Top News

More Posts

   The Latest

Most Popular

ધ કપિલ શર્મા સોના હોસ્ટ અને કોમેડિયન કપિલ શર્માએ સોમવારે ટ્વિટર પર એક ચોંકાવનારું કરીને હંગામો મચાવી દીધો છે. કપિલે પહેલા ટ્વીટ કરીને પૂછ્યુ- શુભ સમાચારને અંગ્રેજીમાં શું કહે છે? મહેરબાની કરીને જણાવો. આ વાતને તેણે રોમનમાં પણ લખી. તેના થોડા કલાકો બાદ તેણે આ ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યુ,  Tomorrow I will share a શુભ સમાચાર એટલે કે કાલે હું એક શુભ સમાચાર મતલબ ઓફિશિયલ ન્યૂઝ શેર કરીશ.

હકીકતમાં કપિલે ટ્વીટમાં એવુ લખ્યુ કે, ફેન્સ તેને તેની પત્ની ગિન્ની ચતરથની પ્રેગનેન્સીને જોડીને જોઈ રહ્યાં છે અને આશા કરી રહ્યાં છે કે કપિલ કાલે એટલે કે મંગળવારે પિતા બનવાના શુભ સમાચાર આપશે.

ઉલ્લેખનીય છે કે અહીં કપિલે શુભ સમાચાર માટે ગૂડ ન્યૂઝનો ઉપયોગ કર્યો નથી, જેમ સામાન્ય રીતે કરવામાં આવે છે. એમ લાગે છે કે તેણે ઇરાદાપૂર્વક તેને ટ્વિસ્ટ કરતા  auspicious news લખ્યું છે. 

પરંતુ કેટલાક ફેન્સે તેનાથી અલગ પણ અનુમાન લગાવ્યું. કોઈએ કહ્યું કે, તેની વેબ સિરીઝ આવવાની છે તો કોઈએ લખ્યું કે ફિલ્મ શરૂ થવાની છે. કેટલાકે કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરની વાપસીનો અંદાજ લગાવ્યો છે. 

To Top