Top News

More Posts

   The Latest

Most Popular

ઉત્તર પ્રદેશ (UP)ના લખનૌ (Lucknow)ના કાકોરીથી અટકાયતમાં લેવામાં આવેલા અલ કાયદા (Al kayda)ના બે શંકાસ્પદ આતંકવાદી (Terrorist)ઓ લખનૌ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં સિરિયલ બ્લાસ્ટ (serial blast)કરવાની તૈયારીમાં હતા. આતંકીઓએ મોટો ધડાકો કરવાની યોજના બનાવી હતી. 

યુપી એટીએસ (anti terrorist squad) દ્વારા અટકાયતમાં લેવાયેલા આ બંને આતંકીઓ પાસેથી પ્રેશર કૂકર બોમ્બ (Pressure cooker bomb) પણ મળી આવ્યો છે, જે ખૂબ ભારે વિસ્ફોટક છે અને એક જીવંત બોમ્બ મળી આવ્યો છે. યુપી એટીએસના આઈજી જી કે ગોસ્વામીએ જણાવ્યું હતું કે યુપી અને લખનૌમાં સિરિયલ બ્લાસ્ટ્સની યોજના ઘડી હતી. લાઇવ બોમ્બ પણ મળી આવ્યો છે. આતંકીઓનો કાશ્મીરીઓ સાથે સંબંધ છે. આ સ્લીપર સેલ (Sleeper cell) હતા પરંતુ હવે તેઓ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા હતા. લખનૌ અને યુપીમાં આજે કે કાલે વિસ્ફોટો થવાના હતા. તેમની પાસેથી ઘણા વિસ્ફોટકો મળી આવ્યા છે. આ લોકો કોઈ મોટુ ષડયંત્ર ચલાવવા માગતા હતા. અને ઘણા દિવસોથી પ્લાનિંગ ચાલી રહી હતી. 

અત્યારે આવી ઘણી છુપી વસ્તુઓ પણ હોઈ શકે છે જેના વિશે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. પકડાયેલા શંકાસ્પદ લોકોમાંથી એકનું નામ શાહિદ છે. તે મલીહાબાદનો રહેવાસી હોવાનું કહેવાય છે. જે ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા તે શાહિદનું છે, જ્યાં તે તેના પરિવાર સાથે રહે છે અને મોટર ગેરેજનું કામ કરે છે. આ આતંકીઓનું કાશ્મીર કનેક્શન પણ સામે આવ્યું છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. યુપી એસટીએસ અનુસાર, ઘણા લોકો નેટવર્કમાં જોડાયેલા છે. 

યુપી એટીએસ દ્વારા શાહિદ, રિયાઝ અને સિરાજના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. પડોશી આલમના જણાવ્યા મુજબ તેમનો પરિવાર 12 વર્ષથી અહીં રહે છે. રિયાઝ અને સિરાજ સરકારી નોકરીથી નિવૃત્ત થયા છે અને શાહિદ ગેરેજ ચલાવે છે. 9 વર્ષ પહેલા શાહિદ પણ નોકરી માટે દુબઈ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ પહેલા આ આતંકીઓએ કંઇક બાળી પણ નાખ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારીઓ પણ એટીએસના સંપર્કમાં છે.

નાના બ્લાસ્ટને કારણે એટીએસને ચાવી મળી. ઓમર અલ-મંડિ આ આતંકીઓનો નિયંત્રક હતો. હેન્ડલિંગ પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડરથી કરવામાં આવી રહ્યું છે. જો કે હજી કેટલાક વધુ આતંકવાદીઓ સ્થળ પર છુપાયા હોઈ શકે છે. જેનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

To Top