Top News

More Posts

   The Latest

Most Popular

ગોધરા: પંચમહાલ જીલ્લાની એલસીબી શાખાએ ગોધરા શહેરના કેપ્સૂલ ફેકટરી કાંટા પાસે મકાનમાથી સિમેન્ટની ભરેલી થેલીઓ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આની સાથે પોલીસે સાંપા રોડ પર આવેલી દૂકાનના ઓટલા પરથી સિમેન્ટ ભરેલી થેલીઓની  ચોરીનો પણ ભેદ ઉકેલી કાઢ્યો છે. પંચમહાલ જીલ્લા પોલીસવડા ડો.લીના પાટીલે ગુનાઓ બનતા અટકાવવા અને વણ ઉકેલ્યાગુનાઓ શોધવા જરૂરી સુચનાઓ આપેલી હતી.

જેમા પંચમહાલ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે સલમાન અબ્દુલ, તેમજ સોયેબ ચાંદા,સોહેલ અબ્દુલ નાઓએ ભેગા મળીનેા સીમેન્ટની થેલીઓ કોઈ જગ્યાથી લાવીને કેપ્સૂલ ફેકટરી પાસે બનતા મકાનમા છુપાવી રાખી હતી.આથી એલસીબીની ટીમે તપાસ હાથ ધરતા ૩૦ નંગ થેલીઓ સાથે બે ઈસમો સલમાન અબ્દુલ અને સોયેબ ફારૂક ચાંદાને પકડી પડાયા હતા.

તેમની પુછપરછ કરતા આરોપી ઈસમોએ જણાવ્યુ હતુ કે” સાંપા રોડ પર આવેલા એક દૂકાનના ઓટલા પર સીમેન્ટની થેલીઓ ગાડીમા ભરીને ચોરી લાવ્યા હતા.વધુ પુછપરછમા ઉપરોકત આરોપીઓ તથા રમીઝ રમઝાની મીઠા તથા સોહેલ અબ્દુલએ રાત્રીના સમયે બામરોલી રોડ પરની સોસાયટીના મકાન આગળ મુકેલી સ્વીફટ કાર ચોરી  કરી હોવાની કબુલાત કરી હતી.શહેરના એ ડીવીઝીન પોલીસ મથક વિસ્તારમા થયેલી ચોરીઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.પોલીસ પકડી પાડેલા ચોરોની વધુ પુછપરછ કરવામાં આવી રહી હોવાથી અન્ય પણ ચોરી ના ભેદ ખુલી શકે તેવી શક્યતા  છે. હજુ વધુ ગુના ઉકેલી શકાય એમ છે. બે વ્યકિતઓની પુછપરછ કરવામાં આવે ત્યારે તેમની પાસેથી વધુ માહિતી મળી શકે એમ છે.

To Top