Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: આજે જિલ્લાપંચાયત ભવન ખાતે તાલુકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી જિલ્લા પંટાયતના પ્રમુખ અશ્વિન પટેલ આના માટે પત્રકાર પરિષદ યોજી હતી.એ દરમિયાન દશરથની જિલ્લા પંચાયતની બેઠકની ટિકિટ માગનાર પ્રવિણ સોલંકીએ ભારે બબાલ કરતા મામલો બિચક્યો હોવાથી પોલીસ બોલાવી પડી હતી પોલીસે તેમને ખેંચીને બહાર લઇ ગઇ હતી.

પ્રવિણભાઇએ આક્ષેપ કર્યો હતો કે પ્રમુખે રૂ.11 લાખ લઇ ટિકિટોની વહેંચણી કરી છે. તેમની સામે પગલા ભરવા જોઈએ બુમ બરાડાથી હોલમાં ખળભળાટ મચી ગયો હતો. શિસ્તમાં માનનાર ભાજપની આબરૂના ધજાગરા થયા હતા પોલીસને કારણે મામલો થાળે પડ્યો હતો. વિગત અનુસાર દશરથ તાલુકા પંચાયતની બેઠક ઉપર પ્રવિણ સોલંકીએ ટિકિટ મળી ન હતી તેઓ પ્રબળ દાવોદાર હતા.

ટિકિટ મેળવવા માટે તેમણે એડી ચોટીનું જોર લગાવ્યું હતું પણ પાર્ટીએ તેમને ટિકિટ આપી નહિં આથી તેઓ ભારે નારાજ થયા હતા. તેઓ બબાલ કરવાની તક શોધતા હતા. ગુરુવારે જિલ્લા પંચાયતના પ્રમુખ અશ્વિન પટેલે પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની જાહેર કરી હતી મીડિયા કર્મીઓથી આખો હોલ ચીક્કાર ભર્યો હતો

પ્રમુખ અશ્વિનભાઇ પત્રકારોને માહિતી આપી રહ્યા હતા. બરાબર તેવે ટાણે દશરથના પ્રવિણ પટેલ પત્રકાર પરિષદમાં ધસી આવ્યા હતા તેમની સાથે તેમના ટેકેદારો પણ હતા. હોલમાં આવતાનીજ સાથે તેમણે જોરથી બુમ પાડી કે પ્રમુખ તમે રૂપિયા 11 લાખ લઇ નરેન્દ્રભાઈ રોહિતને જિલ્લા પંચાયતની દશરથની ટિકિટો આપી છે તેવી મારી પાસે પાકી માહિતી છે. તેમણે જિલ્લાના મહામંત્રી કલ્પેશ પટેલ, બક્ષીપંચ મોરચના રસીક પ્રજાપતિ તથા સરદારભાઈ વગેરે પર પણ આક્ષેપો કર્યા હતા.

મજબૂત દાવેદારોને ટિકિટ આપવાને બદલે જેમણે રૂપિયા આપ્યા તેમને તમે ટિકિટ આપી અન્ય ઉમેદવારોને અન્યાય કર્યા છે તે માફ ન કરી શકાય એવા પ્રવિણભાઇ ભારે ગુસ્સામાં બુમબરાડા પાડતા હતા એ મીડિયા કર્મીઓ પણ ડધાઈ ગયા હતા. 

પત્રકાર પરિષદમાં હાજર ભાજપના નેતાઓએ તેમને સમજાવવા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ માન્યા જ નહિ અને બુમો પાડવાની ચાલુ રાખી છેવટે પ્રમુખ અશ્વિનભાઇએ આપેલી સુચનાને પગલે તાબડતોબ પોલીસ પત્રકાર પરિષદ હોલમાં દોડી આવી પ્રવિણ સોલંકીને બહાર લઇ  જઈ ત્યારે માંડમાંડ મામલો થાળે પાડ્યો હતો.

પ્રમુખ અશ્વિન પટેલને લિફ્ટમાંથી બહાર કાઢ્યા

અશ્વિન પટેલ લિફટ માં પ્રવેશવા જતા ટોળાએ ઉગ્ર રજૂઆત કરી હતી અને એક તબક્કે અશ્વિન પટેલને નારાજ કાર્યકરોનો રોષ પારખીને લિફ્ટ માં જ રોકાવું પડ્યું હતું. જોકે જોકે કાર્યકરો નહી માનતા તેમને લીફ્ટમાંથી બહાર આવવું પડ્યું હતું અને પગપાળા જવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ નારાજ કાર્યકરો નું ટોળું જિલ્લા પ્રમુખ ની કેબિન માં પણ ઘૂસી ગયો હતું અને કલ્પેશ પટેલ ને બોલાવો તેવા નારાઓ પણ લગાવ્યા હતા. ભાજપની આબરૂના ધજાગરા થયા હતા.

મધુ શ્રીવાસ્તવ પુત્રીને અપક્ષ ઊભી રાખશે તો પગલા લેવાશે

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ની પુત્રી નીલમ નિગમ નું નામ કપાતા થશે વિવાદ ઊભ થયો છે. મધુ શ્રીવાસ્તવ પુત્રી ને અપક્ષ ઉમેદવારી કરાવશે તો પગલાં લેવાશે એવું જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલે નિવેદન કર્યું છે. અગાઉ મધુ શ્રીવાસ્તવ પુત્રને ટિકિટ ન મળતા બળવો કરાઈ ચૂક્યો છે. સી.આર.પાટીલે કહ્યું હતું કે પુત્રીના પ્રચારમાં મધુ શ્રીવાસ્તવ જશે તો પાર્ટી પગલાં લેશે.

ધારાસભ્યોની ભલામણના આધારે ટિકિટની ફાળવણી થઈ

વડોદરા જિલ્લા પંચયતની ચૂંટણીની ગુરુવારે બહાર પડેલી યાદીમાં કેટલાક કપાયા અને કેટલાકને ટીકીટની લોટરી લાગી ગઈ હવે તેમણે મતદારોને ખુશ કરી પોતાનું કૈવત બતાવવુ પડશે.  પોર જિલ્લા પંચાયતની બેઠક ઉપર પ્રબળ દાવેદાર શૈલેષ પટેલ ્રબળ દાવેદાર હતા તેમની સામે ભાજપના પૂર્વ મહામંત્રી એશોક પટેલને ટિકિટ આપવામાં આવી છે.

તેમના માટે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા અને કરજણના ધારાસભ્ય અક્ષય પેટેલે ભલામણ કરી હતી. પાર્ટીએ સંગઠનના વ્યકિતને પસંદ કર્યા છે. એવીજ રીતે વાઘોડિયાની બેઠક ઉપર જય જોશી પ્રબળ દાવેદાર હતા પરંતુ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવની ભલામણથી નિલેશ પુરાણીને ટિકિટ આપવામાં આવી છે.

નિલેશ પુરાણી ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા હતા અને તેમને ભાગ 600 મત મળ્યા હતા છતા પાર્ટીએ મજબૂત ઉમેદવાર અને પક્ષને વફાદાર રહેલા જય જોશીની ટિકિટ કાપી નાખવામાં આવી હતી આથી જય જોશીના ટેકેદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.  સંગઠનના બદલે ભાજપના ધારાસભ્યોની ભલામણને વધારે મહત્ત્વ અપાયું હોય તેવું લાગી રહ્યું છે.

To Top