Top News

More Posts

   The Latest

Most Popular

ન્યૂયોર્ક: માઇક્રોસોફ્ટ કોર્પોરેશન (Microsoft co.)ના બોર્ડ સભ્યો (board members)એ 2020માં એવો નિર્ણય કર્યો હતો કે આ કંપનીના સહ-સ્થાપક બિલ ગેટ્સ (bill gates) માટે બોર્ડમાં બેસવું યોગ્ય હશે નહીં જ્યારે તેમણે માઇક્રોસોફ્ટની એક મહિલા કર્મચારી સાથે ગેટ્સના અગાઉના રોમાન્ટિક સંબંધો (affairs)ની તેમણે તપાસ કરી હતી જે સંબંધોને બોર્ડ સભ્યોએ અયોગ્ય ગણાવ્યા હતા એમ વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રગટ થયેલો એક અહેવાલ જણાવે છે.

નામ વગરના સૂત્રોને ટાંકીને જર્નલે રવિવારે ઓનલાઇન અહેવાલ આપ્યો હતો કે આ બાબતમાં તપાસ કરી રહેલા બોર્ડના સભ્યોએ ૨૦૧૯માં એક કાનૂની કંપની પણ આ તપાસ કરવા માટે રોકી હતી, માઇક્રોસોફ્ટની એક મહિલા ઇજનેરે એક પત્રમાં આક્ષેપ કર્યો હતો કે ગેટ્સ સાથે તેને ઘણા વર્ષો સુધી જાતીય સંબંધો હતા. જર્નલે આ બાબતથી વાકેફ એક અન્ય વ્યક્તિને ટાંકીને અહેવાલ આપ્યો છે કે બોર્ડની તપાસ પુરી થાય તે પહેલા જ ગેટ્સે રાજીનામુ આપી દીધું હતું.

ગેટ્સની એક અનામી મહિલા પ્રવકતાએ જર્નલ સમક્ષ કબૂલ કર્યું હતું કે પેલી મહિલા ઇજનેર સાથે ગેટ્સને ૨૦ વર્ષ પહેલા સંબંધો હતા જેનો મિત્રતાપૂર્ણ રીતે અંત આવ્યો હતો. બોર્ડમાંથી રાજીનામુ આપતી વખતે ગેટ્સે જો કે એમ કહ્યું હતું કે પોતે હવે પોતાના ધર્માદા કાર્યો પર ધ્યાન આપવા માગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં બિલ અને મેલિન્ડા ગેટ્સે ૨૭ વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડાની જાહેરાત કરી હતી પણ જણાવ્યું હતું કે પોતાના ધર્માદા ફાઉન્ડેશન માટે ભેગા મળીને કામ કરવાનું પોતે ચાલુ રાખશે.

To Top