Top News

More Posts

   The Latest

Most Popular

ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ વિસર્જન માટે બનાવ્યાં હતાં. ભરૂચ શહેરમાં વિસર્જન ટાણે બપોરે બપોરે 2.30થી 2.40 કલાકની આસપાસ 10 મિનીટમાં 10 મીમી વરસાદ થયો હતો. ભરૂચમાં સિવિલ રોડ, જે.બી. મોદી પાર્ક અને મકતમપુરમાં 3 કૃત્રિમ કૂંડ વિસર્જન માટે બનાવાયાં હતાં. કોરોનાના કહેર વચ્ચે શહેરના નીલકંઠેશ્વર, કુકરવાડા, ઝાડેશ્વર, દશાન, ભાડભૂત, કબીરવડ ખાતે પોલીસ બંદોબસ્ટ ગોઠવી નદીમાં વિસર્જન નહીં કરવાનું ચુસ્ત પાલન કરાવાયું હતું.

છતાં કેટલાય ભક્તો અને મંડળોએ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન તવરા, શુકલતીર્થ, અંગારેશ્વર, મંગલેશ્વર, ભાડભૂત સહિત અંકલેશ્વર, ઝઘડિયાના નદી કાંઠા ખાતે કર્યું હતું. ભરૂચ શહેર અને તાલુકામાં અંદાજે ૪૦૦ અને અંકલેશ્વરમાં અંદાજે ૩૩૦ સહિત આખા ભરૂચ જિલ્લામાં ૧૨૬૩ ગણેશ સ્થાપન કર્યું હતું. ગણેશ વિસર્જનના દિવસે ૧૧૦૦ પોલીસકર્મી, ૧૦૦૦ હોમગાર્ડ, ૨ એસઆરપી જવાનોની કંપની, ૫ ડીવાયએસપી, ૧૫ પીઆઈ, ૪૫ પીએસઆઈ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો હતો.અંકલેશ્વરમાં પાલિકા દ્વારા 2 કૃત્રિમ કૂંડ બનાવાયાં હતાં. જ્યારે નોટિફાઇડ એરિયા DPMC દ્વારા અંકલેશ્વરમાં 2 અને પાનોલીમાં 1 કૃત્રિમ જળાશય વિસર્જન માટે તૈયાર કરાયું હતું. તેમજ ઝઘડિયા પંથકના ભક્તોએ ભારે હૈયે શ્રીજીને વિદાય આપી હતી.

To Top