Top News

More Posts

   The Latest

Most Popular

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આજે જાહેર કરવામાં આવેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, વ્હાઇટ બોલ ક્રિકેટમાં તેના ડેપ્યુટી રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહને એ પ્લસની કેટેગરીમાં જાળવી રાખવામાં આવ્યા છે. આ ગ્રેડમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક રૂ. 7 કરોડ મળે છે.

બીસીસીઆઇએ જાહેર કરેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની ચાર કેટેગરીમાં કુલ 28 ખેલાડીનો સમાવેશ કરીને કેટલાક યુવા ક્રિકેટરોને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ ચાર કેટેગરીમાં એ પ્લસ ગ્રેડમાં રૂ. 7 કરોડ, એ ગ્રેડમાં 5, બી ગ્રેડમાં 3 અને સી ગ્રેડમાં 1 કરોડ મળશે.

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પ્રમોટ કરીને એ ગ્રેડમાં સમાવાયો છે. જ્યારે શુભમન ગીલ અને મહંમદ સિરાજને જે પહેલો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો છે તે સી ગ્રેડનો છે, જેમાં ખેલાડીને વાર્ષિક 1 કરોડ મળે છે. કેટલાક ખેલાડીઓનો દરજ્જો ઘટાડી દેવાયો છે, જેમાં ભુવનેશ્વર કુમારને બી ગ્રેડમાં મુકાયો છે જ્યારે કેદાર જાદવ અને મનિષ પાંડેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી આ વખતે બહાર મુકવામાં આવ્યા છે. એ પ્લસ ગ્રેડમાં 3, એ ગ્રેડમાં 10, બી ગ્રેડમાં 5 અને સી ગ્રેડમાં 10 ખેલાડી સામેલ છે.

બીસીસીઆઇના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓ
A+ ગ્રેડ : વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ
A ગ્રેડ : રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, અજિંકેય રહાણે, શિખર ધવન, લોકેશ રાહુલસસ, મહંમદ શમી, ઇશાંત શર્મા, ઋષભ પંત અને હાર્દિક પંડ્યા.
B ગ્રેડ : રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર અને મયંક અગ્રવાલ
C ગ્રેડ : કુલદીપ યાદવ, નવદીપ સૈની, દીપક ચાહર, શુભમન ગીલ, હનુમા વિહારી, અક્ષર પટેલ, શ્રેયસ ઐય્યર, વોશિંગ્ટન સુંદર, યજુવેન્દ્ર ચહલ અને મહંમદ સિરાજ

To Top