સુરત: (Surat) અત્યાર સુધી પોલિયેસ્ટર (Polyester) કાપડના ઉત્પાદન માટે જાણીતો સુરતનો કાપડ ઉદ્યોગ (Textile Industry) હવે ધીમે-ધીમે નીટિંગ ફેબ્રિક્સ (Knitting Fabrics) તરફ...
ગાંધીનગર (Gandhinagar): ગુજરાતમાં વર્ષોથી ભાજપનો દબદબો છે. અહીં કોઇ અન્ય પાર્ટી સત્તામાં આવે એવી શક્યતાઓ રહેતી નથી. પણ હવે જેમ જેમ ભાજપ...
સુરત: (Surat) મનપા દ્વારા સરકારના આદેશના પગલે માત્ર 14 સેન્ટર પર જ વેક્સિનેશન (Vaccination) કરવામાં આવી રહ્યું છે. જો કે, હવે શનિવારથી...
ગૃહ વિભાગે શુક્રવારે રાજ્યમાં છ આઈપીએસ (IPS) અધિકારીઓની બદલી (TRANSFER) કરી છે. અમદાવાદમાં જોઇન્ટ કમિશનર (CRIME) પોલીસ અમિત વિશ્વકર્માની ખાલી પડેલી પોસ્ટ...
સુરત: (Surat) ગમે ત્યારે મનપાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ થવાનાં ભણકારા વચ્ચે શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની મીટિંગમાં મનપા કમિશનરે (Commissioner) વર્ષ 2021/22માં...
જેમ જેમ પ્રદૂષણની માત્રા વધતી જાય છે તેમ તેમ રાજ્યમાં દિન પ્રતિદિન ગરમી (HIT WAVE)નુ પ્રમાણ પણ વધતું જાય છે. હવે ઉનાળા...
સુરત: શહેર પોલીસ (Surat City Police) કમિ. અજય તોમરના આદેશની ઐસીતૈસી કરી રહી છે. સ્ટેટ વિજિલન્સ દ્વારા શહેરમાં ચાલતી જુગારની ક્લબો પર...
સુરત: (Surat) સુરતમાં ભાજપ (BJP) શાસનની 25 વર્ષની વિકાસ ગાથા બુકના વિમોચન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C R Patil) મનપાની ચૂંટણીના...
GANDHINAGAR : ભૂમાફિયા સામેની અસરકારક લડાઈ લડવા માટે ગત વર્ષે વિધાનસભામાં સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ બિલ (LAND GRABBING BILL) લાવવામાં આવ્યું હતું,...
તેજસ્વી યાદવે (tejshavi yadav) કહ્યું કે મારા પિતા લાલુ પ્રસાદ યાદવના ફેફસામાં પાણી જામી ગયું છે. તેમણે કહ્યું કે મારા પિતાને ન્યુમોનિયા...
નવી દિલ્હી (New Delhi): દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરીએ શરૂ થઇ ચૂક્યો છે. એવામાં ભારતે પોતાનો પાડોશી ધર્મ સારી રીતે નિભાવ્યો...
GANDHINAGAR : પ્રજાસત્તાક દિવસ (REPUBLIC DAY) ની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય...
WUHAN : ‘લોકડાઉન’ (LOCKDOWN) શબ્દ દ્વારા જાણીતા બન્યાના એક વર્ષ પછી પણ દુનિયા હજી ભયના ઓછાયા હેઠળ છે. ચીનના વુહાન શહેરથી, જ્યાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની લોકપ્રિયતા હજી પણ તેમના સમર્થકોના ટેકા સાથે બોલી રહી છે. મોટાભાગના લોકો તેમને દેશના આગામી વડા...
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ લદ્દાખ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (LAC) પર માહિતી મેળવવાના પ્રયાસમાં ચીન (CHINA)ની એન્ટિક્સ વિશે જાણકારી...
પાકિસ્તાન (Pakistan)ની આર્થિક સ્થિતિ હંમેશાં ખરાબ રહી છે, પરંતુ હાલ જે તંગીવાળી પરિસ્થિતિ છે તે અનુસાર દેશનું નામ કંગાલિસ્તાન રાખવું ઠીક રહેશે....
