Top News

More Posts

   The Latest

Most Popular

જીએસટીની વસૂલાત સતત છઠ્ઠા મહિને રૂ. ૧ લાખ કરોડની ઉપર રહી છે, જેમાં વાર્ષિક ૨૭ ટકાના વધારા સાથે તે માર્ચમાં રૂ. ૧.૨૩ લાખ કરોડ પર પહોંચી છે એમ નાણા મંત્રાલયે આજે જણાવ્યું હતું.

મંત્રાલયે જણાવ્યું હતું કે ગુડ્સ અને સર્વિસ ટેક્સમાં મોટા વધારાનો પ્રવાહ એ બાબતનો સ્પષ્ટ સંકેત આપે છે કે રોગચાળા પછી ઝડપી આર્થિક રિકવરી થઇ રહી છે. બનાવટી બિલિંગ પર બારીકાઇથી નજર, જેમાં જીએસટી, ઇન્કમટેક્સ અને કસ્ટમ્સ આઇટી સિસ્ટમ્સનો સમાવેશ થાય છે તેવા એકથી વધુ સ્ત્રોતો તરફથી મળતા ડેટાનું ગહન વિશ્લેષણ અને અસરકારક કર વહીવટે પણ આ કરની આવકમાં સતત વધારામાં છેલ્લા થોડા મહિનાઓમાં ફાળો આપ્યો છે એમ તેણે વધુમાં જણાવ્યું હતું.

માર્ચ ૨૦૨૧માં જીએસટીની કુલ આવક રૂ. ૧૨૩૯૦૨ કરોડ હતી, આમાંથી સેન્ટ્રલ જીએસટીની રૂ. ૨૨૯૭૩ કરોડ, સ્ટેટ જીએસટીની રૂ. ૨૯૩૨૯ કરોડ, ઇન્ટિગ્રેટેડ જીએસટીની રૂ. ૬૨૮૪૨ કરોડ(સામાનની આયાત પર ઉઘરાવાયેલા રૂ. ૩૧૦૯૭ કરોડ સહિત) છે તથા સેસ રૂ. ૮૭પ૭ કરોડ(સામાનની આયાત પર વસૂલાયેલ રૂ. ૯૩પ કરોડ સહિત) છે. માર્ચ ૨૦૨૦માં જીએસટીની આવક રૂ. ૯૭પ૯૦ કરોડ રહી હતી. માર્ચ ૨૦૨૧ની જીએસટીની આવક જીએસટી રજૂ થયા પછીની સૌથી ઉંચી આવક છે એમ નાણા મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લા પાંચ મહિનામાં ટ્રેન્ડ રિકવરીની સાથે માર્ચ ૨૦૨૧ના મહિનામાં ગયા વર્ષના આ જ મહિનાની સરખામણીમાં જીએસટીની આવક ૨૭ ટકા વધારે રહી છે એમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ મહિના દરમ્યાન સામાનની આયાત પરની જીએસટીની આવક ૭૦ ટકા વધારે અને ઘરેલુ વ્યવહારો પરની જીએસટીની આવક ૧૭ ટકા વધારે રહી છે. ગયા વર્ષે લૉકડાઉન પછીના જુન અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીએસટીની આવક અનુક્રમે ૪૧ ટકા અને ૮ ટકા ઘટી હતી.

કયા માસમાં જીએસટીની કેટલી આવક?
મહિનો-આવક (રૂ.માં)
ફેબ્રુઆરી-૧.૧૩ લાખ કરોડ
જાન્યુઆરી-૧.૧૯ લાખ કરોડ
ડીસેમ્બર(૨૦૨૦)-૧.૧પ લાખ કરોડ
નવેમ્બર-૧.૦૪ લાખ કરોડ
ઓકટોબર-૧.૦પ લાખ કરોડ
સપ્ટેમ્બર-૯પ૪૮૦ કરોડ
ઓગસ્ટ-૮૬૪૪૯ કરોડ
જુલાઇ-૮૭૪૨૨ કરોડ
જૂન-૯૦૯૧૭ કરોડ
મે-૬૨૧૫૧ કરોડ
એપ્રિલ-૩૨૧૭૧ કરોડ

To Top