Charchapatra

દેશમાં લોકશાહીનું થઈ રહેલું અપમાન જુઓ તો ખરા

આજે એક બાજુ આપણે આઝાદીનો મહોત્સવ મનાવીએ છીએ અને બીજી તરફ લોકશાહીના ધજાગરા ઉડાવીએ છીએ. લોકોએ પોતાના મતદાનથી ચૂંટેલા, લોકોને સંસદમાં વિશ્વાસથી મોકલ્યા છે કે તેઓ પ્રજાનુ ભલું કરશે.  કાયદા – કાનૂન એવા બનાવશે જેમાં પ્રજાના હિત સાથે શિસ્ત પણ હોય. સંસદસભ્યો માટે સંસદભવન એક મંદિર છે. ત્યાં કાયદા – કાનૂન ઘડાય છે, દેશના હિસાબ – કિતાબ થાય છે, નવી યોજનાઓ ઘડાય છે.

આવા મંદિરમાં સંસદ સભ્યો જ ધાંધલ કરે છે, પાટલીઓ પછાડે છે, મારામારી કરે છે,  બોલાબોલી કરી અશિસ્તભર્યો ઘોંઘાટ કરી  કામ કરવા દેતા નથી. બધા જ પક્ષો એકબીજા સાથે અશિસ્તભર્યું વર્તન કરે છે . તો શું આ લોકશાહી કહેવાય? દેશમાં લોકો કાયદા – કાનૂનનું પાલન જ કરતા નથી. દરરોજ હિંસા,  લૂંટફાટ,  રેપ, ગુંડાગીરી,  છેતરપિંડી, ચોરી અને ભ્રષ્ટાચાર થતાં જ રહે છે. લોકોને કોઈ જ બીક નથી.  અનુશાસન જેવું કંઈ છે જ નહિ. બેન્કોમાં, કંપનીઓમાં, ઓફિસોમાં બધે જ હિસાબમાં ગોટાળા કરી કરોડો રૂપિયાનું લોકો કરી નાખે છે.આને લોકશાહી કહેવાય ખરી? સત્તાવાળા પોતાના સ્વાર્થ માટે લડી રહ્યા છે. આમ આપણી લોકશાહીનું અપમાન આપણા હાથે જ થઈ રહ્યું છે અને પ્રજા માત્ર પ્રેક્ષક બની જોઈ રહી છે. સુરત     – નીરુબેન બી શાહ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top