Top News

More Posts

   The Latest

Most Popular

(Beijing): અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) હાર પછી ચીનને (China એવી આશા હતી કે નવા રાષ્ટ્રપતિ જો બિડેનનો (American President Joe Biden) ભારત તરફ ઓછો ઝુકાવ હશે, અને ભારત-અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધો થોડા નબળા બનશે. પણ ખરેખર એવું બન્યું નહીં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ કે જેમણે ગઇકાલે કાર્યભાર સંભાળ્યો એવા જો બિડેન અને તેમના વહીવટ તંત્રને ભારત પ્રત્યે ખૂબ આદર અને સન્માન છે.

ભારત અને અમેરિકા વચ્ચે ડોનાલ્ડ ટ્રમપના નેતૃત્વ હેઠળ સારા સંબંધો હતા એ વાત બધા જ જાણે છે, પણ શું જો બિડેનના આવ્યા પછી પણ બે દેશો વચ્ચેના સંબંધો ગાઢ રેહસે કે કેમ તે અંગે ઘણાને પ્રશ્ન અને શંકાઓ હતી. જો કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેને સ્પષ્ટ કહી દીધુ છે કે ભારત તેમનો મિત્ર દેશ છે, ભારત તેમના માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને બંને દેશો વચ્ચેનો સંબંધ મજબૂત જ રહેશે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિના આ સ્પષ્ટીકરમ પછી ચીનના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. કારણ કે ચીન તો એ જ તાકમાં બેઠું હતું કે ક્યારે ભારત એકલું અને નબળું પડે અને તે ભારતમાં ઘૂષણખોરી કરી પગ-પેસારો કરે.

ચીનની મુસીબત એટલે પણ વધી ગઇ છે કારણ કે ભારત મોદી જેવા મજબૂત વડાપ્રધાનની નેતાગીરી હેઠળ છે. એટલે જ તો છેક જૂન મહિનાથી ભારતમાં ગાલવાનમાં ઘૂષણખોરીના પ્રયાસોમાં તેને સફળતા મળી નથી. એટલું જ નહીં ભારતના સંબંધો હવે અન્ય દેશો સાથે એટલા મજબૂત થઇ ગયા છે કે ચીન કોઇ પણ હરકત કરે છે કે ભારત પહેલા આ દેશો ચીન પર ચઢી બેસે છે. ચીનને જો બિડેન પાસે ભારત વિરોધી વલણની બહુ આશા હતી પણ એમ બન્યું નહીં.

https://gujaratmitra.in/trump-signs-tibet-bill-to-pre-empt-chinese-move-in-dalai-lama-succession/

પરિણામે ચીનની સામ્યવાદી સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે (Global Times,China) લખ્યું છે કે કેટલાક ભારતીય નિષ્ણાતોએ ભારત સાથે યુ.એસ. સાથે “તિબેટ કાર્ડ” (Tibet Card) રમવા સૂચન કર્યું છે. પરંતુ જો ભારત આવું કરશે તો બંને દેશો વચ્ચેનો સંબંધ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે. ગલેબલ ટાઇમ્સમાં લખાયુ છે કે તિબેટ ચીનનો ભાગ છે અને તેમાં કોઈ દખલ સહન કરવામાં આવશે નહીં.

To Top