Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ : ખંભાતના વિવિધ અભાવગ્રસ્ત વિસ્તારોમાં ડ્રોપ આઉટ બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડી રહ્યા હોય આવા બાળકો શાળા અને શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટે શેરી શાળા ચાલી રહી છે. આવા બાળકોનું શેરી શાળાઓ માટે જરૂરી વસ્તુઓની ભેટ આપી સન્માન કરવાનો કાર્યક્રમ માધવલાલ શાહ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો. ખંભાતના વિવિધ વિસ્તારોમાં ડ્રોપ આઉટ બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડી દેતા હોય છે. તેવા બાળકો શાળા અને શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટે શેરી શાળા ચાલી રહી છે.આવી શાળાઓમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તેજસ્વી સ્થાનિક બાળકોની ટીમ શિક્ષક બાળ શિક્ષણ સહાયક તરીકે વિશેષ સેવાઓ બજાવે છે.

આ  બાળકોનું શેરી શાળાઓ માટે જરૂરી વસ્તુઓની ભેટ આપી સન્માન કરવાનો કાર્યક્રમ ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી ખંભાત સંચાલિત માધવલાલ શાહ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો. આ અંગે ઇન્ચાર્જ આચાર્ય અલ્પેશભાઈ પરમારે જણાવ્યું હતું કે,કોઇપણ શાળા સહ અભ્યાસ અને સમાજ ઉત્ત્થાનની પ્રવૃત્તિ દ્વારા સમાજમાં પોતાની સાચી ભાગીદારી નોધાવી શકે છે.બાળકો પોતાના શિક્ષણની સાથે સાથે પોતાના વિસ્તારમાં ભણતા અભાવગ્રસ્ત બાળકોનો ખ્યાલ કરે તેવો ઉમદા હેતુ આ પ્રોજેક્ટમાં રહેલો છે.શિક્ષકોના માર્ગદર્શન હેઠળ માધ્યમિકની દીકરીઓ શેરીઓમાં મફત શિક્ષણ આપે છે.

પોતાના સમયનો ભોગ આપતી બાળાઓને લાયન્સ કલબ ચર્ચગેટના સહયોગથી રમકડા,પુસ્તકો સહીત શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી.આ  કાર્યક્રમમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય અલ્પેશભાઈ પરમાર,ડ્રોપ આઊટ રેશિયો ઘટાડવા કાર્યરત પ્રોગ્રામ કો-ર્ડીનેટર શૈલેશભાઈ રાઠોડ,હેમલ શાહ,આકાશભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્તમ કાર્યને લાયન્સ ક્લબ ચર્ચગેટના પુનમબેન ભાવસારે બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ શિક્ષણ યજ્ઞ અન્ય વિસ્તારમાં વિસ્તરે તે માટે પણ શાળા દ્વારા વિશેષ આયોજન કરાયું છે.

To Top