SURAT

હોળીમાં નગરશેઠ અને નોકર સાથે મળી ઉજવણી કરતા હતા, એવી સુરતની પારંપરિક ઘીસ ફરી જીવંત કરાશે

સુરત: (Surat) સુરતમાંથી લુપ્ત થયેલી હોળી (Holi) સમયે ચાલતી ઘીસની પરંપરા (The tradition of Ghis) ફરીથી સક્રિય કરવા માટે આ વખતે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે તેને જીવંત કરવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. આ વખતે રવિવારના રોજ સાત જેટલી ઘીસની કોમ્પિટિશન થશે. તેમાં આ કોમ્પિટિશન કમિશનર તોમરની દેખરેખ હેઠળ કરવામાં આવશે. સુરતની આ લુપ્ત થયેલી પરંપરાને નિહાળવા માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર રવિવારે જોઇ શકાશે. સૈકાઓથી ચાલતી મૂળ સુરતીલાલાઓની આ પરંપરા લુપ્ત થઇ ગઇ છે. આધુનિક પેઢી પણ જ્યારે આ પરંપરાથી વાકેફ નથી ત્યારે આ પરંપરાને પુન: જીવંત કરવામાં આવશે.

શું છે આ ઘીસ
ઘીસ એટલેકે મહિધરપુરાની સો જેટલી અલગ અલગ ગલીઓમાં સાત વર્ષના બાળકથી લઈ સીત્તેર વર્ષના વૃદ્ધો સાથે મળીને ઢોલકાના નાદથી શહેરને ગજવતા હતા. આ પરંપરા શહેરમાં સૈકાઓથી ઉજવાતી હતી. પરંતુ હાલમાં તે લુપ્ત થઇ ગઇ છે. આ પરંપરા વિશે અમે શહેરના મોભી તથા માજી મેયર ફકીર ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય અજય ચોક્સીએ રસપ્રદ માહિતી આપી હતી.

  • આ છે લુપ્ત થયેલી પરંપરા ઘીસની વિગત
  • — હોળી આવે એ પહેલાં જ ડિસેમ્બર મહિનાથી આબાલ વૃદ્ધ ઢોલકા અને વાજિંત્રો વગાડવાની પ્રેક્ટિસ શરૂ કરી દેતા હતા.
  • — ઘીસની આ પરંપરા તે મૂળ હોળિકાની પૂજા કરવાની નોખી પદ્ધતિ છે.
  • — તેમાં હોળિકાની મૂર્તિ લઇ તેની આસપાસ જે-તે શેરીના નગરશેઠ કે પછી નોકર હોય તે તમામ લોકો સાથે જુલૂસ સ્વરૂપમાં નીકળતા હતા.
  • — આ લોકો જે-તે ધૂનની પ્રેક્ટિસ મહિનાઓ પહેલા કરતા હતા.
  • — તમામ શેરીઓમાં જુલૂસમાં નીકળેલા નગરશેઠો અને યુવાનોનું ખાણીપીણી સાથે સ્વાગત થતું હતું.
  • — મહિધરપુરા, ગોપીપુરા, સૈયદપુરા, ગોલવાડ જેવા વિસ્તારોની પાંચસો કરતાં વધારે ગલીઓમાં આ ઘીસ કાઢવામાં આવતી હતી.
  • — ઘીસ કાઢનારા જે-તે મહોલ્લાના લોકો ભેગા થઇ હજારો લોકો રસ્તા પર ઊતરીને આ ભવ્ય પરંપરાને ઉજવતા હતા.

શહેરમાં આ પરંપરા લુપ્ત થઈ ગઈ
મૂળ સુરતની પરંપરા ચંદની પડવો આજે પણ લોકો ઊજવે છે. જો કે, હોળી પહેલાં અને પછી ઊજવાતી આ પરંપરા હાલમાં સુરતમાં કોઇ જાણતું નથી. પરંતુ કમિશનર અજય તોમરના પ્રયાસોને કારણે આ પરંપરા ફરીથી જીવંત થશે. પોલીસ કમિશનર અજય તોમરે શહેરને આ પ્રાચીન પરંપરાને જીવંત કરવા માટે અપીલ કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top