World

રશિયામાં અચાનક કૂતરાઓની ચામડી ભૂરા રંગની થઇ, આ હોઇ શકે છે કારણ

રશિયામાં (Russia) કેટલાક રખડતાં કૂતરા (Stray DOGS) ઓની પરિસ્થિતિ જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ખરેખર આ કૂતરાઓની ત્વચા સંપૂર્ણ વાદળી (BLUE) થઈ ગઈ હતી. આ કૂતરાઓની તસવીરો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પર વાયરલ થઈ રહી છે. આ બધા કૂતરા રશિયન શહેર ડઝેરહિંસ્કમાં જોવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે રાસાયણિક પ્રતિક્રિયાને કારણે તેમના રંગમાં પરિવર્તન આવે છે.

સોવિયત યુનિયનના યુગનો એક રાસાયણિક પ્લાન્ટ આ શહેરમાં અસ્તિત્વમાં છે. તે એક વિશાળ રાસાયણિક ઉત્પાદન સુવિધા હતી જેમાં હાઇડ્રોસાયકનિક એસિડ અને પ્લેક્સી ચશ્મા બનાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ પ્લાન્ટમાંથી નીકળતાં રાસાયણિક કચરા (CHEMICAL GARBEJ) ને લીધે આ કૂતરાઓની આવી પરિસ્થિતિઓ બની છે. આર્થિક કારણોસર છ વર્ષ પહેલા ફેક્ટરી બંધ થઈ હતી.

આ કિસ્સામાં રાસાયણિક પ્લાન્ટના માલિક આન્દ્રેનું માનવું છે કે કૂતરાઓની વાદળી રંગની તસવીરો સંપૂર્ણપણે નકલી છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે તે માત્ર સનસનાટીભર્યા સમાચાર બનાવવા અને લોકોને બેવકૂફ બનાવવા માટે આ તસવીરો વાયરલ કરવામાં આવી છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે જો ખરેખર આ કૂતરાઓની આવી સ્થિતિ હોય, તો તેઓ કોપર સલ્ફેટ નામના કેમિકલના સંપર્કમાં આવ્યા હોવા જોઈએ.

જણાવી દઇએ કે શરીર પર કોપર સલ્ફેટ (Copper sulfate) લગાવવાથી ખૂબ જ બળતરા થાય છે જે ખંજવાળની ​​સમસ્યા પણ પેદા કરી શકે છે. આ કૂતરાઓની તસવીરો આ કેમિકલ પ્લાન્ટ (CHEMICAL PLANT) નજીક રહેતા સ્થાનિક લોકોએ ક્લિક કરી હતી. આ પહેલા પણ કેટલાક વર્ષો પહેલા રશિયામાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યારે કેટલાક પ્રાણીઓનો રંગ સામાન્ય કરતા તદ્દન અલગ હતો.

આ કિસ્સામાં સ્થાનિક પ્રશાસનના પ્રવક્તાએ કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ કૂતરાઓને પકડવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેઓની તપાસ કરવામાં આવશે, તેમના સ્વાસ્થ્યની પણ ચકાસણી કરવામાં આવશે અને તેમની હાલત કેવી આવી છે તે તપાસવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top