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસ (Indian National Congress-INC) ઘણા સમયથી સત્તાામાંથી બહાર થઇ ગયુ છે, અને એ વાત હવે એટલી ઉઘાડી પડી...
સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) એક દંપતીને કહ્યું હતું કે તમે બંને કેટલું લડશો. તમે તમારા બાળકોનું બાળપણ અને ભાઈ-બહેન વચ્ચેના બંધનને નષ્ટ...
મુંબઇ (Mumbai): છેલ્લા કેટલાક સમયથી જ્યારથી ગુજરાતમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી બન્યું છે, હવે દેશના વિવિધ રાજ્યોમાં રાજકીય નેતાઓને આવા મહાકાય પૂતળાઓ ઊભા...
PASCHIM BENGAL: અહેવાલ મુજબ ચૂંટણી પંચ (ELECTION COMISSION) ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જ બંગાળની ચૂંટણીની ઘોષણા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી...
GANDHINAGAR : સુરત (SURAT) ના હજીરા (HAJIRA) માં સીઆરઝેડમાં આવતી જમીન પર અત્યંત જોખમી કચરો નાંખી પર્યાવરણને ગંભીર નુક્સાન કરવા બદલ નેશનલ...
સરકારે કોન્ટેક્ટ ટ્રેસિંગના નામે આરોગ્ય સેતુ નામની એપ પર લોકોનો અંગત ડેટા લેવા માંડતા વિવાદ થયો હતો. આરોગ્ય સેતુનો હેતુ લોકોને કોવિદ-૧૯...
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર દેશની જાહેર ક્ષેત્રની 18 અને ચાર ખાનગી બેંકોએ મળીને છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ જાળવી...
આજની યુવા પેઢી મોટાભાગે વ્યસન અને ફેશનના રવાડે ચઢતા બરબાદ થઈ રહી છે અને દિશાહીન બનતી જાય છે, પરંતુ જો યૌવનકાળને સારા...
ખેતીવાડીનું જ્ઞાન થયા બાદ પરિવાર, લગ્ન સંબંધ, સમાજ રચી નગર રાજયમાં રહેતો માનવ તેના વિસ્તારમાં ઉદ્ભવેલી સંસ્કૃતિ સાથે જીવવા લાગ્યો ત્યારે અભિવ્યકિતના...
નવસારી ગાયકવાડ સ્ટેટનું હતું અહીં હાલમાં જ્યાં કોર્ટ ચાલે છે તે બરોડાના રાજા ગાયકવાડે બનાવેલ મહેલ છે તેને તોડી પાડવાની વાત ચાલી...
અગિયાર મહિનાથી ગુજરાતમાં લોકલ ટ્રેન બંધ છે. અસંખ્ય લોકો પર વીપરિત અસર થઇ રહી છે. નોકરી ટકાવી રાખવા ખાનગી વાહનોમાં લોકો મુસાફરી...
એક ભાઈએ એક નવો કૂતરો પાળ્યો.તેમને આ કૂતરો બહુ ગમે.ભાઈને કૂતરા વિના ન ચાલે અને કૂતરાને ભાઈ વિના ન ચાલે.આખો દિવસ કૂતરો...
એક બાજુ રાષ્ટ્રભક્ત સંપાદકની ચેટથી એમની રાષ્ટ્રભક્તિનાં છીંડાં ખુલ્લાં પડી ગયાં છે ત્યારે ક્યાંક વિચાર એવો આવે છે કે આવનાર 26મી જાન્યુઆરીએ...
ખેડૂતોના ચાલી રહેલા આંદોલનને બળ આપવામાં વિરોધપક્ષ નબળો કેમ છે અથવા વિરોધ પક્ષોમાં એકતા કેમ નથી એવો પ્રશ્ન પત્રકારોએ તાજેતરમાં કર્યો ત્યારે...
