SURAT

રમઝાનમાં મસ્જીદમાં તરાબીની નમાઝ પઢવા પોલીસ કરફ્યુ પાસ કાઢી આપશે? જાણો શું છે સચ્ચાઈ

સુરત: શહેર (Surat) માં હાલ કોરોના સંક્રમણ (corona inaction) વધતા કરફ્યુ (night curfew) જાહેર કરાયું છે. ત્યારે કરફ્યુના સમયે એક મસ્જીદ (mosque) થી બીજી મસ્જીદ તરાબીની નમાઝ (tarabini prayer) પઢવા પોલીસ કરફ્યુ પાસ (curfew pass) કાઢી આપશે તેવો એકતા ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલ મલબારીનો વિડીયો વાયરલ (video viral) થતા ભારે વિવાદ જાગ્યો છે. જોકે પોલીસ (police) દ્વારા આ પ્રકારની કોઈ વ્યવસ્થા ન હોવાનું સ્પષ્ટ કરાયું છે.

કોરોના મહામારીને પગલે શહેરમાં રા‌ત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અને કર્ફ્યુનો પોલીસ સખત પણે અમલ કરાવી રહી છે. દર‌મિયાન આજે ચોકબજાર ખાતે આવેલી એક્તા ટ્રસ્ટ (ekta trust) ની ઓફીસના પ્રમુખ અબ્દુલ મલબારીનો એક ‌વિડીયો સો‌શિયલ ‌મિડીયામાં વાયરલ થયો છે. જેમાં અબ્દુલ મલબારી એવું બોલતા જણાય છે કે જે મુ‌સ્લિમો (Muslims) ને તરાબીની નમાઝ પઢવા માટે એક મસ્જીદથી બીજી મસ્જીદ કર્ફ્યુના સમયગાળામાં જવા માટે એક્તા ટ્રસ્ટની ઓફીસથી જવા માટે હંગામી કર્ફ્યુ પાસ આપવામાં આવશે. જેને માટે ફોટાની જરૂરીયાત રહેશે. આ અંગે પોલીસે આ પ્રકારના કોઈ પાસ (pass) ઇસ્યુ કરવામાં આવતા નથી તેવું સ્પષ્ટ કર્યું હતું. કર્ફ્યુની અમલવારી પોલીસ સખત પણે કરશે.

આ વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે

શહેરમાં સેન્ટ્રલ ઝોન (central zone) માં ગોપીપુરા, ચોકબજાર, નાનપુરા, સગરામપુરા તેમજ વરાછા-એ ઝોનમાં અશ્વિનીકુમાર, લંબે હનુમાન રોડ, વરાછા-બી ઝોનમાં મોટા વરાછા, રાંદેરમાં અડાજણ અને અડાજણ પાટિયા, કતારગામ ઝોનમાં અખંડ આનંદ, ધનવર્ષા, ઉધના ઝોનમાં મીરાનગર, સંજયનગર, ભેસ્તાન, વડોદ, ઉન પાટિયા, અઠવા ઝોનમાં સિટીલાઈટ, અલથાણ, કરીમાબાદ, વેસુ અને લિંબાયત ઝોનમાં ગોડાદરા, ડિંડોલી, ઉમરવાડા અને મગોબ વિસ્તાર વધુ સંક્રમિત હોવાથી લોકો સાવચેતી રાખે તેવી અપીલ કરવામાં આવી છે.

જે વિસ્તારમાં 500થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન થતું હોય ત્યાં મનપાની ટીમ વેક્સિનેશન માટે આવશે

શહેરમાં વધુમાં વધુ લોકો વેક્સિન મુકાવે એ માટે મનપા શહેરીજનોને અપીલ કરી રહી છે. ઘણી પ્રાઈવેટ હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલોમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે જે વિસ્તારમાં 500થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન થતું હોય ત્યાં મનપા દ્વારા ટીમ મોકલવામાં આવશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top