Top News

More Posts

   The Latest

Most Popular

શહેરાના નાંદરવામાં ભાદરવા માસના બીજા રવિવારે ઝાલાનો મેળો ભરાયો

શહેરા : શહેરાના નાંદરવા ગામ ખાતે ભાદરવા માસના બીજા રવિવારે ઝાલા બાપજી નો મેળો આ વખતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભરાયો હતો. મોટી સંખ્યામાં ગ્રામીણ લોકોએ મેળાનો આનંદ માણવા સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી હતી. શહેરા તાલૂકામાં આવેલા નાંદરવા ગામ ખાતે ઝાલા બાપજીનો પરંપરાગત મેળો ભરાયો હતો.કોરોનાની માહોલને લીધે ગત વર્ષે  મેળો ભરાયો ન હતો. જોકે આવખતે મહામારી ઓછી થતા મેળો ભરાયો હતો. આજુબાજુમાં રહેતા પશુપાલકો પોતાના પશુઓ સાજા રહે તે માટે ઝાલા બાપજીની ડેરી એ આ દિવસે આવે છે.લોકો દૂર દૂર થી પોતાના પશુ માટે દીર્ઘ આયુષ્ય તેમજ વર્ષ દરમિયાન દુધાળા બની રહે તે માટે માનતા રાખતા હોય છે. અહી મંદિરે આવીને દર્શન કરવા સાથે શ્રીફળ વધેરીને આશીર્વાદ લેતા હોય છે.

ડભોઇ નગરમાં અનંત ચૌદશે વાજતે ગાજતે ગણેશ વિસર્જન કરાયુ

આજરોજ ડભોઇ નગર માં શાંતિપૂર્ણ રીતે ગણપતિ ની મૂર્તિઓ નું વિસર્જન કરવામાં આવ્યું હતું.સરકારી ગાઈડલાઈન મુજબ સોસીયલ ડિસ્ટન્સ  નું પાલન કરી વિસર્જન કરવામાં આવ્યું.વહેલી સવાર થી જ વિસર્જન માટે હીરાભાગોળ ખાતે આવેલ તળાવ પાસે લાંબી કતારો લાગી હતી.ડભોઇ નગર પાલિકા અને ડભોઇ પોલીસ સ્ટાફ ખડે પગે તૈનાત રહી વિસર્જન કરવા આવેલ ભક્તો ને કોઈ પણ પ્રકાર ની તકલીફ ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું.ડભોઇ નગરપાલિકા દ્વારા વિસર્જન માટે તરપા તેમજ વિસર્જન કરનાર સ્ટાફ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.અને પોલિસ સ્ટાફ તથા ડભોઇ નગરપાલિકા  ની દેખરેખ તથા સૂચના થી એક પછી એક મૂર્તિઓ નું  વિસર્જન શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું.

ફતેપુરામાં શાંતિપૂર્વક ભાવિક ભક્તો દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું


ફતેપુરા ²: ફતેપુરા માં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું તેમાં સરકારની ગાઇડલાઇન મુજબ ૧૫ વ્યક્તિ થી વધુ વિસર્જનમાં ભેગા થયા ન હતા અને દરેકે માસ્કનો ઉપયોગ કર્યો હતો તેમાં વિસર્જન વધાઈ નદીમાં અને ઘુઘસ રોડ છાલોર નદીમાં વડવાસ નદી માં વિગેરે નદીઓમાં અલગ-અલગ વિસ્તારો માં વિસર્જન કરવામાં આવ્યું હતું સર્વે ભક્તો એ ગણેશજી ના નારાઓ સાથે ગણેશજીને શાંતિપૂર્વક વિદાય આપી મૂર્તિને વિસર્જન કરવામાં આવી હતી અને પ્રસાદ આરોગી વિસર્જિત થયા હતા.

શહેરાના નવી વાડી અને વલ્લભપુરમાં ભક્તિભાવ પૂર્વક ગણેશ વિસર્જન

શહેરા : શહેરા તાલુકાના નવી વાડી અને વલ્લભપુર ગામ ખાતે ગણેશ ઉત્સવને લઇને ગણેશ ભકતોમાં અનેરો આનંદનો માહોલ જોવા મળી રહ્યો હતો. ગણેશ ભક્તોએ છેલ્લા દસ દિવસથી આતિથ્ય માણી રહેલા ગણપત્તિ બાપ્પા ને ભારે હૈયે વિદાય આપી હતી. ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આનાના નાંદ સાથે ગણેશ ભક્તો ડી.જે અને ઢોલ ના તાલે ઝુમતા નજરે પડી રહયા હતા.ભગવાન ગણેશજી વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો જોડાયા હતા.શ્રીજીનું પ્રતિમાઓ નું વિસર્જન મહીસાગર નદી ખાતે કરવામાં આવ્યુ હતું.

