરવા કલેક્ટરે હુકમ કરતાં ચકચાર મચી ગઈ છે....
નડિયાદ: નડિયાદ શહેરમાંથી પસાર થતી મોટી નહેરમાં શનિવારે બપોરના સમયે એકાએક જળસ્તર વધી ગયું હતું. રેલ્વે બ્રિજના પેરાફીટ સુધી પાણીનું સ્તર આવી...
વડોદરા: પાણીગેટ પોલીસ કસ્ટડીમાંથી એક માસ પૂર્વે નાસી છૂટનાર રીઢા આરોપીને ક્રાઈમબ્રાંચના પીએસઆઈ કે.જે.વસાવા, અમુલભાઈ કનકસિંહ રવિભાઈ સહિતની સતર્ક ટીમે આબાદ ઝડપી...
વડોદરા: શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગારધામ પર દરોડા પાડી 6 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે રૂ. 10,650ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી...
વડોદરા : શહેરના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આવેલ નંદલાલ જ્વેલર્સના પિતા, પુત્રની ત્રિપુટીએ કેટરિંગના અને લેબર કામના વેપારીને પ્રોફિટની લાલચ આપી સોનાના દાગીના...
વડોદરા: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર હવે સ્વચ્છ સર્વેક્ષણ 2021 માં દેશનું પ્રથમ વોટર પ્લસ સિટી જાહેર થઇ ચૂકયું છે ત્યારે વડોદરાને...
વડોદરા : પાલિકા આવાસ મકાનોમાં કરેલા ડ્રોની યાદી બદલી કૌભાંડના આચરવાનો મામલે વધુ વિવાદિત બની રહ્નાં છે.જોકે ભ્રષ્ટ અધિકારીઓને પરત લેવાનું પણ...
વડોદરા: પાલિકાની ઢોર પાર્ટીઍ ગાય સર્કલ પાસેથી ગાય સહિત ત્રણ ઢોરને પકડીને ગોપાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. વડોદરા મહાનગર પાલિકાના ઢોર ડબ્બા...
શહેરની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત છ ગ્રાન્ટેડ કોલેજને સરકારે પ્રાઇવેટ યુનિ. સાથે ભેળવી દેતાં વિતેલા કેટલાય દિવસથી સુરત સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતમાં...
જિંગા ઉછેર માટેનો 4.74 કરોડનો માલ ખરીદી 2.59 કરોડ રૂપિયા નહીં ચૂકવતાં એક્વાકલ્ચરનો વેપાર કરતા વેપારીએ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી....
નવી સિવિલ હોસ્પિટલના ગેટ ઉપર બે દારૂડિયા મારામારી કરતા હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. આ બંને દારૂડિયા મોબાઈલ ચોર હોવાનું...
વીર નર્મદ યુનિવર્સિટીમાં સાડાત્રણ દાયકા દરમિયાન ભારે સન્માન સાથે નોકરી કરનારા વરિષ્ઠ સારસ્વત અને અર્થશાસ્ત્રી ડો.કિરણ પંડયાની વડોદરા ગ્લોબલ યુનિ.માં કુલપતિ તરીકે...
બોમ્બે હાઇકોર્ટે તાજેતરમાં જાહેર થયેલ માહિતી ટેકનોલોજી નિયમો, ૨૦૨૧ના એક ભાગના અમલીકરણ પર વચગાળાનો મનાઇ હુકમ આપ્યો છે જે ભાગ તમામ ઓનલાઇન...
દેશ આ વર્ષે કોરોના વાયરસની પુનરાવૃત્તિની વિનાશક અસરોમાંથી બહાર આવવાનો બાકી છે અને આ વધુ કાળજી અને સાવધાનીનો સમય છે. એમ રાષ્ટ્રપતિ...
સુરત: વેસુ વિસ્તારમાં ઓમકારસૂરિજી આરાધના ભવનમાં પંન્યાસ પ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં સાયણના સંગીતાબેન હિતેશકુમાર શાહની માસક્ષમણ (30 ઉપવાસ)ની તપશ્ર્વર્યા નિમિતે તપના...
આજે હૈતીમાં ૭.૨ મેગ્નીટ્યુડનો ભૂકંપ આવ્યો હતો જેનું ઉદગમબિંદુ રાજધાની પોર્ટ ઓફ પ્રિન્સના પશ્ચિમે ૧૨૫ કિમી દૂર હતું. હૈતીના નવા વડાપ્રધાન એરિઅલ...
