Top News

More Posts

   The Latest

Most Popular

બેઇજિંગ: પૂર્વી લદ્દાખ (ladak)ની ગલવાન ખીણમાં થયેલી હિંસાના એક વર્ષ પૂરા થવા પહેલાં ચીન (china)ના એક નિષ્ણાંતે (expert) રાષ્ટ્રપતિ (president) શી જિનપિંગને ભારત સાથે કાયમી દુશ્મનાવટ અંગે ચેતવણી (warning) આપી છે. હોંગકોંગના અખબાર સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના વરિષ્ઠ પત્રકાર શી જિઆંગતાઓએ પોતાના લેખમાં કહ્યું છે કે, જો ચીન ભારતને કાયમી દુશ્મન નહીં બનાવવા માટે ખરેખર ગંભીર છે તો તેણે સરહદની ફરિયાદોને બાજુએ રાખવી જોઈએ અને લદાખ વિવાદના નિરાકરણ માટે શરૂઆત કરવી જોઈએ.

શી જિઆંગતાઓએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા કોઈને અપેક્ષા નહોતી કે વર્ષ 2017 પછી સુધારો થયેલા ચીન-ભારત સંબંધો તેના સૌથી નીચા સ્તરે પહોંચશે. 13 મહિના વીતી ગયા પછી પણ પૂર્વી લદ્દાખમાં વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ સરહદ વિવાદના કારણે ગલવાન ખીણમાં ભારત અને ચીન બંનેના સૈનિકો માર્યા ગયા હતા. શી જિઆંગતાઓએ કહ્યું હતું કે, ગલવાન હિંસા પહેલા બંને દેશો હિન્દી-ચિની ભાઈ-ભાઈનું સૂત્ર આપતા હતા અને પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે મિત્રતા હતી. તે દિવસોમા ચીનનું અમેરિકા સાથે શીત યુદ્ધ ચાલી રહ્યું હતું અને મોટાભાગના નિષ્ણાતોની સલાહ હતી કે ભારતને અલગ કરવું તે ચીન માટે ભયાનક છે. એક વર્ષ પછી બરાબર તે જ બન્યું જેની ચેતવણી આપવામાં આવી હતી. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગયા મહિને કહ્યું હતું કે, ચીન સાથેના બગડેલા સંબંધો હવે એક છેલ્લા સ્તર પર છે.

શી જિઆંગતાઓએ કહ્યું કે, એટલુ જ નહીં ભારત હવે ચીનને ઘેરી લેવા યુએસ વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બની ગયો છે. ભારત હવે ક્વાડનો પણ સભ્ય છે, જે ચીનને સંતુલિત કરવા માટે બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, એમાં કોઈ શંકા નથી કે જાપાન અને ભારત જેવા દેશો ચીનની સ્થાનિક અને બાહ્ય કટ્ટરવાદી નીતિઓને કારણે અમેરિકાની નજીક જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ગયા અઠવાડિયે શી જિનપિંગે દુશ્મનોને બદલે ‘મિત્ર બનાવવાનો’ સંદેશ આપ્યો હતો, જે પ્રશંસનીય છે.

શી જિઆંગતાઓએ કહ્યું હતું કે, જો ચીન ગંભીર છે કે નવી દિલ્હી તેનાથી દૂર નહીં થાય અથવા ભારત કાયમ માટે તેમનો દુશ્મન ન બને, તો તેણે સરહદના મુદ્દાઓની ફરિયાદોને બાજુએ રાખવી પડશે અને વિવાદ નિરાકરણ લાવવું પડશે.

To Top