અગાસમાં બેકાબૂ બાઈકે બાળકોને અડફેટે લીધા , એકનુ મોત, એક સારવાર હેઠળ
30.80 લાખની ભારતીય ચલણી નોટની હેરાફેરી કરતા રીક્સામાં બે ઈસમો ઝડપતી ભરૂચ LCB
ગુમાનદેવ ત્રણ રસ્તા પર ગલ્લો ચલાવતા મહિલા પર હુમલો કરાવનાર ખુદ તેનો પતિ નીકળ્યો
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર: વાપી-સુરત વચ્ચે તમામ 9 નદી પુલનું બાંધકામ પૂર્ણ
રૂંઢ ગામેથી 5 વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો
શિનોર: સેગવા ચોકડીથી મોટા ફોફળિયા ગામ વચ્ચે બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માતમાં 3ના મોત
ગુજરાતમાં આનંદ ઉત્સાહ સાથે નવા વર્ષની ઉજવણી, PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી
દાહોદ: નકલી એનએના પ્રકરણમાં સરકારી અઘિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ
વડોદરા : કલાલી ગામમાં અસ્થિર મગજના યુવકને માર મારતા મોત, 5 કુટુંબીની ધરપકડ
૨૦૦ પરિવારના જીવ ૭-૮ બેફામ છાકટા બનેલા નબીરાઓના કારણે લાગેલી આગથી તાળવે ચોંટયા
મુંબઈ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવમાં 235 રન પર ઓલઆઉટઃ જાડેજાએ 5 અને સુંદરે 4 વિકેટ લીધી
આજથી ટ્રેન ટિકિટનું એડવાન્સ બુકિંગ 60 દિવસ પહેલા થશે, નવેમ્બરથી આવ્યા આ 5 મોટા ફેરફારો
PMની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોયનું નિધન, 69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
શહેરનો કચરો ઉઠાવતા ડોર ટુ ડોર ના ડ્રાઇવરોને ઘરે જ દિવાળીમા અંધારું?
જસપ્રીત બુમરાહ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટનો ભાગ નહીં હોય, BCCI એ આપ્યું આ ચિંતાજનક અપડેટ
શહેરમાં શ્વાસની બિમારીના દર્દીઓમાં પચ્ચીસ ટકાનો વધારો…
દિવાળીમાં યૂપી ગૂંગળાયું, AQI રિપોર્ટમાં દિલ્હી પણ પાછળ રહી ગઈ
લીલવાના શોખીન સુરતીઓના નવા વર્ષનો સ્વાદ બગડશે, પાપડીને લઈ આવ્યા માઠાં સમાચાર
દિલ્હીમાં ડબલ મર્ડરઃ દિવાળીની ઉજવણી કરતા કાકા-ભત્રીજાને ગોળી મારી
દિવાળી આવી પરંતુ ઠંડી ન આવી, શહેરમાં ગરમીનો પારો 36.8 ડિગ્રી…
અમદાવાદના મિરઝાપુરમાં આવેલા કબાડી માર્કેટમાં ભીષણ આગ લાગી
ઉત્તર કોરિયાના સૈનિકો રશિયાની મદદે ઉતર્યા તેનાથી મોટો ભડકો થશે?
ગુજરાતમિત્રની વૈવિધ્યતા
અનાથાશ્રમમાં ઉછરેલી જ્યોતિ આજે CEO
પરાવલંબી અને સ્વાવલંબી સર્જન
કેનેડાના વિદેશ મંત્રીએ ક્યા આધારે ભારતના ગૃહ મંત્રી પર આરોપ મૂક્યો?
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના સાંનિધ્યમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં ૨૧૦૦ દીપક પ્રજ્વલિત કરાયા
સુરતના દંપતીના લગ્નને કોર્ટે ‘વ્યર્થ’ ઠેરવ્યા, જાણો કેમ?