અનંત ચૌદશના દિવસે ડભોઇમાં શ્રદ્ધાપૂર્વક શ્રીજીને વિદાય આપી વિસર્જન કરાયુ

ડભોઇ :   ડભોઇ નગર તેમજ સોસાયટી વિસ્તારમાં થઈ કુલ ૩૦૦  ઉપરાંત લોકોએ પોતાના ઘરોમાં જ શ્રીજીની નાની મૂર્તિ ની સ્થાપના કરી હતી.કેટલાક લોકો શ્રીજીની સ્થાપના ત્રણ દિવસ બાદ અને પાંચમા અને  અને છેલ્લે આનંદ ચૌદશના દિવસે પ્રતિમાઓનું નદી અને તળાવોમાં વિસર્જન કરી પરંપરા પૂર્ણ જાળવી રાખી છે. આજે આનંદ ચૌદશના દિવસે શ્રીજીની મુર્તિઓનું વિસર્જન શ્રદ્ધાળુઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું. 

કાલોલ નગરમાં શાંતિપૂર્ણ રીતે કુત્રિમ તળાવમા વિસર્જનમાં ભક્તો ઉમટી પડયા

કાલોલ : કાલોલ નગરમાં ગણપતિ વિસર્જનના દિવસે વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમ વખત વિસર્જન નો સમગ્ર રૂટ બદલી દેવામાં આવ્યો હતો નગરપાલિકા વિસ્તાર માંથી દર વર્ષે વિસર્જન યાત્રા પસાર થતી હતી તેના બદલે લાલ દરવાજા વલ્લભ દ્વાર પાસે થી નવાપુરા થઈ મહાલક્ષ્મી ચોક પાસે થઈ સીધા કુત્રિમ તળાવ નો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો.મહાકાળી મંદિર પાસે કુત્રિમ તળાવ બનાવી તેમાં વિસર્જન ની શરૂઆત કરવામાં આવી હતી કાલોલના મોટાભાગના યુવક મંડળો દ્વારા વહીવટી તંત્રના સંપૂર્ણ સાથ-સહકાર આપી પોતાના વિસ્તારની ગણપતિની મૂર્તિ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી હતી નગરપાલિકા દ્વારા વિસર્જન માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

પાદરા-વડુ પંથકમાં શ્રીજીનુ વાજતે ગાજતે વિસર્જન કરાયુ

પાદરા : પાદરા વડુ પંથકમાં ગણેશ ચતુર્થીના દિવસે ૫૦૦થી વધુ થોડી ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી દસ દિવસના આતિથ્ય માણ્યા બાદ રવિવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાન નગરના વિવિધ વિસ્તારોમાં થી નીકળી હતી ઢોલ નગારા સોંગ સાથે નાની-મોટી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ જગ્યાઓએ ભક્તો દ્વારા ભાવભેર શ્રીજી વિસર્જન

છોટાઉદેપુર :  છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં આજરોજ ગણેશ મહોત્સવને 10 દિવસ પૂર્ણ થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં  આવી હતી.  જિલ્લાના જુદા જુદા  6 તાલુકાઓમાં ભક્તિભાવ પૂર્વક  ગણેશ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.  સવારથી જિલ્લાના ગણેશ પંડાલોમા વિસર્જન અર્થેની પૂજા શરૂ થઈ ગઈ હતી. અને એક પછી એક પ્રતિમાઓનું વિસર્જન હાથ ધરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં ગણેશ વિસર્જન અર્થે યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ઓરસંગનદી, મેણ નદી, કરા નદી, હેરણ નદી, અશ્વિની નદી અને ઢાઢર નદીમાં ગણેશ વિસર્જન સમયે પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જનયાત્રાઓ નીકળી હતી.

જાંબુઘોડામાં મોઘેરા મહેમાન એવા ગણપતિ દાદાને ભાવભેર વિદાય આપવામાં આવી

જાંબુઘોડા : છેલ્લા દસ દિવસથી બાપા ની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવતી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળતો હતો જ્યારે આજે દસ દિવસનું આતિથ્ય માણી મોઘેરા મહેમાન ગણપતિ બાપા ને આજે બપોર બાદ જાંબુઘોડા સહિત તાલુકામાં સ્થાપિત કરાયેલા બાપા ને ભક્તો દ્વારા વિદાય જ જાંબુઘોડા પી.એસ.આઇ. એમ.એમ. ઠાકોર દ્વારા તમામ પંડાલો ના આગેવાનોને બોલાવી ગાઇડલાઇન મુજબ ગણપતિ બાપા ની વિદાય આપવી જેવી અનેક સૂચનાઓ અગાઉથી જ આપી દેવામાં આવી હતી ત્યારે જાંબુઘોડા સહિત તાલુકામાં સરકારની ગાઇડ લાઇન ને ધ્યાનમાં રાખી દસ દિવસનું આતિથ્ય માણી બપોર બાદ બાપાની યાત્રાઓ નીકળી હતી જે બાદ ભીની આંખે શ્રીજીને તળાવો, નદીઓમાં વિસર્જિત કરાયા હતા.

To Top