Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) શહેરમાં ગઈકાલે રાત્રે બનેલી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેવી ઘટનાને રાતથી જ ટોક ઓફ ધી ટાઉન બની ગઈ હતી. આ ઘટનામાં મર્સિડીઝ કારનો ડ્રાઈવર (Driver) તેના માલિકને એરપોર્ટ લેવા જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. લોકોના આક્રોશથી બચવા ભાગ્યો અને ભટાર ચાર રસ્તા નજીક આવીને એકનો ભોગ લઈ ચાલક કારમાંથી ઊતરીને ભાગી ગયો હતો. ખટોદરા પોલીસે આજે સવારે ડ્રાઈવરને દબોચી લીધો હતો. દરમિયાન મર્સિડીઝ (Mercedes) બેન્ઝમાં અન્ય કોઇ વ્યક્તિ વચ્ચેથી હોવાની કમિ. અજય તોમરને ફરિયાદ મળતાં આ મામલે તેઓ દ્વારા ડિવિઝન-3ના પોલીસ અધિકારી પાસે તપાસ રિપોર્ટ માંગ્યો હોવાની વિગત જાણવા મળી છે .

શહેરમાં સોમવારે રાત્રે ઓએનજીસી બ્રિજ પાસે મર્સિડીઝ કારે સ્વિફ્ટ કારને ટક્કર મારી હતી. જેથી સ્વિફ્ટ કારના ચાલકે મર્સિડીઝ ચાલકને મારવા લેતાં ડરીને તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સ્વિફ્ટ કારચાલક દર્શને તેનો મોપેડ ઉપર પીછો કરતાં મર્સિડીઝ ચાલકે કાર પૂરઝડપે હંકારી હતી. અણુવ્રત દ્વાર પાસે મર્સિડીઝને રોકવા દર્શન કારના બોનેટ ઉપર ચઢી ગયા પછી પણ કારચાલકે કાર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની જેમ ભગાવી હતી. દરમિયાન ભટાર ચાર રસ્તા પાસે એક સાઇકલ અને રિક્ષાને અડફેટે લેતાં સાઇકલચાલકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં કારચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. કારચાલકનો મોબાઈલ કારમાં જ પડી ગયો હોવાથી પોલીસે તે કબજે લીધો હતો.

પોલીસે આ અંગે તપાસ કરતા કાર યાર્નના વેપારી ગિરધર કેજરીવાલીની હોવાનું સામે આવ્યું હતું. કાર તેમનો ડ્રાઈવર લવકુશ તિવારી (રહે., કૈલાસ ચોકડી પાસે, પાંડેસરા) ચલાવી રહ્યો હતો. રાત્રે આ ઘટના બાદ ડ્રાઈવર બ્રિજ નીચે રસ્તા ઉપર રખડતો હતો. પોલીસ તેના ઘરે વોચ રાખીને બેઠી હતી, ત્યારે મંગળવારે સવારે તે ઘરે પહોંચતાની સાથે પોલીસે તેને દબોચી લીધો હતો.

જણાવી દઈએ આ ઘટના સોમવાર સાંજની છે. શહેરમાં સોમવારે સાંજે બનેલી એક ઘટનામાં ભારે થ્રીલ (Thrill) જોવા મળ્યો હતો. ઓએનજીસી બ્રિજથી શરૂ થયેલી ૧૦ કિમીની ઘટનાએ કાયદો વ્યવસ્થા, લોકોની જાનમાલ સહિત ટ્રાફિક નિયમોને ખુલ્લો પડકાર આપ્યો હતો. સુરત શહેરના ઠેર ઠેર લાગેલા સીસીટીવી કેમેરા અને ખડકેલા પોલીસ (Police) પોઈન્ટ વચ્ચે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. આ કમનસીબ અકસ્માતમાં એક શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. જેને લઈને ભટાર ચાર રસ્તા આસપાસ વિસ્તારોમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.

To Top