Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી : બુધવારે સંસદ (PARLIAMENT)માં રજૂ કરાયેલા સરકારી આંકડા મુજબ દેશના કુલ 4,78,600 જેલના કેદીઓમાંથી 3,15,409 અથવા 65.90 ટકા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના (BACKWARD CAST)છે. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ રજૂ કરેલા જેલના આંકડા નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા 31 ડિસેમ્બર, 2019 સુધી અપડેટ કરવામાં આવેલા ડેટાના સંકલન પર આધારિત હતા.

રાજ્યસભાના સદસ્ય સૈયદ નાસિર હુસેને એ જાણવાની માંગ કરી હતી કે દેશની જેલો (JAIL)માં મોટાભાગના કેદીઓ દલિતો અને મુસ્લિમો છે, કે જે તેમની સંખ્યા પરના વર્ગ મુજબ સરકાર તેમને પુનર્વસન અને શિક્ષિત કરવા માટે કયા પ્રયત્નો કરી રહી છે.

રેડ્ડીના લેખિત જવાબ મુજબ, દેશની જેલોમાં 4,78,600 કેદીઓ હતા, જેમાં 3,15,409 (65.90 ટકા) એ એસસી, એસટી અને ઓબીસી કેટેગરીના હતા, જ્યારે 1,26,393 ‘અન્ય’ છે.
આ આંકડાઓની વિગતવાર વિગતો દર્શાવે છે કે 1,62,800 (34.01 ટકા) ઓબીસી કેટેગરીના, 99,273 (20.74 ટકા) એસસી વર્ગના અને 53,336 (11.14 ટકા) એસટી વર્ગના કેદીઓ છે.
આંકડા દર્શાવે છે કે દેશમાં જેલના કુલ 4,78,600 કેદીઓમાંથી 4,58,687 (. 95.83 ટકા) પુરુષો અને 19,913 (4.16 ટકા) મહિલાઓ હોવાનું આંકડા દર્શાવે છે.

કેદ થયેલી કુલ 19,913 મહિલાઓમાંથી 6,360 (31.93 ટકા) ઓબીસી (OBC) કેટેગરીની છે, જ્યારે 4,467 (22.43 ટકા) એસસી, 2,281 (11.45 ટકા) એસટી અને 5,236 (26.29 ટકા) ‘અન્ય’ વર્ગની મહિલા કેદીઓ છે.

પશ્ચિમ બંગાળે 2018 અને 2019 માટે જેલના આંકડા પૂરા પાડ્યા ન હતા, જેના કારણે 2017 માં તેના આંકડા ડેટામાં ઉપયોગમાં લેવામાં આવ્યાં હતાં, જ્યારે મહારાષ્ટ્રનું કેટેગરી મુજબનું બ્રેક-અપ ઉપલબ્ધ નહોતું, એમ ડેટા જણાવે છે.

દેશમાં કઇ કેટેગરીમાં કેટલા કેદીઓ

કેટેગરીસંખ્યા
અનુસુચિત જાતિ99,273
અનુસુચિત જનજાતિ53,336
અન્ય પછાત વર્ગ1,62,800
અન્ય1,26,393
કુલ4,78,600

કઇ કેટેગરીમાં કેટલી મહિલા કેદીઓ

કેટેગરીસંખ્યા
અનુસુચિત જાતિ4,467
અનુસુચિત જનજાતિ2,281
અન્ય પછાત વર્ગ6,360
અન્ય5,236
કુલ19,913
To Top