Top News

More Posts

   The Latest

Most Popular

કાલોલ: કાલોલ શહેર ના પ્રવેશદ્વારે આવેલ એક કીમતી જમીન પૈકીની એક ખુલ્લી જગ્યાને મૂળ માલિકના વારસદારો ને પધરાવી દેવા માટે  વહીવટી સત્તાધીશોના હેરાફેરી જેવા વહીવટી નિર્ણયો ના પગલે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કાલોલ નગર પાલિકા દ્વારા બાંધકામ આવેલ પાણીની ટાંકી , સંપ અને કોમ્યુનિટી હોલ ધરાવતા સરકારી પડતર બ્લોક સર્વે નંબર ૧૦૮૨ ની જમીન મા કબજેદાર તૃષાબેન પરીખ બની ગયા છે અને તેઓ ની માલિકીનો બ્લોક સરવે નંબર ૧૦૧૦ ને સરકારી પડતર જાહેર કરવાના રીસર્વેની માપણીમાં સર્વે નંબરોની અદલાબદલી કરી દેવાના આ ઇરાદાપૂર્વક ની ગંભીર ભૂલો સામે ગોધરા સ્થિતિ ડી.એલ.આર. કચેરીના “આંખો બંધ રાખવાના વહીવટ” સાથે ગોધરા પ્રાંત કચેરી અને કાલોલ મામલતદાર કચેરી દ્વારા 33 વર્ષોથી કાનૂની લડતમાં અટવાયેલા આ પ્રકરણમાં માત્ર સાત દિવસોમાં આ જમીનના મૂળ વારસદારને જમીન પધરાવી દેવાના આ અસાધારણ જેવા વહીવટના કારણે કાલોલ નગર પાલિકા દ્વારા પ્રજાજનો માટે ઉભી કરેલ પીવાના પાણીની સુવિધાઓ ની આ મિલકતો અને કોમ્યુનિટી હોલ તૃષાબેન પરીખ ના માલિકી હકમાં આવી ગયું ત્યાં સુધી કાલોલ પાલિકા માં ચિફ ઓફિસર અને ભા.જ.પ.ના સત્તાધીશો ખરેખર અંધારામાં રહયા કે
રાખવામાં આવ્યા.

To Top