Top News

More Posts

   The Latest

Most Popular

બ્યુનસ આયર્સ : આર્જેન્ટીના (Argentina)નો ફૂટબોલ સ્ટાર (Star footballer) લિયોનલ મેસી (Lionle Messi)ની લોકપ્રિયતા કેવી છે એનું એક ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા (Social media) પર ઓનલાઇન હરાજી (Auction) માટે મુકાયેલા એક ટિશ્યુ પેપર (Tissue paper)થી જોવા મળે છે. મેસીએ જ્યારે બાર્સિલોના ક્લબ (FCB) છોડ્યું ત્યારે તેના વિદાય સમારોહ (Farewell) સમયે રડી પડેલા મેસીએ પોતાના આંસુઓ જે ટિશ્યુ પેપરથી લૂછ્યા હતા તેને કોઇકે ઓનલાઇન વેચાણ માટે મુકવામાં આવ્યું છે.

આર્જેન્ટીનાના મીડિયા આઉટલેટ મિશનેસ ઓનલાઇનના અહેવાલ અનુસાર મેસી સાથે જોડાયેલી ચીજવસ્તુઓની કિમંત આકાશ આંબી રહી છે. મેસીએ જે ટિશ્યુ પેપરનો ઉપયોગ અશ્રુ લુંછવા માટે કર્યો હતો તે એક લોકપ્રિય વેબસાઇટ મરકાડો લિબ્રે સુધી પહોંચ્યું છે. જ્યાં તે એક મિલિયન ડોલરમાં વેચાવા મુકાયું છે. એક અન્ય વેબસાઇટના અહેવાલ અનુસાર મેસીની એ પ્રેસ કોન્ફરન્સ પછી એક અજાણ્યા વ્યક્તિએ એ ટિશ્યુ પેપર ઉંચંકી લીધું હતું અને તેણે એક ઓનલાઇન જાહેરાત મુકીને લખ્યું હતું કે જો યોગ્ય કિંમત આવશે તો તે એને વેચશે.

મેસીના નામે બોગસ ટિશ્યુ પેપર પણ સરસ પેકિંગમાં ઓનલાઇન વેચાવા માંડ્યા
માત્ર આ કથિત ઓરિજિનલ ટિશ્યુ પેપર જ નહીં પણ અન્ય બોગસ ટિશ્યુ પેપર પણ ઓનલાઇન વેચાઇ રહ્યા છે. એક ઓનલાઇન વેપાર કંપની મિલોંગા કસ્ટમ્સે મેસીના એ ટિશ્યુની પ્રતિકૃતિ સરસ રીતે પેકિંગ કરીને સંગ્રહ કરવા જેવા સામાન તરીકે લોન્ચ કર્યું છે. તેના પેકિંગમાં મેસીનો લાગણીશીલ ફોટો પણ મુકાયો છે. મરકાડો લિબ્રેના પેજ પર જો કે હવે 1 મિલિયન ડોલરમાં વેચવા મુકાયેલા ટિશ્યુની જાહેરાત ઉપલબ્ધ નથી. આ જાહેરાત જોઇને ઘણાંએ તેની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવ્યા હતા.

પેરિસમાં ઘરની શોધમાં છે મેસી
લિયોનેલ મેસ્સીએ પેરિસ સેન્ટ-જર્મૈન (PSG) ફૂટબોલ ક્લબ સાથે લગભગ 35 મિલિયન યુરો (લગભગ ત્રણ અબજ રૂપિયા) માં સોદો કર્યો છે, જે નેમાર (37 મિલિયન યુરો અથવા લગભગ ત્રણ અબજ 22 કરોડ રૂપિયા) કરતાં ઓછો છે. રિપોર્ટ્સ અનુસાર, પેરિસની લે રોયલ મોન્સેઉ હોટલમાં એક રાતનો ખર્ચ જ્યાં મેસ્સી, તેની પત્ની અને ત્રણ બાળકો રહે છે તે 20 હજાર યુરો અથવા 17.5 લાખ રૂપિયા છે.

To Top