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા ગ્રામ્ય હેડકવાર્ટરમાં પોલીસ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી
કાળી ચૌદશે કકળાટઃ વિજલપોરમાં જેઠાણીએ ગર્ભવતી દેરાણીના પેટમાં લાત મારી, ભાઈઓ વચ્ચે તલવાર ઉછળી
સુરત: (Surat) અત્યાર સુધી પોલિયેસ્ટર (Polyester) કાપડના ઉત્પાદન માટે જાણીતો સુરતનો કાપડ ઉદ્યોગ (Textile Industry) હવે ધીમે-ધીમે નીટિંગ ફેબ્રિક્સ (Knitting Fabrics) તરફ આગળ વધી રહ્યો છે. થોડાં વર્ષો પહેલાં સુરતના કાપડ ઉદ્યોગકારો લુધિયાણા, અમૃતસર, તિરૂપુર, કોઇમ્બતુરથી નેટ ફેબ્રિક્સ મંગાવતા હતા. જો કે, બજારમાં ડિમાન્ડ વધતાં સુરત અને સેલવાસમાં મોટા પાયે ઉદ્યોગકારોએ નિટિંગ ફેબ્રિક્સની મશીનોમાં રોકાણ કરતાં ફેબ્રિક્સનું ઉત્પાદન વધ્યું છે. માત્ર સેલવાસમાં જ 2400 કરોડનું ફેબ્રિક્સ ઉત્પાદન થાય છે.
સતત બદલાઇ રહેલી ફેશનના આધારે સુરતના કાપડ ઉદ્યોગકારોએ પણ તેમની ઉત્પાદનમાં ફેરફારો કર્યા છે. સુરતના કાપડ ઉદ્યોગકારો નવી-નવી વેરાયટીનાં કાપડ બનાવી રહ્યાં છે. માત્ર સાડી અને ડ્રેસ સિવાય હવે ડેનિમ અને ગારમેન્ટ તરફ પણ સુરતનો કાપડ ઉદ્યોગ વળી રહ્યો છે. હાલ દેશભરમાં નેટના કાપડની ડિમાન્ડ વધતાં મોટા પાયે ઉદ્યોગકારો નિટિંગ ફેબ્રિક્સના ઉત્પાદન માટે રોકાણ કરી રહ્યા છે. કેટલાક ઉદ્યોગકારોએ વિદેશોથી મશીનો પણ મોટી સંખ્યામાં આયાત કરી ઉત્પાદનમાં વધારો કર્યો છે.
ટફ યોજનાનો લાભ ઉઠાવી સુરતના ઉદ્યોગકારોએ 4000 આધુનિક મશીનરી વસાવી
નેટ ફેબ્રિક્સનો ઉપયોગ એક સમયે હોમ ટેક્સટાઇલ અને ઓટો મોબાઇલ ટેક્સટાઇલ સ્વરૂપે થતો હતો. તે પછી પંજાબનાં શહેરોમાંથી નેટ ફેબ્રિક્સ સુરતના બજારમાં ઠલવાતું હતું. તેનું માર્કેટ મોટું હોવાથી સુરતના વોર્પ નિટર્સ દ્વારા આધુનિક મશીનરી માટે ચીન અને તાઇવાનમાં ઓર્ડર આપી સાડી, જીન્સ, પેન્ટ સહિતનું ફેબ્રિક્સ બની શકે તેવી મશીનરી આયાત કરી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડનો લાભ ઉઠાવી 4000 આધુનિક મશીનરી માત્ર સુરતમાં વસાવવામાં આવી છે. જે ઉત્તર અને દક્ષિણ ભારતની ડિમાન્ડ પૂરી કરી રહી છે.
સુરતના નેટ ફેબ્રિક્સની ગલ્ફના દેશોમાં ભારે ડિમાન્ડ
સુરતમાં તૈયાર કરવામાં આવતા નેટ ફેબ્રિક્સની ડિમાન્ડ બાંગ્લાદેશ અને ગલ્ફના દેશોમાં વધારે થઇ રહી છે. બાંગ્લાદેશમાં રેડિમેડ ગારમેન્ટમાં ઉપયોગ માટે મોટા પાયે ત્યાંના ઉદ્યોગકારો તરફથી ઓર્ડર મળે છે. જ્યારે ગલ્ફના દેશોમાં પણ ફેશનેબલ બુરખા, સ્કાફ અને ડ્રેસિસ માટે ત્યાંના ઉદ્યોગકારો ઓર્ડર આપી રહ્યા છે.