શહેરમાં કોરોનાનું સંક્રમણ હાલ નહીવત પ્રમાણમાં છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પ્રતિદિન પાંચથી પણ ઓછા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. શનિવારે શહેરમાં...
26 વર્ષ પહેલાં સુરતમાં 12 હજારની વિડીયો અને કેસેટ ભાડે લઇ જવાનું કહી ચોરી કરવાના કેસમાં વેશ બદલી રહેતા યુવકને ક્રાઇમ બ્રાન્ચે...
નવી દિલ્હી, તા.14 ભારત સરકાર બીમારીથી પીડિત હોય તેવા 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું રસીકરણ ટૂંક સમયમાં શરૂ કરી શકે છે. જો...
સુરત: વિતેલા દોઢ વર્ષથી કોરોનાની મહામારીને પગલે પાટા ઉપરથી ઉતરી ગયેલા શિક્ષણતંત્રને રાબેતા મુજબ કરવા મથામણ શરુ થઇ ગઇ છે. સરકારે તબક્કાવાર...
સુરત: કેન્દ્ર સરકાર દ્વારા દેશનું 2 મેગા ટેક્સટાઇલ પાર્ક અને ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 7 નવા ટેક્સટાઇલ પાર્ક ઊભા કરવાની જાહેરાત પછી...
શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ખાસ સેનેટ સભાએ આજે તા.14મી ઓગસ્ટ 2021ના રોજ ઇતિહાસ રચ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની...
સુરત: શહેરના વેસુમાં આવેલા ટાઇટેનિયમ સ્કેવરમાં 2200 સ્કવેર ફિટ જગ્યામાં ભારતનું પ્રથમ ડાયમંડ ઓક્શન હાઉસ GJEPC દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેનું...
સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતના નર્સિંગ ક્ષેત્રે સંકળાયેલા બ્રધર, સિસ્ટર તેમજ સ્ટુડન્ટસ સહિત ટીચર્સ આલમમાં આજે ખુશીને લહેર ફરી વળી છે.આ...
સુરત: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિતેલા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. જેને પગલે છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. ઉકાઇ ડેમના...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (આઇસીસી) આગામી ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેનારા દેશોને યુએઈમાં 15 ખેલાડીઓ અને 8 અધિકારીઓને ટુર્નામેન્ટમાં લાવવાની મંજૂરી આપી...
અહીં શનિવારે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે લંચ પહેલાના સત્ર દરમિયાન ભારતના પ્રથમ દાવના સેન્ચુરિયન કેએલ રાહુલ તરફ પ્રેક્ષકોના સ્ટેન્ડ પરથી...
ટોક્યો ઑલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન ઉત્કૃષ્ટ હતું અને સમગ્ર દેશને તેમના પર ગર્વ છે. એમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યું હતું.કોવિંદે ટોક્યો ઑલિમ્પિક...
ઑલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ ટોક્યો ગેમ્સમાં ઐતિહાસિક પરાક્રમ દર્શાવ્યું હતું. ઉષ્માભર્યા સ્વાગત સાથે દેશમાં પરત ફર્યા બાદ છેલ્લા કેટલાક દિવસોમાં તેને ભારે...
