Top News

More Posts

   The Latest

Most Popular

નેપાળ ( NEPAL) ની સુપ્રીમ કોર્ટે ( SUPREME COURT) મંગળવારે ઓલી સરકાર ની સંસદ વિસર્જનના નિર્ણયને પલટાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સંસદ વિસર્જનના નિર્ણયને રદ કરવાની સાથે સાથે સંસદનું સત્ર 13 દિવસની અંદર બોલાવવા આદેશ પણ આપ્યો છે.

નેપાળમાં લાંબો સમયથી રાજકીય ગરબડ ચાલી રહી છે. વડા પ્રધાન કે.પી.શર્મા ઓલી ( K P SHARMA OLI) અને પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડ વચ્ચેના રાજકીય ઝગડા બાદ ઓલીએ સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. સંસદ ભંગ કરવાના કેપી શર્મા ઓલીના નિર્ણયને પ્રચંડ જૂથના નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે.

નેપાળની સુપ્રીમ કોર્ટે મંગળવારે ઓલી સરકારની સંસદ વિસર્જનના નિર્ણયને પલટાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સંસદ વિસર્જનના નિર્ણયને રદ કરવાની સાથે સાથે સંસદનું સત્ર 13 દિવસની અંદર બોલાવવા આદેશ પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સંસદને ફરીથી સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કેપી શર્મા ઓલીને મોટો ઝટકો લાગ્યો છે.

સંસદ વિસર્જનના સુપ્રીમ કોર્ટે લીધેલા નિર્ણયથી પ્રચંડ જૂથના નેતાઓમાં આનંદની લહેર ફરી વળી. પ્રચંડ જૂથના નેતાઓએ એકબીજાને મીઠાઇ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે કાર્યકારી વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પ્રચંડને શાસક સામ્યવાદી પાર્ટીના અધ્યક્ષ પદ પરથી હટાવ્યા હતા, ત્યારબાદ પક્ષમાં ફૂટ પડી ગઈ હતી.

ઓલીની સરકારે સંસદ ભંગ કરવાની અને ફરીથી ચૂંટણીની ભલામણ કરી હતી. આ નિર્ણય પછી પ્રચંડ જૂથે તેને કોર્ટમાં પડકાર્યો હતો, જ્યારે દેશભરમાં વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા હતા. દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે કેપી શર્મા ઓલીએ સંસદ ભંગ કરવા અને કાઠમંડુમાં રેલી યોજીને ચૂંટણીની ભલામણ કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું કે તેને આવું કરવાની ફરજ પડી હતી.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પણ નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો છે. ઓલીના સત્તાવાર પ્રતિનિધિએ કહ્યું કે તેઓ સંસદનો સામનો કરવા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને અમલ કરવા જઇ રહ્યા છે. ત્યારબાદથી નેપાળમાં રાજકીય સંઘર્ષમાં વધુ ઘમંડી થવાની સંભાવના છે. મંગળવારે નેપાળી સુપ્રીમ કોર્ટે ઓલીને ફટકો આપ્યો હતો અને સંસદના પ્રતિનિધિઓના ગૃહને પુનસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ ઓલીના વિપક્ષી નેતાઓ રાજીનામાની માંગ કરી રહ્યા છે.

પીએમ ઓલી રાજીનામું નહીં આપે
ઓલીના પ્રેસ સલાહકાર સૂર્ય થાપાએ કહ્યું હતું કે વડા પ્રધાન રાજીનામું નહીં આપે, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરશે અને તે અંતર્ગત બે સપ્તાહમાં બોલાવવામાં આવેલા સંસદ સત્રમાં ભાગ લેશે. થાપાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય વિવાદસ્પદ છે પરંતુ તેમ છતાં તેને સ્વીકારીને અમલમાં મૂકવો જોઈએ. ભવિષ્યમાં તેની અસર જોવા મળશે કારણ કે આ નિર્ણય દ્વારા રાજકીય સમસ્યાઓનો કોઈ સમાધાન મળી નથી.

To Top