Top News

More Posts

   The Latest

Most Popular

છેલ્લા બે દાયકાથી સુરત  બાન્દ્રા વચ્ચે દોડતી ઇન્ટરસીટી ટ્રેન  કોઈ  તઘલખી નિર્ણય લઈને જામનગર સુધી લંબાવવાને કારણે સંસદ સભ્ય સ્વ.કાશીરામ રાણાએ ઘણી જહેમત બાદ અપાવેલી આ  ટ્રેન ખૂંચવાઇ ગઇ.

સુરત માટે ફલાઇંગ રાણી પછી આ એક માત્ર પોતાની ટ્રેન હતી.આએક મોટો  અન્યાય  કહી શકાય.આવી જ હરકત રેલવેએ  વડોદરા સાથે  કરી. તે વખતના રેલ મંત્રી માધવરાવ સંધ્યાએ ગાયકવાડના સ્વજનો અને પ્રજાને ભેટ  તરીકે આપેલી સયાજી નગરી એકસપ્રેસ ગાંધીધામ સુધી લંબાવીને ખૂંચવી લેવાઇ.

વડોદરાના લોકોએ અનેક રજૂઆતો, આંદોલન  અને ધરણા કરીને  સયાજી ના વિકલ્પે અલગ ટ્રેન રોજિંદા અપડાઉન  કરતા નોકરિયાત માટે, ‘બરોડા ભિલાડ એકસપ્રેસ ‘ મેળવી ને જ જંપ્યા. હવે રેલવેએ સામેથી જ નવીઇન્ટરસીટી આપી  છે તો સુરતીઓ માટે  2021ની સાલની  આનાથી મોટી ભેટ બીજી કઇ હોઇ શકે ? હાલનો સમય બરાબર પણ એ સુરતથી સવારે ઉપાડવી જોઇએ અને સ્પેશ્યલ  નહી પણ કાયમી ધોરણે  ચાલુ રાખવી જોઈએ એમા બેમત  નથી.

સુરત     -પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલાંવિચારો  લેખકનાં પોતાના છે.

To Top