ગયા વર્ષે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી અલવિદા કહેનાર ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર ઇરફાન પઠાણ કોચિંગની દુનિયામાં પગ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
આણંદ : લુણાવાડાના ભાયાસર ગામે આવેલા મારુતિ સુઝુકી કારના શો રૂમની જગ્યા શ્રી સરકાર કરવા કલેક્ટરે હુકમ કરતાં ચકચાર મચી ગઈ છે. આ શોરૂમના માલિક આર બી કાર્સના રમેશભાઈ ભગવાનભાઈ પટેલ દ્વારા રહેણાંક હેતુ માટે બિનખેતી કરાવ્યા બાદ તેના પર વાણિજ્ય કોમ્પ્લેક્સ બાંધી દીધું હતું. આ ઉપરાંત માર્જીન ભંગ સહિતના અન્ય મુદ્દા પણ તપાસમાં ખુલ્યાં હતાં. આથી, કલેક્ટરે હુકમ કર્યો હતો. લુણાવાડાના ભાયાસર ગામે આવેલા મારૂતિ સુઝુકી કારના શો રૂમની કાયદેસરતા સામે રજુઆતો કરવામાં આવી હતી. જેના પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
આ તપાસ દરમિયાન શો રૂમના માલિક એવા રમેશભાઈ ભગવાનભાઈ પટેલના નામે જમીન ચાલતી હતી. તેઓએ 2015માં આ જગ્યા બિનખેતી કરાવવા પ્લાન અને નકશા નગર નિયોજનમાં મંજુર કરાવ્યાં હતાં. જેમાં તેણે રહેણાંક હેતુ દર્શાવ્યો હતો. આ મંજુરી મળ્યા બાદ તેમણે તાલુકા વિકાસ અધિકારી પાસે રહેણાંક હેતુ માટે બિનખેતી કરાવી હતી. જોકે, તેણે રહેણાંક હેતુના બદલે કારના શો રૂમ માટે વાણિજ્ય કોમ્પ્લેક્સ બનાવી દીધું હતું. જોકે, બાદમાં 2016માં તેણે આ જગ્યા વાણિજ્ય હેતુ માટે બિનખેતી કરવા અરજી કરી હતી. પરંતુ મામલતદારે ટાઇટલ ક્લીયર ન હોવાનો અભિપ્રાય આપી અહેવાલ પ્રાંત અધિકારીને મોકલી આપ્યો હતો. તત્કાલિન આસીસ્ટન્ટ કલેક્ટરે આ અહેવાલ આધારે શરતભંગની કાર્યવાહી માટે ફાઇલ કલેક્ટરને મોકલી આપી હતી.
આ અંગે તંત્રએ તપાસ કરતાં કારના શો રૂમની જગ્યા વાણિજ્ય હેતુ માટે બિનખેતી થઇ નથી. તેને હેતુભેર માટે પણ મંજુરી આપવામાં આવી નથી. રાજ્ય ધોરી માર્ગ માટે બાંધકામ રેખા 40 મીટર અને નિયંત્રણ રેખા 75 મીટર હોવી જોઈએ. પરંતુ તે 22.5 મીટર દુર બાંધકામ કર્યું હતું. આમ, રેખા નિયંત્રણ ધારાનો ભંગ થયો છે. કોમન પ્લોટમાં પણ કોઇ પણ પ્રકારની મંજુરી વગર બાંધકામ કરી દેવાયું હતું. આ ઉપરાંત ફાયર એનઓસી પણ લેવામાં આવી નથી. આથી, કલેક્ટરે આ જગ્યા શ્રીસરકાર દાખલ કરવા હુકમ કર્યો છે. સાથોસાથ હુકમમાં જણાવ્યું હતું કે, હુકમની બજવણીના સાત દિવસમાં સવાલવાળી મિલકતનો કબજો સરકાર પક્ષે સંભાળી લેવા મામલતદારને જણાવ્યું હતું. જોકે સામેવાળાનો કબજો ચાલુ રહેશે તો બજાર ભાડુ વસુલવામાં આવશે.
ભાયાસરની જગ્યા પર રહેણાંક હેતુના બદલે વાણિજ્ય હેતુ માટે બાંધકામ કર્યા બાદ તેની સામે કાર્યવાહી શરૂ થઈ હતી. આ જગ્યા શ્રી સરકાર કરવા સંદર્ભે અપાયેલી નોટીસના જવાબમાં રમેશભાઈના બદલે તેમનો પુત્ર જીગ્નેસભાઈ પટેલ હાજર રહ્યાં હતાં અને તેઓએ દલીલ કરતાં જણાવ્યું હતું કે, નોટીસ મળતાં સ્વખર્ચે થોડું બાંધકામ તોડી પડાયું છે. સપ્ટેમ્બર-2017માં તાલુકા વિકાસ અધિકારી, લુણાવાડાની કચેરીમાં હેતુફેર માટે કરાયેલી અરજીમાં કોઇ પત્ર ન મળતાં પરવાનગી મળી ગઇ છે, તેમ જાણી વાણિજ્ય હેતુ માટે ઉપયોગ શરૂ કર્યો હતો. હાલ શો રૂમમાં આશરે 110 કર્મચારીને રોજગારી મળતી હોવાથી ન્યાયના હિતમાં હેતુફેરની પરવાનગી આપવા અને દંડ થશે તો તે ભરવા સહમતિ આપી હતી. જોકે, કલેક્ટરે આ જવાબ માન્ય રાખ્યો નહતો.