Top News

More Posts

   The Latest

Most Popular

દેશમાં કોરોનાવાયરસના સૌથી વધારા કેસો માત્ર 31 જિલ્લાઓમાંથી સામે આવ્યા છે. આ આંકડા સોમવારે સવાર સુધીના છે જેમાં પ્રવાસીઓની સંખ્યા વધારે છે. એક અહેવાલ અનુસાર, સોમવાર સુધી રિપોર્ટ કરવામાં આવેલા 284 જિલ્લાઓમાં કુલ 4281 કેસો સામે આવ્યા છે. આમાં 1486 મામલા એટલે કે 34.71 ટકા મામલાઓ 31 જિલ્લામાંથી છે. પ્રવાસી મજૂરોની સંખ્યાને જોઇને આ આંકડાઓ રસપ્રદ બન્યા છે જે 24 માર્ચના રોજ વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસના લૉકડાઉનની જાહેરાત બાદ પોતાના ઘર તરફ હિજરત કરવા લાગ્યા હતા.
આર્થિક સર્વેક્ષણ મુજબ, આ 31 જિલ્લાઓ પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરે છે. આ જિલ્લાઓમાં દિલ્હીના તમામ 11 જિલ્લાઓ, ઉત્તરપ્રદેશનું ગૌતમબુદ્ધ નગર, ગુરૂગ્રામ, મુંબઇ, મુંબઇ ઉપનગર, થાણે, પૂણે, ચેન્નઇ, ઇરોડ, કાંચીપુરમ, કોયમ્બટુર, તિરૂવલ્લર, ઇન્દોર, ભોપાલ, કર્ણાટકના ત્રણ જિલ્લા, તેલંગાણામાં હૈદ્રાબાદ ગ્રામીણ અને શહેર, સુરત, અમદાવાદ તેમજ ચંડીગઢનો સમાવેશ થાય છે.
આર્થિક સર્વેક્ષણ પ્રમાણે, આ શહેરો અને જિલ્લા વિશે દર્શાવવામાં આવ્યું છે કે અહીં મોટી સંખ્યામાં પ્રવાસી લોકો રોજગાર હેતુ જાય છે. આમાં વલસાડ, સોનિતપુર અને પુંડુચેરીનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. આ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવા છતાં હજી અહીં કોરોનાવાયરસનો કોઇ કેસ જોવા મળ્યો નથી.

To Top