Sports

ઇંગ્લેન્ડના પ્રેક્ષકોની શરમજનક હરકત: કેએલ રાહુલ તરફ બૉટલના ઢાંકણા ફેંક્યા

અહીં શનિવારે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે લંચ પહેલાના સત્ર દરમિયાન ભારતના પ્રથમ દાવના સેન્ચુરિયન કેએલ રાહુલ તરફ પ્રેક્ષકોના સ્ટેન્ડ પરથી બોટલ કૉર્ક ફેંકવામાં આવી હતી.પ્રથમ દાવમાં શાનદાર 129 રન બનાવનાર રાહુલ તરફ મોહમ્મદ શમી દ્વારા નાખવામાં આવી રહેલી 69મી ઓવર દરમિયાન શેમ્પેનની બોટલના કોર્ક જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી.

શમીની ઓવરની ચોથી ડિલિવરી બાદ જ બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ કરી રહેલા રાહુલને નિશાન બનાવવામાં આવ્યો હતો.
આ ઘટનાથી ભારતીય સુકાની વિરાટ કોહલી નાખુશ થયા હતા અને રાહુલને તેને બહાર ફેંકી દેવાની સૂચના આપી હતી.
ભારતીય ખેલાડીઓ અમ્પાયર માઈકલ ગોફ અને રિચાર્ડ ઈલિંગવર્થ સાથે વાત કરતા જોવા મળ્યા હોવાથી રમત થોડા સમય માટે અટકી ગઈ હતી.

આ વર્ષની શરૂઆતમાં, ભારતીય ટીમને તેમના ઑસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જાતિવાદી ટિપ્પણીનો કરવો પડ્યો હતો. જ્યાં મોહમ્મદ સિરાજ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેના કારણે નવા વર્ષની પૂર્વસંધ્યાએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી પ્રેક્ષકોને હાંકી કાવામાં આવ્યા હતા. આ મૅચમાં એક અંગ્રેજ પ્રેક્ષક ભારતીય જર્સી પહેરીને ઘૂસી આવ્યો હતો.

Most Popular

To Top